આ રીતે 200માંથી 190 દર્દી આદુ અને અજમાથી સાજા થયા!

    ૦૯-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

corona and unani iran_1&n 
 
 
# આ રીતે 200માંથી 190 દર્દી આદુ અને અજમાથી સાજા થયા!
 
# કોવિડ-19 સામેના જંગમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિ રંગ લાવી છે
 
# ઈરાનમાં કોરોનાના 200માંથી 190 દર્દી આદુ અને અજમાથી સાજા થયા છે
 
# તેહરાનની હોસ્પિટલમાંથી પેશન્ટ્સને ચાર જ દિવસમાં રજા અપાઈ દેવાઈ
 

કેવી રીતે જાણો…

 
કોરોનાની મહામારી સામે લડવા વિશ્વના દેશો સંશોધનનો કરી રહ્યા છે ત્યારે કોરોના ઉપચાર માટે આશાનું એક કિરણ નજરે પડયું છે. ઇરાની ન્યુઝ વેબસાઈટ પાર્સ ટુડેના રીપોર્ટ પ્રમાણે તહેરાનની એક હોસ્પિટલમાં કોવિડ-૧૯ના ૨૦૦ દર્દીઓની સારવારમાં આદુ અને અજમાનાનો પ્રયોગ કરાયો હતો.
 
એમને તજપત્તા નાખેલો સૂપ પીવડાવાયો હતો. નવાઈની વાત એ છે કે આ પરંપરાગત ઉપચાર પદ્ધતિથી કોરોનાના ૨૦૦માંથી ૧૯૦ દર્દીઓ આઠને બદલે ચાર જ દિવસમાં સાજા થઈ ગયા હતા અને એમનો હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ દેવાઈ હતી.
 
ઈરાનમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૩૬૦૦થી વધુ મોત થઈ ચુક્યા છે ત્યારે ત્યાંના તબીબોને પરંપરાગત ઉપચાર પદ્ધતિમાં આશાનું કિરણ દેખાયું છે.
 
કોવિડ-૧૯ અને જ્યારે આખા ઈરાનમાં કેર વર્તાવવાનું શરૂ કર્યું ત્યારે ત્યાંના યુનાની તબીબોએ દેશના આરોગ્ય મંત્રાલયને વિનંતિ કરી કે અ અમને પણ આ મહામારીનો ઈલાજમાં સામેલ કરાય.
 

corona and unani iran_1&n 
 
તમને જણાવી દઈએ કે આયુર્વેદની જેમ યૂનાની પણ એક પરંપરાગત ઉપચાર પદ્ધતિ છે જેમાં દેશી દવાઓનો ઉપયોગ થાય છે.
 
ઈરાનના આરોગ્ય મંત્રાલયે યુનાની ડૉક્ટરોને પણ સારવારમાં સામેલ કરતા તેહરાનની એક હોસ્પિટલમાં દર્દીઓ પર આદુ અને અજમાનો પ્રયોગ શરૂ કરાયો. થોડા જ અરસામાં એનું ચમત્કારિક પરિણામ જોવા મળ્યુ અને ૨૦૦માંથી ૧૯૦ પેશન્ટ સાજા થઈ ગયા.
 
એને પગલે ઈરાનની કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં એલોપથી અને યૂનાની - બંને પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે.
 
ખાસ કરીને ભારત માટે આ એક આનંદના સમાચાર છે. આપણી પરંપરાગત ઉપચાર પદ્ધતિ આયુર્વેદ પણ રાંધવામાં વપરાતા હિંગ, હળદર, જીરૂં અને અજમા જેવા મસાલાનો રોગોના ઈલાજમાં ઉપયોગ કરવાની હિમાયત કરે છે. એમાંય આદુ તો કુદરતનું વરદાન ગણાય છે. એટલે ઈરાનના અનુભવ પરથી બોધપાઠ ભારતના તબીબો પણ કોરોનાનો સારવારમાં મોડર્ન મેડિસીન ઉપરાંત આદુ, અજમા અને તજનો પ્રયોગ કરે એ ઈચ્છનીય છે.
 

