કવરસ્ટોરી । મળો ભારતના રીયલ વોરિયર્સને । વાત કેટલાક ભારતના રિયલ હિરોઝની...

    ૨૩-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

corona warriors_1 &n
 
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર દિન-પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે. ત્યારે ઐતિહાસિક કટોકટીના આ સમયમાં સરકારી અધિકારી અને કર્મચારીઓ પોતાના જીવના જાખમે પ્રજા અને દેશની સેવામાં ખડે પગે રહી કોરોના વોરિયર બની પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે વાત એવા જ કેટલાક ભારતના રિયલ હિરોઝની...
 

૨૦ દિવસના ગાળામાં જ પિતા-દાદાનું મોત છતાં નોકરી પર ખડે પગે

 
રાજકોટના થોરાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી. એમ. હાડિયાની ફરજ નિષ્ઠાને હાલ સૌ કોઈ સલામો ભરી રહ્યા છે. જી. એસ. હાડિયાએ ૨૦ દિવસના સમયગાળા દરમિયાન પોતાના પિતા અને દાદા બન્નેને ગુમાવ્યા હતા. આટલા ટૂંકા ગાળામાં ઘરમાં બે-બે મરણ થતાં હાડિયા પરિવારને સૌથી વધુ જરૂર જી. એમ. હાડિયાની હતી, પરંતુ આ અંત્યક ભાવુક સમયમાં પણ તેઓએ પોતાના પરિવાર કરતાં ફરજ નિષ્ઠાને મહ¥વ આપ્યું. દેશને સમાજને મારી જરૂર છે. પરિવારને લાકડાઉનની જવાબદારી સંભાળી રહ્યા છે.
 

corona warriors_1 &n 
 

માત્ર એક મહિનાના દીકરાને ઘરે મૂકી પોતાની ફરજ નિભાવી રહ્યાં છે

 
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમાં મ્યુનિસિપલ કમિશનર સૃજતાએ હજુ એક મહિના પહેલાં એક દીકરાને જન્મ આપ્યો હતો અને તેના થોડા દિવસો બાદ જ સમગ્ર દેશમાં લાકડાઉન શરૂ થઈ ગયું હતું. આવા સમયે એક મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનરની કેટલી જરૂર હોય ? સૃજતાએ પોતાની જવાબદારી સમજી અને પોતાની ફરજને મહત્વ આપ્યું અને કાર્યાલય જવાનો નિર્ધાર કર્યો. આજે પણ તેઓ પોતાના વ્હાલસોયા દીકરાને પતિ અને સાસુ પાસે છોડી રોજ નોકરી પર જઈ રહૃાં છે.
 
તેઓ કહે છે કે મારા દીકરાને આજે મારી જરૂર છે, પરંતુ મારા શહેરને પણ મારી એટલી જરૂરિયાત છે. ક્યારેક ક્યારેક મારા પુત્ર સાથે કાર્યાલયમાં આવું છું. આ સંકટના સમયમાં દરેક દેશવાસીએ કુટુંબ કરતાં દેશને જ પ્રાથમિકતા આપવી જાઈએ.
 

corona warriors_1 &n 
 

ડ્યુટી જાઈન કરવા ૪૫૦ કિ.મી. પગપાળા ચાલ્યો

 
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહેતા આનંદ પાંડે મધ્યપ્રદેશની પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે સેવા બજાવે છે. હાલ તેઓ જબલપુરના ઓમની થાનામાં ડ્યુટી (ફરજ) પર છે. ૨૦ ફેબ્રુઆરીના રોજ તેઓ રજા લઈ પત્નીના ઇલાજ માટે ઉત્તર પ્રદેશ સ્થિત તેઓના ગામડે ગયા હતા, પરંતુ આ દરમિયાન દેશમાં લાકડાઉનની જાહેરાત થઈ ગઈ. એક તરફ આનંદી રજાઓ પૂરી થઈ ગઈ હતી.
 
