કોરોના :વિશ્વના વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પડકાર

    ૨૦-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

coronavirus_1  
 
વિશ્વ આખામાં કોરોનાનો કેર અટકવાનું નામ નથી. લાખો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મોતનો આંકડો પણ ભયાનક હદે વધી રહ્યો છે. છતાં પણ વિશ્વના વૈજ્ઞાનિકો દવા શોધવાની વાત તો દૂર રહી, આ જીવલેણ વાઈરસ ક્યાંથી આવ્યો અને માનવશરીરમાં કેવી રીતે પ્રવેશ્યો તે સ્પષ્ટ રીતે કહી શક્યા નથી, ત્યારે આવો, જાણીએ શું કહે છે વિજ્ઞાનજગત આ મહામારીની ઉત્પત્તિ વિશે અને કેવા દાવા થઈ રહ્યા છે તેના ભવિષ્ય વિશે.
 

આવું આવું કહેવાયું!

 
કોરોના વાઈરસને લઈ જેટલાં મોઢાં તેટલી વાતો થઈ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વાઈરસ ચીનના વેટ માર્કેટમાંથી આવ્યો છે. ચીનમાં અનેક જંગલી જાનવરોનો ઉપયોગ ભોજન અને દવા માટે કરવામાં આવે છે. કોરોના વાઈરસ ત્યાંથી જ માણસોમાં આવ્યો છે. શરૂ શરૂમાં આ વાઈરસ માટે ચામાચીડિયાને જવાબદાર ગણવામાં આવ્યું હતું અને દલીલ અપાઈ હતી કે, ચીનના વુહાન શહેરમાં જાનવરોના બજારમાંથી આ વાઈરસ સ્થાનિક લોકોમાં ફેલાયો ત્યાર બાદ તે સમગ્ર વિશ્વમાં પહોંચ્યો.
 
ત્યાર બાદ કહેવાયું કે, માણસોમાં આ વાઈરસ પેંગોલિન (કીડીખાઉ) થકી આવ્યો છે અને તેના પર સંશોધન પણ થયું અને દાવો કરવામાં આવ્યો કે પેંગોલિનમાં એવા વાઈરસ મળ્યા છે, જે કોરોના વાઈરસ સાથે બંધ બેસે છે. પરંતુ આ સંશોધન પણ હજી પ્રારંભિક ચરણમાં જ છે. સંશોધકો મુજબ આ બીમારીનું પગેરું મેળવવા પેંગોલિન પર વિશેષ નજર રાખવાની જરૂર છે, જેથી કોરોના વાઈરસથી છુટકારો મેળવવા તેની ભૂમિકા અને ભવિષ્યમાં માણસોમાં આ વાઈરસના સંક્રમણનો કેટલો ભય છે તે વાતનો અંદાજ લગાવી શકાય.
 
જા કે કેટલાક લોકો હજુ પણ આ વાઈરસને ચીનની શોધ ગણાવી રહ્યા છે અને વિશ્વ પર ચીનનો જૈવિક હુમલો પણ ગણાવી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ અનેક વખત કોરોનાને ચીની વાઈરસ અને વુહાન વાઈરસ તરીકે સંબોધ્યો છે.
 
આ કોન્સપિરેસી-થિયરી હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. એક તરફ જ્યારે વિશ્વના મોટાભાગના દેશો લોકડાઉનથી ઠપ્પ થઈ ગયા છે, ત્યારે બીજી તરફ બે મહિનાથી અલગ-થલગ પડેલું વુહાન ફરી પાછું ધમધમવા માંડ્યું છે. અચાનક ત્યાં કોરોનાના કેસો આવવાના બંધ થઈ ચૂક્યા છે. પરિણામે વિશ્વ આખામાં ચીનની મનશા પર સવાલ ઊઠી રહ્યા છે.
 
જા કે આ કોન્સપિરેસી થિયરીને પણ પડકારાઈ છે. કેલિફોર્નિયામાં જેનેટિક સિકવેંસને લઈને થયેલા એક સંશોધનમાં આ વાતની શક્યતાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસ પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો હોય તે વાતમાં દમ નથી. આ સંશોધન બાદ ચીન પર જે ષડયંત્રના આરોપ લાગેલા છે તેને પરોક્ષ રીતે પડકાર મળ્યો છે.
 

coronavirus_1   
 

આ વાઈરસ જાનવરો મારફતે જ માનવશરીરમાં આવ્યો છે?

