વડાપ્રધાનની “મન કી બાત” માસ્ક સભ્ય સમાજનું પ્રતિક બનશે, આયુર્વેદ દુનિયા સ્વીકારશે, થૂંકવાની ટેવ ભૂલવી પડશે…

    ૨૬-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

man ki baat_1  
 

આજે સમગ્ર દેશ એક લક્ષ્ય અને ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યો છે

 
આખો દેશ, આ દેશનો દરેક નાગરિક કોરોના વિરુદ્ધની આ લડાઇનો સિપાઇ બન્યો છે, તે આ લડાઇનું નેતૃત્વ કરી રહ્યો છે.
દેશમાં કોરોના સામેની આ લડાઈ કોલો દ્વારા ચલાવાઈ રહી છે
 
 
આજે આપણા ખેડૂતો દેશમાં કોઈ ભૂખ્યુ ન સુવે તેની ચિંતા કરે છે. કોઈ ભાડુ માફ કરે છે, કોઈ ખેતરના પાક કે શાકભાજી દાન આપી રહ્યા છે. અન્યોની મદદ માટે જે ભાવના છે તે કોરોના સામેની લડાઈમાં ભારતને શક્તિ આપી રહ્યું છે.
 
દરેક મુશ્કેલ, પડકાર કંઈને કંઈક શીખવે છે. કેટલીક સંભાવનાના માર્ગ બનાવે છે. નવી દિશા આપે છે. આ સ્થિતિમાં તમે દેશવાસીઓએ જે સંકલ્પ શક્તિ દર્શાવી છે તે ભારતમાં એક નવા પરિવર્તનની શરૂઆત થઈ છે.
 
આપણી સંસ્થા તથા તમામ ક્ષેત્રે નવી ટેકનોલોજી પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. 
 

man ki baat_1   
 
સરકારના તમામ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. એવિએશનના સાથીઓ એ અત્યાર સુધી ૩ લાખ કિમીની યાત્ર કરી ૫૦૦ ટન જેટલી જીવન જારૂરિયાતની સામગ્રી દેશના ખૂણે- ખૂંણે પહોંચાડી છે.
 
રેલવે એ પણ ૬૦થી વધુ માર્ગ પર  ૧૦૦થી વધુ પાર્સલ ટ્રેન દોડાવી સામન ખૂંણેખૂંણે પહોંચાડ્યો છે.
 
ડાક વિભાગ દ્વારા પણ દવાની આપૂર્તિ કરવામાં આવી રહી છે...
 
દેશના તમામ સેક્ટરના લોકો કામ કરી રહ્યા છે, જેથી લોકોને ઓછી તકલીફ પડે. આજે આપણા તમામ સાથી કોરોના વોરિયર છે.
 
આવશ્યક સેવાઓ પૂરી પાડનાર વ્યક્તિઓ વગર આપણુ જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે તેનો આપણે અહેસાસ કરી છીએ.
આજે દેશના દરેક ખુણેથી એવી તસ્વીરો આવી રહી છે જેમા લોકો સુરક્ષા કર્મી, સ્વાસ્થ્ય કર્મીઓ પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે.
 
આજે પોલીસ કર્મચારીઓ ગરીબોને ભોજન આપે છે, દવા પહોંચાડી રહી છે. પોલીસની માનવીય અને સંવેદનશીલતા આપણી સામે ઉભરીને આવ્યા, તેમણે આપણા હૃદયને સ્પર્શી લીધો છે. પોલીસ કર્મચારીઓ ખરા સેવાર્થીઓ તરીકે ઉભરી આવ્યા છે.
 

આયુર્વેદ, યોગની શક્તિ વિશ્વ સમજી રહ્યું છે…

 

man ki baat_1   
 
આજે ભારતના આયુર્વેદ, યોગ તરફ વિશ્વના લોકોનું ધ્યાન ગયું છે, તેમણે ભાવથી અપનાવું છે.
 
રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા આયુર્વેદનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ.
 
 
પણ હવે આપણે આપણી પરંપરા અંગે વિચાર કરી આગળ વધવાનું રહેશે. વિશ્વ જે ભાષામાં સમજે છે તે વૈજ્ઞાનિક ભાષામાં તેને સમજાવવાની રહેશે.
 

માસ્ક - સભ્ય સમાજનું પ્રતિક

 
આજે માસ્ક આપણા જીવનનો ભાગ બની રહ્યો છે. માસ્ક પહેરવાની આદત ન હતી પણ હવે આપણે તેનો સ્વીકાર કર્યો છે
 

man ki baat_1   
 

થૂંકવા માટે...આ ટેવ બદલવી પડશે…

 
આપણેને જ્યાં ત્યાં થૂંકવાની ટેવ હતી. સમયને સમજી આ ટેવ હવે બદલવાની જરૂર છે.
 
સમય આવી ગયો છે કે આ ટેવ ને આપણે છોઈ દઈએ
 
કોરોનાને રોકવામાં આ આપણી મદદ કરશે..
 

man ki baat_1   
 

અક્ષય તૃતિયાં

 
આ એક સુખદ સહયોગ છે કે આજે અક્ષય તૃતિયાં. ક્ષયનો અર્થ થાય છે વિનાશ, પણ અક્ષયનો અર્થ થાય છે કે જેનો નાશ ન થાય.
 
આ દિવસ આપણે એ યાદ અપાવે છે કે ગમે તેવી મુશ્કેલી પડે તેનો સામનો કરવાનો અને જુઝવાની ભાવના અક્ષય છે.
 

man ki baat_1   
 

વધારે આતવિશ્વાસમાં ન રહેતા…

 
મારા શાહેરમાં, ગામમાં, ઓફિસમાં કોરોના પહોંચી શક્યો નથી અને હવે નહી પહોંચે એવા આત્મવિશ્વાસમાં રહેતા નહીં. આ સંદર્ભે દુનિયાનો અનુભવ આપણ્ને ઘણું શીખવી રહ્યો છે. અતિ ઉત્સાહમાં કોઇ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવું જ પડશે. યાદ રાખો દો ગજ દૂરી, બહુત હૈ જરૂરી…
 

man ki baat_1