તેઓને ડ્યુટી પર જવાનું હતું અને વાહન-વ્યવહાર ઠપ્પ હતો, પરંતુ તેઓ હાર માન્ય વગર જ ૩૦ માર્ચના રોજ કાનપુરથી જબલપુર પગપાળા જ ચાલી નીકળ્યા. રસ્તામાં જ્યાં લિફ્ટ મળતી ત્યાં બેસી જતા અને પછી પાછા પગપાળા ચાલવાનું શરૂ કરી દેતા. તેઓને જબલપુર પહોંચા ત્રણ દિવસ લાગ્યા. તેઓના આ સાહસની વાત જ્યારે ઉપરી અધિકારીઓને થઈ તો તેઓ આનંદ પાંડે અને તેમની ફરજનિષ્ઠા પર ઓવારી ગયા હતા.
 

corona warriors_1 &n 

આ આઈપીએસ અધિકારીનો નંબર બની ગયો હેલ્પલાઇન અને પછી...

 
લાકડાઉન દરમિયાન કર્ણાટકના વરિષ્ઠ આઈપીએસ અધિકારી સીમાંતકુમાર સિંહનો વ્યક્તિગત ફોન નંબર સોશિયલ મીડિયામાં લીક થઈ ગયો. હવે કર્ણાટક અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા સેંકડો પ્રવાસી મજૂરો માટે આ નંબર જાણે કે હેલ્પલાઈન બની ગયો છે. ફસાયેલા સેંકડો મજૂરો તેમની પાસે ભોજન સહિતની સુવિધાઓ માંગી રહ્યા છે. મજાની વાત એ છે કે, ફોન કરનારા લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે તેઓ જેમની પાસે મદદ માંગી રહ્યા છે તે આટલો મોટો અધિકારી છે. સીમાંત કુમાર કહે છે કે શરૂઆતમાં જ્યારે મારા પર સતત મદદ માટે કોલ આવતા ત્યારે મને ગુસ્સો આવ્યો હતો, પરંતુ કોઈને મજબૂરીમાં મદદ કરવી એ પણ પોલીસનો ધર્મ જ છે માટે હું જે તે વિસ્તારના અધિકારીઓ, પોલીસ સ્ટેશનો, એનજીઓ અને સામાજિક સંગઠનોની મદદથી તમામને સહાયતા પૂરી પાડવાની કોશિશ કરું છું.
 

corona warriors_1 &n 
 

રજ પહેલાં - પરિવાર પછી

 
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર આર. જી. દેસાઈ જ્યારથી આ વિસ્તારને કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી ઘરે નથી ગયા. તેઓ મૂળ ઉત્તર ગુજરાતના મહેસાણાના વતની છે અને હાલ પોતાના પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તે કહે છે કે હાલ હું એવા વિસ્તારમાં છું જે કલ્સ્ટર ક્વોરન્ટાઈન છે માટે હું ઘરે જઈ મારા પરિવાર અને અન્ય પડોશી માટે મુશ્કેલી સર્જવા માંગતો નથી. ઇન્સ્પેક્ટર દેસાઈની દીકરી જ્યારે વીડિયો કોલ કરી રડતાં રડતાં ઘરે આવવાની જીદ કરે છે ત્યારે તેઓ કહે છે કે, બેટા, ફરજ પહેલાં અને પરિવાર પછી.
 

corona warriors_1 &n 
 

પાર્કિન્સનની બીમારી હોવા છતાં લોકો માટે માસ્ક બનાવે છે આ તબીબ

 
વ્યક્તિમાં જો સેવા કરવાનો જુસ્સો હોય તો ગમે તેવી મુશ્કેલી પણ તેને રોકી શકતી નથી. ૬૬ વર્ષના ડૉ. પ્રકાશ સોલંકી આનું ઉદાહરણ છે. કોરોના વાઈરસથી સમગ્ર ગુજરાત ત્રાહિ ત્રાહિ છે ત્યારે આ તબીબ પાર્કિન્સન એટલે કે હાથનાં અંગોના હલન-ચલનમાં મુશ્કેલીની બીમારીથી પીડાતા હોવા છતાં તેઓ રોજ રાજકોટમાં પોતાના ઘરે માસ્ક બનાવે છે અને નજીકના લોકોમા તેનું વિતરણ કરે છે. જ્યારથી લાકડાઉન જાહેર થયું ત્યારથી તેઓ રોજ આ રીતે માસ્ક બનાવી લોકોમાં વિતરણ કરે છે. ડૉ. સોલંકી ચાર વર્ષ પહેલાં નિવૃત્ત થઈ પોતાની પત્ની સાથે હાલ ઘરે જ રહે છે. તેઓ કહે છે કે, મારા સમગ્ર શરીરમાં ધ્રુજારી વધી ન જાય અને કામ કરવું મુશ્કેલ ન બને.
 