 
કોરોના વાઈરસને લઈ એક વાત તો સ્પષ્ટ છે કે તે એક ક્રમિક વિકાસનું પરિણામ છે અને એ તર્ક જ વધુ સ્વીકાર્ય છે કે આ વાઈરસ જાનવરો મારફતે જ માનવશરીરમાં આવ્યો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો તર્ક આપી રહ્યા છે કે કોઈ સંક્રમિત જાનવર માણસના સંપર્કમાં આવ્યું હશે અને માણસમાં આ વાઈરસ પ્રવેશી ગયો હશે ત્યાર બાદ ચીનના વાઇલ્ડ લાઇફ માર્કેટના કામગારોમાં આ વાઈરસ ફેલાયો અને અહીંથી જ વૈશ્વિક સંક્રમણ શરૂ થયું. વૈજ્ઞાનિકો આ વાતને સાબિત કરવામાં લાગ્યા છે કે કોરોના વાઈરસ જાનવરો મારફતે જ માણસોમાં ફેલાયો છે. ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડનના પ્રોફેસર એડ્યુ કનિંગમ પણ આ જ વાત કરી રહ્યા છે.
 
પાછલાં ૫૦ વર્ષોના આંકડા પર નજર કરીએ તો જાનવરોમાંથી માનવમાં ફેલાતી મહામારીની ઘટનાઓ વધી છે. ૧૯૮૦માં મોટા વનમાનુષો મારફતે માનવોમાં એચઆઈવી (એઈડ્‌સ) ફેલાયો, ૨૦૦૪-૦૭ દરમિયાન પક્ષીઓ મારફતે બર્ડ ફ્લૂ અને ત્યાર બાદ ૨૦૦૯માં સૂવરો દ્વારા સ્વાઇન ફ્લુ ફેલાયો.
 
થોડાં વર્ષો પહેલા સાર્સ વાઈરસ પણ સૌથી ખતરનાક સંક્રમણ બનીને વિશ્વને ડરાવી ચૂક્યો છે. સિલિયર અકજૂટ રેસ્પાઇરેટરી સિંડ્રોમ એટલે કે, સાર્સ ચામાચીડિયા મારફતે ફેલાયું છે. ચામાચીડિયાની વાત આવે ત્યારે ઇબોલા મહામારી પણ જરૂરથી યાદ આવી જાય, કારણ કે આ વાઈરસ પણ ચામાચીડિયા મારફતે જ ફેલાયો હતો. આમ જાનવરો મારફતે માનવોમાં સંક્રમણ ફેલાવવાની વાત નવી નથી. છેલ્લા દાયકામાં જેટલા પણ વાઈરસ ફેલાયા છે તે તમામ વન્ય જીવો મારફતે જ ફેલાયા છે.
પર્યાવરણમાં આવી રહેલ ઝડપી ફેરફાર પણ આ પ્રકારનાં સંક્રમણો ફેલાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. રોજના શહેરીકરણ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો આ પ્રકારના વાઈરસોને વૈશ્વિક બનાવી રહ્યા છે.
 

coronavirus_1   

એક પ્રજાતિની બીમારી અન્ય પ્રજાતિમાં કેવી રીતે પહોંચે છે

 
મોટાભાગનાં જાનવરોમાં રોગાણુઓની એક કડી હોય છે. તેમના શરીરમાં રહેલા વાઈરસ અને બેક્ટેરિયા બીમારીઓનું કારણ બને છે. આ રોગાણુઓના ક્રમિક વિકાસ અને જીવિત રહેવાની ક્ષમતા તેના નવા વાહક (હેસ્ટ) એટલે કે જાનવરોમાંથી આ વાઈરસ જે અન્ય જીવધારીમાં જાય છે તેના પર આધાર રાખે છે. એકમાંથી બીજામાં વાઈરસનું જવું એ ક્રમિક વિકાસની એક રીત છે.
 
