....તો જમાતના જીવતા બોંબથી કબ્રસ્તાનો ઉભરાઈ જશે

    ૦૫-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

 Tablighi Jamaat,_1 
 
દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકજમાં ૧ થી ૧૫ માર્ચ વચ્ચે યોજાયેલા તબલીગી જમાતના સંમેલનમાં પાંચ હજાર લોકોની દેશ-વિદેશથી ઉપસ્થિતિ, લોકડાઉન છતાંય ૨૦૦૦થી વધું રોકાયા, ગુજરાત, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા દેશના ૨૨ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવ્યુ. આ સંમેલનમાં ભાગ લેનારા ગુજરાતના ૭૨, પૂણેના ૧૩૦, તિરુચીના ૯૦ સહિત જુદા જુદા રાજ્યમાંથી ઝડપાયેલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા. મરકજ ખાલી કરાવતા ૨૩૬૧ લોકોમાંથી ૬૧૭ લોકોને કોરોનાના લક્ષણો જણાતા હોસ્પીટલમાં દાખલ અને ૧૭૪૪ ક્વોરન્ટાઈનમાં. વિવિધ રાજ્યોમાં મરકજ કનેક્ટેડ ૩૭૮ લોકો કોરોના પોઝિટીવ. આ લોકો સાથે ટ્રેન વિગેરેમાં પ્રવાસ કરનારા હજ્જારો લોકો માથે હજુય ખતરો. વિદેશમાં ય આ જમાતે ચેપ ફેલાવ્યો, મલેશિયામાં જમાતના ૬૨૦ પોઝિટીવ, પાકસ્તાનના ૩૬, ઈન્ડોનેશિયાના ૧૦ અને અન્ય ૧૫ દેશોમાં ચેપની તપાસ ચાલું છે. કેન્દ્ર સરકારે ૯૬૦ વિદેશીઓના વિઝા રદ કર્યા અને હજુ કેટલાંય લાપતા છે. યુનિયન હોમ મિનિસ્ટરી મુજબ તબલીઘી જમાત તથા તેમના સંપર્કમાં આવેલા ૯ હજાર જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.
 

અનેક ષડયંત્રમાં આ જમાતનો હાથ છે

 
ધર્મના શિક્ષણ માટે સ્થાપના થઈ હોવાના જુઠ્ઠાણા ફેલાવતી તબલીગી જમાતનો ઈતિહાસ રક્તરંજિત છે. તેના વડા મૌલાના મુહમ્મદ સાદ કંધલાવી જમાતના સ્થાપક મુહમ્મદ ઈલિયાસીના પ્રપૌત્ર છે. પાકિસ્તાની સિક્યુરીટી એનાલીસીસ અને ઇન્ડિયન ઈન્વેસ્ટીગેશન ટીમના રીપોર્ટ મુજબ આ જમાતના છેડા પાકિસ્તાની આતંકી સંગઠન હરકત - ઉલ - મુજાહીદ્દીન (Huji) સાથે જાડાયેલા છે. Huji આતંકીઓએ જ ૧૯૯૯માં ઇન્ડિયન ફ્‌લાઈટ - ૮૧૪ હાઈજેક કરી હતી. બીજા આતંકી સંગઠન હરકત ઉલ જિહાદ અલ ઈસ્લામ (Huji) સાથેય તેની સાંઠગાંઠ અને અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત માટે તબલીગી જવાબદાર છે. ઈન્ટેલિજન્સ મુજબ તબલીગી જમાતના ૬૦૦૦ લોકોએ HUM દ્વારા પાકિસ્તાનમાં ચાલતા કેમ્પમાં આતંકવાદની ટ્રેનિંગ લીધી છે. હરકત ઉલ મુજાહિદ્દીન સંગઠને જ ભારતીય ફ્લાઈટના પેસેન્જરોના બદલામાં ખૂંખાર આતંકી મસુદ અઝહરને છોડાવ્યો હતો. વિકિલિક્સના રિપોર્ટ મુજબ અમેરિકાનો ૯\૧૧નો હુમલો કરનારા અલકાયદાના આતંકીઓમાંના કેટલાંક દિલ્હીની આ જ નિઝામુદ્દીન દરગાહમાં રહ્યાં હતા. ૨૦૦૨ના ગોધરા કાંડમાં ૫૯ કાર સેવકોને જીવતા ભુંજી દેવાના ષડયંત્રમાં ય આ જમાતનો હાથ હોવાનું બહાર આવ્યુ હતું.
 

