ભાજપના જન્મદિવસે નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને આપ્યા "પંચાગ્રહ"

    ૦૬-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

naredra modi_1  
 

તમસો મા જ્યોતિર્ગમયમ્ પછી ફરી નરેન્દ્ર મોદીએ આ પાંચ આગ્રહ કાર્યકર્તાઓ સામે મુક્યા છે…

 
કોરોના સામેની લડાઈમાં એકજૂટ થવા પ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશે ને રાત્રે ૯ વાગે ૯ મિનિટ લાઈટબંધ કરી દીવો કે મીણબત્તી પ્રગટાવવાનું કહ્યું અને લોકોએ આ એકતા બતવી પણ ખરી. હવે પાંચ એપ્રિલના બીજા દિવસે જ નરેન્દ્ર મોદી ફરી પોતાની પાર્ટીના કાર્યકતાઓ માટે અને સેવકો માટે બીજી પાંચ વાત લઈને આવ્યા છે. ૬ એપ્રિલ એટલે ભાજપનો જન્મદિવસ. આ અવસરે નરેન્દ્ર મોદીએ વિડીઓના માધ્યમથી કાર્યકર્તાઓ સામે વત મૂકી અને પાચ આગ્રહ પણ કર્યા. કયા છે આ પાંચ આગ્રહ? આવો જાણીએ…
 
#૧ ગરીબોની સેવા માટે તેમના શુધી રાશન પહોંચાડવા માટે જે સેવા કાર્ય થઈ રહ્યું છે તે અટકવું ન જોઇએ. આ કામ માત્ર લોગડાઉનના સમયે જ નહી પણ અવિરત કરતા રહેવાનું છે. કોઇ ગરીબ ભુખ્યો ન રહે તેનું ધ્યાન રાખવાનું છે.
 
#૨ સેવા દરમિયાન કે કોઇ પણ સમયે કોઇની પણ જોડે જાવ તો મોઢું ઢાકેલું રાખો. માસ્ક હોય કે સાધારણ કપડું હોય તેનાથી ચહેરાને કવર કરો, તમે પાંચ-દશ આવા માસ્ક બનાવી કોઇને ભેટમાં પણ આપી શકો છો.
 
#૩સમાજની સેવા કરનારાઓનો આભાર માનવાનો છે.તમારી આજુ-બાજુમાં જે પણ ડોક્ટર્સ, નર્સ, પોલીસકર્મી, સફાઈકર્મી, બેંક કર્મચારી અથવા જરૂરી કામમો માં હાલ જે લાગેલા છે તેમને આભાર પત્ર લખો, આપો.
 
#૪ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરો અને કમ સે કમ ૪૦ બીજા લોકોના ફોનમાં તે ઇન્સ્ટોલ કરાવો.
 
#૫ બધા ને પીએમ કેર ફંડમાં ફંડ આપવાનું છે