અન્ય દેશો કરતા ભારતમાં કોરોનાનો કહેર આટલો ઓછો કેમ છે?

    ૦૬-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

corona and india_1 & 
 

જો આ વાત સાચી છે તો ભારત કોરોના સામેની જંગ ઓછા નુકશાને જીતી જશે!

હાલ બધાના મનમાં એક પ્રશ્ન છે કે ૧૩૨ કરોડના દેશામાં કોરોનાના સંક્રમિત આટલા ઓછા કેમ છે? તેન કોરોનાથી થતો મૃત્યુ દર ભારતમાં ઓછો કેમ છે. આ સંદર્ભે મીડિયામાં અનેક રીપોર્ટ આવ્યા છે, તેના તારણ ભારતના નાગરિકોને ખુશી અપાવે તેવા છે…
 
# ભારતના સદ્નસીબે તજજ્ઞો માને છે કે આપણું તાપમાન એટલે સૂરજદાદાની મહેરબાનીથી ૩૨ ડિગ્રીથી વધુ તાપમાન કોરોનાના વાયરસને નબળો બનાવે છે.
 
# અમેરિકા અને યુરોપની સરખામણીમાં સરેરાશ ભારતીયની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે.
 
# ભારતના ૯૯ ટકા નાગરિકોએ બીસીજીની રસી લીધેલી હોય છે. મેલેરિયાની દવાઓને કારણે આપણા શરીરમાં ક્વિનાઇન અને તેને સંબંધિત રોગપ્રતિકારક શક્તિ વિકસેલી હોય છે.
 
# એથી પણ વિશેષ યુરોપ અને અમેરિકામાં મૃત્યુ પામનારાઓની સરેરાશ ઉંમર ૬૮થી ૮૧ વચ્ચે છે. જ્યારે ભારતમાં ૬૫ ટકા વસતી ૩૫ વર્ષથી નીચેની છે.
 
# ટૂંકમાં ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ અને યુવાન વયની વસતી વધુ હોવાને કારણે ભારત આ રોગચાળા સામે બચી જાય એવી શક્યતા બળવત્તર જણાય છે.
 
# ભારતે કોઈપણ સંજોગોમાં કોરોના સામેનો જંગ જીતવો જ પડે તેમ છે. આ જંગ જીતવા માટે તૃતીય અને ચતુર્થ તબક્કામાં એટલે કે આગામી ૧૫ દિવસમાં સંક્રમણ ન વધે એ માટે પ્રત્યેક ભારતીયે કોરોના સામે યુદ્ધના સૈનિકની માફક ઝનૂનપૂર્વક પૂર્ણ જતનથી યુદ્ધ લડવાનું છે. આ સરકારી જંગ નથી. સમગ્ર દેશે કોરોનાને હરાવવાનો છે