જ્યારે આ રોગાણુ કોઈ નવા વાહકના શરીરમાં પ્રવેશે છે ત્યારે તે વાહકની રોગપ્રતિકારક ક્ષમતા કે પ્રણાલી તેને મારીને બહાર કરવાની કોશિશ કરે છે. એટલે કે એક રોગાણુના શરીરમાં પ્રવેશની સાથે જ શરીરમાં એક ઇવોલ્યુશનરી ગેમ શરૂ થઈ જાય છે. આ રમતમાં વાહક અને વાઈરસ વચ્ચે એકબીજા પર હાવી થઈ જવાનો જંગ જામે છે.
 
દા.ત. ૨૦૦૩માં સાર્સ મહામારી ફેલાઈ ત્યારે સંક્રમિત થયેલા ૧૦ ટકા લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. તેની સામે પરંપરાગત ફ્લુથી ૦.૧ ટકાથી પણ ઓછા સંક્રમિતોનાં મૃત્યુ થયાં હતાં.
 

સૌથી વધુ ભય કોને ?

 
જ્યારે કોઈ વાઈરસ (રોગાણુ) નવા શરીરમાં પ્રવેશે છે ત્યારે તે ખૂબ જ વધુ ઘાતક બની જાય છે. આ જ કારણે કોઈ બીમારી શરૂઆતમાં ખૂબ જ ઘાતક હોય છે. કોરોના વાઈરસને લઈને પણ આવી જ પરિÂસ્થતિ પ્રવર્તી રહી છે. પહેલાં ચીન, ત્યાર બાદ ઈરાન, ઇટલી અને હાલ અમેરિકામાં આ વાઈરસ ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે વિશ્વ આખું આ વાઈરસનો તોડ શોધવામાં લાગ્યું છે.
 

રસી કે દવા બનતાં કેટલો સમય લાગશે ?

 
એક તરફ કોરોના વાઈરસ વિશ્વભરમાં ત્રાહિમામ્‌ વર્તાવી રહ્યો છે ત્યારે એ સવાલ સતત ઊઠી રહ્યો છે કે કોરોના વાઈરસથી બચાવવા માટેની રસી કે દવા બનતાં હજુ કેટલી વાર લાગશે ? વિશ્વભરમાં આના પર રિસર્ચ ચાલી રહ્યું છે. જુદા જુદા દેશોમાં વેક્સીન (દવા) બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક વેક્સીનનો માણસ પર પ્રયોગ પણ શરૂ થઈ ગયો છે, જ્યારે અન્ય વેકસીનનો જાનવરો પર પ્રયોગ થઈ રહૃો છે. જા કે વૈજ્ઞાનિકો મુજબ કોરોનાની વેક્સીન આવતાં હજુ એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. જા વૈજ્ઞાનિકો આ વર્ષે વેક્સીન કે રસી બનાવવામાં સફળ રહ્યા તો પણ મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરવામાં સમય લાગશે.
 

coronavirus_1   
 
બ્રિટન ઈસ્ટ લંડનમાં એક ક્વોરન્ટાઈન કેન્દ્રમાં સેવા આપી રહેલા મુખ્ય વૈજ્ઞાનિક એડ્યુ કેરાપોલ મુજબ અમે સ્વસ્થ વ્યક્તિને પહેલાં કોરોનાથી સંક્રમિત કરીશું, ત્યાર બાદ તેને ફરીથી સાજા કરીશું. આને નિયંત્રિત માનવીય સંકટ મોડલ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી વાઈરસ અંગે વૈજ્ઞાનિકો ઊંડાણપૂર્વક સમજી શકશે. અને આના માટે જેના પર પરીક્ષણ થવાનું છે તેને સાડા ત્રણ હજાર ડાpલર આપવામાં આવશે અને તેને બે અઠવાડિયાં સુધી એક રૂમમાં રહેવું પડશે.
 
અહીં એ જણાવી દઈએ કે આ વ્યક્તિને કોવિડ-૧૯થી સંક્રમિત કરવામાં નહીં આવે બલ્કે આનાથી ઘણા જ કમજાર એવા વાઈરસથી સંક્રમિત કરવામાં આવશે. વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે, આ પ્રયોગથી કોરોના અંગે ખૂબ જ મહત્વની જાણકારી મળી શકશે.
 
