કોરોના સામે લડવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ ત્રણ વિટામિન દરેકે વ્યક્તિએ લેવા જોઇએ

    ૦૭-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

corona_1  H x W
 
કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના કહેવા મુજબ કમજોર રોગપ્રતિકારક શક્તિવાળા લોકો આ વાયરસનો જલદી શિકાર બને છે. ડાયટ અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ ત્રણ પ્રકારના વિટામીન માણસની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો કરે છે. જે તમારા શરીરને રોગમુક્ત રાખવામાં ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે.
 

corona_1  H x W 
 

વિટામીન સી

 
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો વિટામીન સીને ઈમ્પૂન સિસ્ટમને મજબૂત રાખનાર મહત્વનો સ્ત્રોત માને છે. શરીરમાં વિટામીન સી - ની ઉણપ મતલબ અનેક બિમારીઓને આમંત્રણ. ત્યારે વિટામીન સી – જાળવી રાખવા કેટલીક વસ્તુઓને ભોજનમાં સામેલ કરવી જરૂરી છે. જેવી કે સંતરા, કિવી, સ્ટ્રોબરી, સિમલા મિર્ચ, પાલક અને બ્રોકલીમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે. ડ્રેગન ફૂડમાં પણ સારા એવા પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે. અને આ ફળો બજારમાં સરળતાથી મળી પણ રહે છે.
 
 
corona_1  H x W 

વિટામીન બી – ૬

 
બોડી ઈમ્પ્રૂવ સિસ્ટમને વધુ સારી બનાવવા માટે વિટામીન બી – ૬ પણ એટલું જ જરૂરી છે. વિટામીન-બી-૬માં રહેલા અનેક પ્રકારના બાયોકેમિકલ રિએકશંસ ઇમ્યુનિટી (રોગપ્રતિકાર શક્તિ)ને બળ આપે છે. શાકાહારી લોકોના ભોજનમાં ખૂબ જરૂરી છે.
અખરોટ, બદામ અને પાલક સિવાય અનેક પ્રકારના બીજના માધ્યમથી શરીરમાં તેની ઊણપ પૂર્ણ કરી શકાય છે. બ્રોકોલિમાં પણ આ વિટામીન હોય છે. શાકાહારીઓને સોયાબિન, ચણા, દૂધ અને બટાકાને પણ વિટામીન બી-૬નો સારો સ્રોત માનવામાં આવે છે.
 

corona_1  H x W 
 

વિટામીન – ઈ

 
શરીરને રોગોથી દૂર રાખવા માટે વિટામીન – ઈ ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલાં એન્ટી ઓક્સીડેટ્સ શરીરને ઇરેક્શન સામે લડવાની તાકાત આપે છે. અખરોટ, બદામ અને પાલક સિવાય અનેક જાતના બીજના માધ્યમથી શરીરમાં તેની પૂર્તિ કરી શકાય છે. બ્રોકોલીમાં પણ વિટામીન-ઈ ભરપૂર માત્રામાં હોય છે.