કોરોનાને દેશભરમાં ફેલાવવાનું ષડયંત્ર

 
કોરોનાના જીવતા બોંબ દેશભરમાં ફેલાવવાનું આ ષડયંત્ર થઈ રહ્યુ હોવાની ચર્ચા ઉઠી છે, ૧૫ થી ૨૨ દરમિયાન ટ્રેન, પ્લેન વગેરે ચાલું હોવા છતાં આ લોકો ત્યાંથી ગયા કેમ નહીં? ગાજીયાબાદની એમ.એમ.જી હોસ્પીટલમાં ક્વોરન્ટાઈન તબલીગીઓ દ્વારા નિર્વસ્ત્ર ફરવુ, હેલ્થ વર્કર્સ પર થૂંકવું અને નર્સો સામે અભદ્ર ઈશારા બદલ પોલીસે એમના પર કડક પગલા ભરવા જ જાઈએ.
 
 
 Tablighi Jamaat,_1 

મૌલાના જેલથી ડરી ગયા અને ફરાર થઈ ગયા

 
ભારત સરકાર,પોલીસ, ડોક્ટર્સ અને જનતા ખૂબ જ મજબૂતીથી કોરોના સામે લડત આપી રહ્યાં હતા ત્યારે આવા મુર્ખાઈ ભર્યા સંમેલનો કરનારાઓ લાજવાને બદલે ગાજી રહ્યાં છે. જમાતના વડા મૌલાના મુહમ્મદ એક વિડિયોમાં કહે છે કે, મસ્જિદમાં ભેગા થવાથી બીમારી ફેલાય છે એ વાત ખોટી છે. કોરોના દવાથી નહીં અલ્લાહની દુવાથી જ દૂર થશે. છતાં જિંદગી અને મોત એના હાથમાં છે. મોત માટે મસ્જિદથી ઉત્તમ બીજી કોઈ જગ્યા ન હોઈ શકે.’’ આવા બેજવાદાર નિવેદન અને સંક્રમણ સમયે આવું સંમેલન કરવા બદલ તેમના પર એપિડેમિક એક્ટ અને આઈપીસીની વિવિધ ધારાઓ અંતર્ગત કેસ નોંધાયો છે. પણ મોતથી ન ડરવાનું કહેનારા મૌલાના જેલથી ડરી ગયા અને ફરાર થઈ ગયા. પોલીસનો દબાવ વધતા મિંયા પાછા ફરી ગયા અને બીજા વિડિયો જાહેર કરી કહ્યુ, ‘હુકુમતના નિયમોનું પાલન કરો. હું ખુદ દિલ્હી પોલીસ પાસે જઈને ક્વોરન્ટાઈન થઈ રહ્યો છું.’ આવી જ રીતે રાજસ્થાનના ઝુંઝુનુંમાં ય નમાજ માટે લોકો ભેગા થયાં અને તેમના પર ૫ણ કેસ થયો, ઈન્દોરના ટાટપટ્ટી બાખલમાં આરોગ્ય વિભાગની ટીમ પર પથ્થર મારો કર્યો તે વિડિયો દુનિયાભરમાં વાયરલ થતાં ભારતની ખૂબ મોટી બદનામી થઈ.
 

ત્યારે આ સંમેલન કાયદાનું ઉલ્લંઘન જ.