corona and unani iran_1&n 
 

આધુનિક તેમ પરંપરાગત ઉપચાર - પોઝિટીવ પરિણામ

 
ઈરાનના ડૉ. રઝા મુર્તવીન અને ડૉ. પતીહી દસ્તવર્દીએ કોરોનાના ઉપચારમાં આધુનિક તેમ પરંપરાગત ઉપચાર પદ્ધતિનો સમન્વય કરી એનું પોઝિટીવ પરિણામ મેળવ્યું છે. એમને ઈન્ફ્લુએનઝા (ફ્લુ) અને કોરોનાના રોગીઓમાં મોટા ભાગના લક્ષણો સમાન જણાયા હતા. એટલે એમણે આદુ, અજમા અને તજનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. અત્રે નોંધવુ જોઈએ કે ભારતમાં સદીઓથી શરદી, ખાંસી અને તાવ મટાડવા આદુ અને અજમાનો ઉપયોગ થતો આવ્યો છે. આ બંને મસાલા દર્દીને ઈન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે.
 

યાદ કરો આપણો ઘરગુથ્થી ઈલાજ

 
શરદી-ઉધરસ થાય ત્યારે ઘરગુથ્થી ઈલાજ તરીકે ભારતીયો ગરમ દૂધમાં હળદર અને અજમા નાખીને પીતા આવ્યા છે. વળી, આદુ અને અજમામાં દર્દીનો શ્વાસોશ્વાસ સુધારતા કુદરતી તત્વો પણ સામેલ છે. કોરોના વાયરસ દર્દીના શ્વસનતંત્રને અવરોધે છે. એટલે આદુ અને અજમો એમના માટે બહુ લાભદાયી પુરવાર થાય તો એમાં નવાઈ નથી. એ જ રીતે તજનો સુપ દર્દીનું પાચનતંત્ર સુધારી એને ઝડપથી સાજો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
 

કોરોના એક પ્રકારનો ફ્લુ જ છે, એ કોઈ નવી બિમારી નથી

 
ડૉ. વિશ્વરૂપ રોય ચૌધરી પણ માને છે કે કોરોના એક પ્રકારનો ફ્લુ જ છે, એ કોઈ નવી બિમારી નથી. ફ્લુથી દર વરસે દુનિયામાં હજારો લોકોના મોત થાય છે પણ એમને કોરોના જેટલી પ્રસિદ્ધિ નથી મળતી. એટલે આપણને એની જાણ નથી. ઈરાનના ડોક્ટરોએ કોરોનાના પેશન્ટ્સને દહીં નહિ આપવાની જે વાત કરી છે એને અનુમોદન આપતા ડૉ. ચૌધરી કહે છે કે ફ્લુમાં પણ ડૉક્ટરો દર્દીને દૂધ-દહીં જેવા એનીમલ પ્રોટીન છોડી દેવાનું કહે છે. એમના મતે કીટ અને દવાઓનું ધુમ વેચાણ કરવા ફ્લુને નવુ નામ આપી દુનિયાભરમાં એનો ખોફ ઉભો કરી દેવાયો છે.
 

શું આપણે આ કરી શકીએ?

 
શું ભારત પણ આના પર વિચાર કરી શકે?
 
શું આપણે આદુ અને અજમાનો ઉપયોગ કોરોનાને હરાવવા ન કરી શકીએ?
 
કોરોનાના ર્દીઓની સારવારમાં એલોપથી અને યૂનાની - આયુર્વેદિક પદ્ધતિઓનો ઉપયોગ ન કરી શકાય?
 
ભારતીય ચિકિત્સા પદ્ધતિ સમૃધ્ધ છે, તેનો ઉપયોગ કરવાનો આ સમય નથી?
 
વિચારીને અમલમાં મૂકવા જેવું છે…