corona warriors_1 &n 
 

તડકામાં તપે છે, ભોજન જાતે બનાવે છે છતાં ફરજ ચૂકતા નથી

 
લાકડાઉન દરમિયાન આપણા પોલીસ જવાનો ખડે પગે રહીને લોકસેવાના કાર્યો કરી રહ્યા છે. ૧૨-૧૨ કલાકની ફરજ નિભાવ્યા બાદ પણ ક્યારેક ક્યારેક પોલીસકર્મીઓને ગરીબ લોકોને ભોજન પહોંચાડવામાં તેમને ફૂડ પેકેટ વહેંચવા જવું પડે છે ત્યારે કેટલાક પોલીસ જવાનો પોતાના ઘરે જમવા પણ જઈ શકતા નથી.
 
રાજકોટ, અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ આવેલી છે. કોરાનાને લીધે વ્યસ્તતા એટલી બધી છે કે તેઓ ઘરનું ભોજન પણ લઈ શકતા નથી અને તેઓને જાતે જ ભોજન બનાવવું પડી રહ્યું છે. ૨૫ જવાનોના સ્ટાફમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસઆરપી જવાન, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. આગ ઝરતા તડકામાં પણ આ આખો સ્ટાફ ભોજન જાતે જ બનાવી લે છે અને વૃક્ષોના છાંયડે બેસી ભોજન કરી પોતાની ડ્યુટી પર લાગી જાય છે. કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર પોતાની ફરજ પ્રત્યે કર્મનિષ્ઠ પોલીસકર્મીની કામગીરી અંગે સાંભળી સૌ કોઈ તેઓને સલામ કરી રહ્યા છે.
 

corona warriors_1 &n 

ઈજાગ્રસ્ત મહિલા પોલીસકર્મી પાટાપિંડી સાથે ફરજ નિભાવી રહૃાં છે

 
વડોદરાના રાવપુરા પોલીસ મથકનાં મહિલા પોલીસ જ્યોતિબેન પરીખની કર્તવ્યનિષ્ઠા પણ કોઈનાથી ઊતરતી નથી. જ્યોતિબેન તાજેતરમાં જ એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને સારવાર દરમિયાન તબીબોએ તેઓને સંપૂર્ણ આરામની સલાહ આપી છે, પરંતુ જ્યોતિબહેન કહે છે કે, મારો દેશ સંકટમાં છે તો હું આરામ કરું એ શક્ય નથી. તેઓ પાટાપિંડી સાથે જ મહામારીના આ સમયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખડે પગે રહે છે. તેઓની ફરજ પ્રત્યેની આ તત્પરતાએ તેમના સ્ટાફના સૌને કામણ કરી દીધાં છે.
 

corona warriors_1 &n 
 

હાર્ટએટેક પર ફરજનિષ્ઠા ભારે

 
લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વહીવટી તંત્ર પણ ખડે પગે છે. ત્યારે એક સેવા અધિકારીની વાત કે જેઓને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને હોસ્પટલમાં ચાર દિવસની સારવાર લેવી પડી છે છતાં પણ તેઓ ખુદની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજને પ્રાધાન્ય આપી ફરજ પર પોતાની કામગીરી સંભાળી રહ્યા છે.
 
બોટાદ જિલ્લાના રાણપુર ગામના ઇન્ચાર્જ મામલતદાર અલ્કેશ ભટ્ટને હાર્ટ એટેક આવતા તપાસ બાદ ૯૦% બ્લોકેજ હોવાનું જાણવા મળતાં તેમની સર્જરી કરવામાં આવી હતી અને ઓછામાં ઓછો દસ દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ આ કર્તવ્યનિષ્ઠ મામલતદારે આરામ કરવાને બદલે ફરજ પર જવાનું નક્કી કર્યું હતું.
 