 
ઈસ્લામમાં હજનું ખૂબ મોટુ મહત્વ. તેમ છતાં આઉદી અરબ સરકારે આ વખતે હજ યાત્રા મુલતવી રાખવાની જાહેરાત કરી, તમામ આંતરાષ્ટ્રીય યાત્રાઓ ય સ્થગિત કરી. જાકે સાઉદીમાં તો તબલીગી જમાત પર જ પ્રતિબંધ છે. મુસ્લિમ ધર્મના ગુરુ મૌલાના શેર-મહંમદ ખાન રિજવીએ ય બાંગ પોકારી પોકારીને કહ્યુ કે, ‘કોઈ જુમ્માની કે બીજી ઈસ્લામમાં હજનું ખૂબ મોટુ મહત્વ. તેમ છતાં આઉદી અરબ સરકારે આ વખતે હજ યાત્રા મુલતવી રાખવાની જાહેરાત કરી, તમામ આંતરાષ્ટ્રીય યાત્રાઓ ય સ્થગિત કરી. જાકે સાઉદીમાં તો તબલીગી જમાત પર જ પ્રતિબંધ છે. મુસ્લિમ ધર્મના ગુરુ મૌલાના શેર-મહંમદ ખાન રિજવીએ ય બાંગ પોકારી પોકારીને કહ્યુ કે, ‘કોઈ જુમ્માની કે બીજી કોઈ નમાજ માટે મસ્જિદમાં ભેગા ના થશો.’ તેમ છતાં આવા સંમેલનો બેખૌફ યોજાય તે કોરોના ફેલાવવાના બદ્‌ઈરાદા જ. દેશના ઘણા લોકો હજુ આ લોકોની તરફેણ કરી ધર્મ સાથે ન જોડવાનું કહે છે, પણ મરકજમાં લોકો ધર્મને કારણે જ ભેગા થયા હતા તે સત્ય છે. દેશમાં વર્તમાન સંજાગોમાં તમામ મંદીર, દેરાસરો, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચોના દરવાજા બંદ છે ત્યારે આ સંમેલન કાયદાનું ઉલ્લંઘન જ.
 

તાલિબાની અપરાધ

 
કેન્દ્ર સરકાર, દિલ્હી રાજ્ય સરકાર અને ઈન્ટેલિજેન્સ બ્યૂરોની પણ આમા ક્યાંક ચૂક થઈ છે. મહામારી જેવા સંજાગોમાં તો વિશેષ તપાસ રાખવી જરૂરી હતી. સડક પર ચાલનારાઓને ય ખબર હતી કે કોરોના સંકટ વિદેશમાંથી આવી રહ્યું છે, વધારે લોકો ભેગા થયા તે જાખમી છે. હોળી-ધૂળેટીમાંય લોકોના ભેગા થવા પર ઘણા રાજ્યોમાં પ્રતિબંધ હતો ત્યારે દિલ્હીમાં સરકારના નાક નીચે આ આયોજન થાય એ અસ્વીકાર્ય જ. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આ ઘટનાને તાલિબાની અપરાધ હોવાનું કહીને સંસ્થાના લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.
 

નહીંતર કબ્રસ્તાનમાં જ જવું પડશે

 
સરકાર કોરોના બોંબને ડિફ્યુઝ કરવા સરાહનીય પ્રયત્નો કરી રહી છે ત્યારે તબલીગી જમાતે જીવતા બોંબ તૈયાર કરી દેશભરમાં ઠેર ઠેર મુકી દીધા છે. સરકારે કડક પગલા લઈને આવી જમાતને સંપૂર્ણ પણે ડામી દેવી રહી. સંસ્થાના કર્તાહર્તા અને દેશના નુકશાનકર્તાઓ સહિત સમગ્ર જમાતને જમાનત પણ ના મળે તેવી સજા કરવી રહી. તો જ દેશમાં દાખલો બેસાડી શકાશે. આ લોકોએ દેશદ્રોહી કૃત્ય જ કર્યુ છે અને હજુ તેના કેટલાંક લોકો ચેપ ફેલાવવાના કામમાં લાગેલા જ છે. જમાતીઓ યાદ રાખે કે વાઈરસ નાત, જાત, ધર્મ, વિસ્તાર કે દેશ જાયા વગર જ ત્રાટકે છે. એ લોકો ય અલ્લાહની દુહાઈ આપી બચી નહીં શકે. આ સમયે તેમના જ ધર્મના લોકા જીવતા રહેવા માટે ગુનેગારોનો બહિષ્કાર કરે, છુપાઈને બેઠેલાઓને પોલીસને હવાલે કરે ત્યારે જ અલ્લાહની સાચી બંદગી થઈ ગણાશે. જો આ ધર્મના લોકો સરકારને સહકાર નહીં આપે તો તેમના કબ્રસ્તાનો ય ઉભરાઈ જશે. સરકાર, આરોગ્ય સેવકો, પોલીસ કર્મીઓને સહકાર અને લોકડાઉનનું સંપૂર્ણ પાલન એ જ સૌથી મોટી રાષ્ટ્રસેવા. નિયમોનું પાલન ન કરનારાઓને પોલીસને હવાલે કરો અને ખુદ નિયમોનું પાલન કરો. ઘરમાં રહો, નહીંતર કબ્રસ્તાનમાં જ જવું પડશે, જે અલ્લાહને ય મંજૂર નહીં હોય.