ડૉક્ટરો મુજબ આનાથી એન્ટિ વાઈરલ દવાઓ અને વેક્સીન તૈયાર કરવાની ગતિને ઝડપી બનાવવામાં મદદ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રક્રિયાથી ખૂબ જ જલદી સમજાઈ જાય છે કે આ વેક્સીન ખરેખર લાભકારી થઈ શકશે કે નહીં.
હાલ વેક્સીન જ કોરોનાને કારણે પેદા થયેલા સંકટનું એક માત્ર સમાધાન જણાઈ રહ્યું છે, જેના સંશોધને વિશ્વભરના વૈજ્ઞાનિકોને એક કરી દીધા છે. ઇમ્પીરિયલ કોલેજમાં સંક્રમણ રોગ વિભાગના જાન ટ્રેગોનિગ કહે છે કે વેક્સીન બનાવવાની આ સ્પર્ધા એકબીજા સાથે નહીં, કોરોના વાઈરસ સાથે છે. નવી વેક્સીન બનાવવા માટે મોટા પ્રમાણમાં કોશિશ ચાલુ છે.
 
વિલ્ટશરના એક રિસર્ચ સેન્ટરમાં આ જ અઠવાડિયે જાનવરો પર વેક્સીનનું પરીક્ષણ થવાનું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં માણસો પર શરૂઆતી પરીક્ષણ પણ આગલા મહિને શરૂ થઈ શકે છે. આ એક એવો પડકાર છે જેના પર વિશ્વના કરોડો લોકોની જિંદગી નિર્ભર છે.
 

અમેરિકામાં વેક્સીનનું પરીક્ષણ

 
અમેરિકામાં પણ કોરોના વાઈરસથી બચાવનાર વેક્સીનના માનવ પરીક્ષણની શરૂઆત થઈ ચૂકી છે. સમાચાર એજન્સી એ.પી. મુજબ વોશિંગ્ટનમાં સિએટલની કાઈઝર પરમાનેટ રિસર્ચ ફેસિલિટીમાં ચાર દર્દીઓને આ વેક્સીન આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોના દાવા મુજબ આ વેક્સીન કોવિડ-૧૯ વાઈરસ સામે સુરક્ષા-કવચ છે, પરંતુ વિશેષજ્ઞો મુજબ હાલ આ વેક્સીન સફળ થઈ શકે છે કે નહીં તે નક્કી કરવામાં હજુ મહિનાઓ લાગી શકે છે. સામાન્ય સંજાગોમાં કોઈ પણ વેક્સીનનું સૌ પ્રથમ પરીક્ષણ જાનવરો પર કરવામાં આવે છે, પરંતુ આ વખતે તેનું સીધેસીધું માનવીય પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ મોડેર્ના પેરેપટિકસ નામની બાયોટેકનોલોજી કંપની કહે છે કે આ વેક્સીનને ટ્રાયડ અને ટેસ્ટેડ પ્રક્રિયા અંતર્ગત તૈયાર કરવામાં આવી છે.
 

coronavirus_1   
 

શું આ વેક્સીન તમામ લોકોને બચાવી શકશે ?

 
બિલકુલ, પરંતુ આ વેક્સીન વૃદ્ધ લોકો માટે ઓછી પ્રભાવી સાબિત થઈ શકે છે અને આમાં વેક્સીનનો વાંક નથી, કારણ કે વૃદ્ધ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા કમજાર હોય છે. તેથી આ વેક્સીન વૃદ્ધો માટે વધારે પ્રભાવશાળી સાબિત થઈ શકશે નહીં.
આ વેક્સીનની આડઅસર થઈ શકે છે ?
 
સામાન્ય રીતે દર્દશામક દવા સહિત તમામ દવાઓની આડઅસરો થાય છે જ, પરંતુ ક્લિનિકલ ટ્રાયલ વગર એ વાત ચોક્કસથી કહી ન શકાય કે એક્સપેરિમેન્ટલ વેક્સીનની આડઅસર થશે કે નહીં અને થશે તો કેવી થશે.
 

વેક્સીન કેવી રીતે મળશે ?