corona warriors_1 &n 
 

૯ માસનો ગર્ભ છતાં કોરોનાથી લોકોને બચાવવાની નેમ

 
કોરોનાને દેશમાંથી ભગાડી મૂકવા શું સરકાર, શું તંત્ર, શું મેડિકલ જગત કે શું સફાઈકર્મીઓ તમામે રીતસરનું યુદ્ધ છેડ્યું છે. આવા જ યોદ્ધા છે સફાઈકર્મી જે ગંદકીના કારણે કોરોના વધારે ન ફેલાય તે માટે પોતાના જીવના જાખમે શહેરના રસ્તાઓની સફાઈ કરી રહ્યા છે, વાત એવા જ એક સફાઈકર્મીની જેની કામગીરી સાંભળી સૌ કોઈને તેમને સલામી આપવાનું મન થશે.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ ગણેશકૃપા સોસાયટીમાં રહેતા નયનાબેન પરમારને ૯ માસનો ગર્ભ છે, છતાં પણ તેઓ શહેરને સ્વચ્છ રાખવા રોજ ૫ કલાકથી વધારે સફાઈનું કામ કરે છે. 
 
નયનાબેન કહે છે કે આજે દેશ માટે કપરો સમય છે. એ વાત સાચી કે મારી અને મારી જ અંદરના એક જીવની ચિંતા કરવી જાઈએ, પરંતુ મારા દેશના લોકોનું બીમારીથી રક્ષણ કરવું પણ મારી જવાબદારી છે, માટે હું રસ્તા પર સફાઈ કરી મારી ફરજ નિભાવી રહી છું.
 

corona warriors_1 &n 
 

નવજાત પુત્રનું મોં પણ વ્હોટ્‌સએપ પર જાયું

 
નવસારીના જમાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૂળ મહેસાણાના સંજય સોલંકી તેમના પરિવારથી ૪૦૦ કિ.મી. દૂર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓની પત્ની ગર્ભવતી હોવા છતાં તેઓ જનતાના હિત અને કાયદાના પાલન માટે પોતાની ફરજ પર અડગ રહ્યા હતા. પત્નીએ કોરોનાના કપરા દિવસોમાં પુત્રને જન્મ આપ્યો, પરંતુ જિંદગીની આ સૌથી સુંદર ક્ષણોમાં પણ તેઓ પોતાની પત્ની સાથે ન હતા. તેઓએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું અને સમાજ પ્રત્યે નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓએ પોતાના પુત્રનું પહેલીવાર મોં પણ વ્હોટ્‌સએપ કોલ કરીને જાયું હતું.
 

corona warriors_1 &n 
 

વાત જ્યારે દેશની હોય ત્યારે પરંપરા પણ આડે આવતી નથી

 
વાત જ્યારે દેશની હોય ત્યારે પરંપરા પણ આડે આવતી નથી. આ શબ્દો છે ડૉ. અનિસા સિંહ અને ડૉ. સાહિલ મિઠાનીના. આ નવયુગલ ૨૯ માર્ચ બાદ લગ્ન કરી ઘરે પાછું આપ્યું હતું અને ૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુનું એલાન થયું ત્યાર બાદ લાકડાઉન લાગી ગયું. ત્યારે યુગલને પણ લાગ્યું કે તેઓએ ડ્યુટી પર લાગી જવું જાઈએ. પંજાબી પરંપરા મુજબ લગ્નના સવા વર્ષ સુધી કન્યા લગ્નનો ચૂડો ઉતારી શકતી નથી અને લગ્નનાં ઘરેણાં પહેરી પણ આઈસીયુમાં જવું અશુભ ગણાય છે, પરંતુ આ નવયુગલે પરિવારજનોને સમજાવ્યું કે અત્યારે દેશને અમારી જરૂર છે, માટે દેશ પહેલાં અને પરંપરા પછી. અનિસાએ લગ્નનો ચૂડો, મંગલસૂત્ર પણ ઉતારી દીધુ. હાલ આ ડૉક્ટર યુગલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો ઇલાજ કરી રહૃાં છે.
 

corona warriors_1 &n 
 

મારી દીકરીની રખેવાળી ભગવાન કરશે, હાલ દેશને અમારી જરૂર

 
રાજસ્થાનના ભીલવાડામાં એક આખા પરિવાર જ કોરોના લડવૈયાઓની ભૂમિકા અદા કરી રહૃો છે. માતા-પિતા અને એક માત્ર સાત વર્ષની બાળકી દીક્ષિતાના પિતા દિલખુશ જિલ્લા મુખ્યાલય સ્થિત મહાત્મા ગાંધી ચિકિત્સાલયમાં કંપાઉડર છે. જ્યારે માતા સરોજ સિંહ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે.
 