 
જા વેક્સીન બની જાય છે છતાં પણ શરૂઆતમાં તો તેની સપ્લાય મર્યાદિત જ હશે. પ્રાથમિકતા કોને આપવી એ અહીં ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે ત્યારે જે સ્વાસ્થ્યકર્મી કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવી ગયા છે તે આ યાદીમાં સૌથી ઉપર હશે.
 

coronavirus_1   
 
આ વાઈરસનો સૌથી વધુ ભોગ વૃદ્ધ લોકો બની રહ્યા છે, માટે દવા તેમના એ જ ગ્રુપમાં અસરદાર સાબિત થશે તો તેમને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત વિશ્વભરના વૈજ્ઞાનિક ડૉક્ટર્સ હાલ મોજૂદ એન્ટિવાઈરસ દવાઓનું ટેસ્ટિંગ કરી એની તપાસ કરવામાં લાગેલા છે કે તે દવાઓ કોરોના વાઈરસ વિરુદ્ધ કેટલી અસરકારક છે. પ્રભાવિત દેશોની હોસ્પિટલમાં આના ટ્રાયલ પણ ચાલી રહ્યા છે, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક ડૉક્ટર મુજબ હાલ remdesivir નામનું એક ડ્રગ્સ જ કોરોના સામે અસરકારક સાબિત થઈ શકવાની શક્યતા દેખાઈ રહી છે. આ ડ્રગ્ને ઈબોલાના ડ્રગ રૂપે વિકસિત કરવામાં આવ્યું હતું, પરંતુ એવું ધ્યાનમાં આવ્યું છે કે આનાથી અન્ય અનેક વાઈરસોનો ઉપચાર થઈ શકે છે. જા કે અમે આજે પણ તેનાં પરિણામોની રાહ જાઈ રહ્યા છીએ. વૈજ્ઞાનિકો-ડૉક્ટરો એચઆઈવી ડ્રગ (Lopinavir and ritonavir) પણ કોરોના સામે અસરદાયક સાબિત થઈ શકવાની આશા લગાવી રહ્યા છે, પરંતુ હાલના તેનું ટ્રાયલ કોઈ ખાસ પરિણામો બતાવી શક્યું નથી. કોવિડ-૧૯ના ગંભીર દર્દીઓ પર તેની કોઈ જ અસર થતી નથી. આ સિવાય જૂના અને ઓછી કિંમતના એન્ટી મલેરિયા ડ્રગ Chloroquine પણ આશાનું કિરણ બન્યું છે. લેબમાં થયેલા પરીક્ષણનાં પરિણામોમાં સામે આવ્યું છે કે આ વાઈરસ સામે કારગર સાબિત થઈ શકે છે, પરંતુ સંક્રમિત લોકો પર તેની કેટલી અસર પડશે તેનાં પરિણામોની હજુ રાહ જાવાઈ રહી છે. અમેરિકા સહિત અનેક દેશોમાં આના પર ટ્રાયલ ચાલી રહ્યું છે.
 

ઓસ્ટ્રેલિયા - સંભવિત વેક્સીનનું પરીક્ષણ

 
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પણ કોરોના વાઈરસની સંભવિત વેક્સીનને લઈ ટેસ્ટ (પરીક્ષણ) શરૂ કરી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અમેરિકન કંપની ઇનોવિઓ ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવાયેલ વેક્સીનનું પ્રાણીઓ પર સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. જા આ વેક્સીનનું પરીક્ષણ માણસો પર સફળ રહ્યું તો ઓસ્ટ્રેલિયાની સાથ એજન્સી તેનું આગળ મૂલ્યાંકન કરશે. ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ સોયોટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીએસઆઈઆરઓ) મુજબ આ પરીક્ષણ પહેલું સમગ્ર રીતે પ્રાણીઓ પર કરાયેલ પ્રી ક્લિનિક ટ્રાયલ હશે.
 
સીએસઆઈઆરઓના ડૉક્ટર શેબ ગ્રેનફેલના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આ સ્થાન સુધી પહોંચવામાં એકથી બે વર્ષનો સમય લાગી જાય છે, પરંતુ અમે માત્ર બે જ મહિનામાં આ સ્ટેજ પર પહોંચી ગયા છીએ.
 

coronavirus_1   
 

કેવી રીતે કામ કરે છે આ વેક્સિન?

 
સીએસસાઈઆરઓની ટીમે આ વેક્સીનનો નોળિયાની પ્રજાતિમાં એક જાનવર પર પ્રયોગ કર્યો છે, કારણ કે આ જાનવરમાં પણ માણસોની જેમ જ કોરોના વાઈરસનાં લક્ષણો મળી આવ્યાં હતાં.. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો મુજબ જાનવરો પર થઈ રહેલા પરીક્ષણનાં પરિણામો માટે આપણે હજુ જૂન મહિના સુધી રાહ જાવી પડશે. જા પરિણામ ધાર્યા મુજબનાં મળશે તો વેક્સીનને ક્લિનિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવશે, ત્યારબાદ બજારમાં આવવાની પ્રક્રિયા શરૂ થશે.
 

ભારતીય વૈજ્ઞાનિકો પણ આ મામલે પાછળ નથી

 
ભારતમાં પણ કોરોના વાઈરસને હરાવવા માટે વૈજ્ઞાનિકો યુદ્ધસ્તરે કાર્ય કરી રહ્યા છે. કેન્દ્રીય વૈજ્ઞાનિક ઉપકરણ સંગઠન (CSIO) ના વૈજ્ઞાનિકોએ ખાસ ઇલેક્ટ્રોસ્ફટિક ડિસઇન્ફેક્શન મશીન બનાવ્યું છે, જે કોરોના સામે લડાઈ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મશીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે આ તકનિકને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ને આપવામાં આવ્યું છે. આ મશીનની વિશેષતા એ છે કે તે અત્યંત નાના દ્રવ્ય કણોનો છંટકાવ કરી શકે છે, પરિણામે સંક્રમણ ફેલાવનારા નાનામાં નાના વાઈરસ કે બેક્ટેરિયાના પડને તોડી શકાય છે. આ મશીન થકી ૨૦-૨૦ માઈક્રોન આકારના અતિ સૂક્ષ્મ દ્રવ્યકણોનો છંટકાવ કરી શકાય છે. બજારમાં આ ક્ષમતાનું મશીન હજુ સુધી મોજૂદ નથી.
 

કોવિડ-૨૦૧૯ નામ કેમ પડ્યું ?

 
૨૦૦૨-૦૪નાં વર્ષોમાં વાઈરસથી પ્રસરેલા સાર્સ (SARS – Severe Acute Respiratory Syndrome) નામના રોગે ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. આ રોગથી સંક્રમિત વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી અને તે તરફડીને મૃત્યુ પામતો. વાઈરસથી પ્રસરતા આ પ્રકારના રોગોના નિષ્ણાત ડાક્ટર્સ પણ જ્યારે એ રોગને ભૂલવા માંડ્યા હતા તેવામાં જ સાર્સના મોટા ભાઈ ગણી શકાય તેવા કોવિડ-૧૯ (COVID-19 CORONA VIRUS DISEASE 2019) રોગે આજે સમગ્ર વિશ્વની માનવજાતને ભરડામાં લીધી છે. એક દુઃખદ યોગાનુયોગ એ છે કે સાર્સની જેમ જ કોવિડ-૧૯નું જન્મસ્થાન પણ બધા જ પ્રકારના જીવજંતુઓનું ભક્ષણ કરનારો દેશ ચીન જ છે. સદ્‌ભાગ્યે સાર્સ ગણ્યાંગાંઠ્યા દેશોમાં જ પ્રસર્યો હતો પરંતુ કોરોના નામના વિષાણુ - વાઈરસથી પ્રસરતા કોવિડ-૧૯ રોગે તો વિશ્વના છ ખંડોમાં હાહાકાર મચાવ્યો છે અને વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ચીનના વુહાન પ્રાંતમાં કોવિડ-૧૯ રોગથી સૌ પ્રથમ મૃત્યુ વર્ષ ૨૦૧૯માં થયું હોવાથી આ રોગને કોવિડ-૧૯ કહેવામાં આવે છે.
 