જ્યારથી લાકડાઉન થયું છે તે દિવસથી આ યુગલે પોતાની દીકરીને ઘરમાં રાખી બહારથી તાળું લગાવી પોતાની ફરજ પર જાય છે. આ યુગલ કહે છે કે મહામારીના આ સમયમાં દિકરીને એકલી ઘરે મૂકી જતાં ચિંતા તો જરૂર થાય છે, પરંતુ દેશને અમારી આજે જરૂર છે ત્યારે અમે અમારી ફરજથી કેવી રીતે ચૂકીએ? રહી વાત અમારી દીકરીની તો તેની રખેવાળી ભગવાન કરશે. સાત વર્ષની દીક્ષિતા પણ કહે છે કે તમે લોકોને બચાવો, મારી ચિંતા ન કરશો.
 

corona warriors_1 &n 
 
 

બાળકોના જન્મના ૧૦ દિવસ બાદ જ ડોકટર શોભનાએ ડ્‌યૂટી જોઈન કરી લીધી છે

 
કોરોનાકર્મીઓ કોરોના વાયરસને હરાવવા માટે દિવસ-રાત ડ્‌યૂટીમાં વ્યસ્ત છે. મધ્યપ્રદેશના હોશંગાબાદના એક મેડિકલફિસરની કહાણી જાણીને તમને પણ એવું થશે કે દેશના હેલ્થકર્મીઓ દિવસ-રાત કોરોના વાયરસ સામે લડી રહ્યા છે.
 

corona warriors_1 &n 
 

લગ્નના ૨૨ વર્ષ બાદ જુડવા બાળકોની માતા બનેલા આ કટરે ૧૦ દિવસમાં જ ડ્‌યૂટી જોઈન કરી લીધી.

 
હોશંગાબાદ જિલ્લાના એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કાર્યરત બીએમઓ શોભના ચૌકસે કોરોના ડ્‌યૂટીના કારણે દિવસથી પોતાના દ્યરે જઈ શકયા નથી. તેમણે તારીખ ૨૬ માર્ચના દિવસે સરોગેસીથી જુડવા બાળકોને જન્મ આપ્યો છે. તેમના બાળકો હજુ ૧૮ દિવસના જ છે. બાળકોના જન્મના ૧૦ દિવસ બાદ જ ડોકટર શોભનાએ ડ્‌યૂટી જોઈન કરી લીધી છે.
ડોકટર શોભના ચૌકસે લગ્નના ૨૨ વર્ષ બાદ માતા બન્યા છે. હવે જયારે બાળકોને તેમની જરૂર છે ત્યારે તેઓ દર્દીઓની સેવા કરવા માટે હોસ્પિટલમાં છે.
 
 
 

દંપતીએ પોતાના પુત્રને દાદા-દાદીને સોંપી ૧૦૮ની ફરજને આપી પ્રાથમિકતા 

 
૧૦૮ માં ફરજ બજાવતા ઇએમટી અલ્કાબેન તડવી અને તેમના પતિ સંજય ભાઈ તડવી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇએમટી તરીકે ફરજ બજાવે છે, પત્ની દિવસની ડ્‌યુટીમાં તો હોય ત્યારે પતિ રાત્રીની ડ્‌યુટીમાં હોય છે.ગુજરાતમાં તેમજ આખા દેશમાં કોરોનાનો કેહેર ચાલે છે ત્યારે આ દંપતીએ સંકલ્પ લીધો છે કે કોરોનાને હરાવવા માટે આપણાથી બનતા તમામ પ્રયાસ કરીશુ.તેમજ ૧૦૮ ના વારિયર્સ બની સમાજને અને નગરજનોની સ્વાસ્થ્યની સુરક્ષા માટે આપણાથી બનતું યોગદાન આપીશુ.
એ દંપતીએ પોતાના ૮ મહિનાના બાળક તેમજ પરિવારને કદાચ આવો કોઈ ચેપ ના લાગે તેના માટે પોતાના આઠ મહિનાના બાળકને તેના દાદા દાદીના હવાલે કરી દીધું.
 

corona warriors_1 &n