coronavirus_1   
 

આ રોગ સંપૂર્ણપણે નવો હોવાથી તેની અધિકૃત ઔષધિ કે રસી હજુ શોધાયા નથી

 
સાર્સ વાઈરસને મળતો આવતો કોરોના વાઈરસ અનેક દંડીઓ ધરાવતા દડા કે મુગુટનો આકાર ધરાવે છે. આ દંડીઓ પ્રોટીનની બનેલી હોય છે અને આ વિષાણુના પ્રસાર, વિકાસ અને સંક્રમણમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. આ રોગ સંપૂર્ણપણે નવો હોવાથી તેની અધિકૃત ઔષધિ કે રસી આજ પર્યંત શોધાયાં નથી. પરંતુ રોગીઓના અભ્યાસ દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે આ રોગ ત્રણ તબક્કા ધરાવે છે. આરંભિક તબક્કામાં સામાન્ય ન્યુમોનીયાના લક્ષણો જોવા મળે છે. બીજા તબક્કામાં રુગ્ણના રક્તમાં પ્રાણવાયુનું પ્રમાણ ઘટવા લાગે છે. ત્રીજા અને ગંભીર તબક્કામાં રુગ્ણની શ્વાસનળીમાં ભયંકર સોજો આવે છે તેથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને તેનાં વિવિધ અંગો કામ કરવાનું બંધ કરવા લાગે છે અને પરિણામે રુગ્ણનું મૃત્યુ થાય છે. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વ્યક્તિમાં રોગ મોટે ભાગે બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો હોય છે.
 

કોરોના સંક્રમિત વ્યક્તિની છીંક ઉધરસ કે થૂંકથી થતાં સંક્રમણથી સ્વયંની રક્ષા કરવા

 
અત્યાર સુધી થયેલા આ રોગના અભ્યાસ ઉપરથી એ સ્પષ્ટ થયું છે કે જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય અથવા તે બોલતો હોય કે થૂંકે ત્યારે તેના મ્હોંમાંથી બહાર ફેંકાતા પાણીના કણો દ્વારા આ વિષાણુનું અન્ય વ્યક્તિમાં સંક્રમણ થાય છે. સંભવતઃ આથી જ તબલીગી જમાતીઓ કોરોના સામે યુદ્ધ કરી રહેલા ભારતના યોદ્ધાઓ ઉપર થૂંકતા હોય છે. આવા સેંકડો માનવબોમ્બ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ગુનો નોંધીને સરકારે સર્વોત્તમ માનવસેવા કરી છે. કોરોના સંક્રમિત વ્યક્તિની છીંક ઉધરસ કે થૂંકથી થતાં સંક્રમણથી સ્વયંની રક્ષા કરવા માટે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણને સૌને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાનું અને મ્હોં ઉપર માસ્ક પહેરવાનું કહ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિની છીંક ઉધરસ કે થૂંકથી સંસર્ગમાં આવેલા બધા લોકોમાં કોવિડનાં લક્ષણો ૧૪ દિવસમાં દેખાય જ તેવું આવશ્યક નથી. ઘણા સંક્રમિત વ્યક્તિઓમાં કોવિડનાં લક્ષણો સુષુપ્ત અવસ્થામાં રહે છે. આવા રુગ્ણોને Asymptomatic patient કહેવામાં આવે છે. ટૂંકમાં, કોરોના વિષાણુને સંક્રમણની તક ન મળે તો તે સ્વયં નાશ પામે છે. ભારતમાં કોરોના વિષાણુના સંક્રમણચક્રને તોડી પાડવા માટે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ સપ્તાહના લાકડાઉનો અસરકારક ડોઝ આપણને આપ્યો છે.
 

coronavirus_1   
 
કોરોના વિશ્વના તમામ વૈજ્ઞાનિકો માટે ખૂબ મોટો પડકાર છે. પરંતુ આપણને સૌને તેમની સક્ષમતા પર પણ એટલો જ મોટો ભરોસો છે. આશા રાખીએ કે વિશ્વના બધા જ દેશોનાં વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો સાથે મળીને ઝડપથી કોરોનાની દવા શોધી નાંખે અને વિશ્વને આ મહામારીનાં સંકંટમાંથી ઉગારે.