પાથેય । ખુશ રહેવા અને રાખવાનુ સૌથી મોટું રહસ્ય

    ૧૦-મે-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey positive_1 &n
 

એક શિકારી પાસે પાણી પર ચાલી શકતો અદ્‌ભુત કૂતરો હતો. શિકારી એ કૂતરો પોતાના મિત્રોને બતાવવા માંગતો હતો. પોતાની પાસે જે અદ્‌ભુત શક્તિવાળો કૂતરો છે તે જાણી તેના મિત્રો અભિભૂત થઈ જશે એવું તેને લાગતુ હતું. તેણે પોતાના મિત્રને બતકનો શિકાર જાવા માટે આમંત્રણ આપ્યું. થોડાક જ સમયમાં તેણે અનેક બતકોનો શિકાર કર્યો અને પોતાના કૂતરાને તે બતકો લાવવાનો આદેશ કર્યો અને કૂતરો પાણી પર સડસડાટ દોડી તમામ બતકો લઈ શિકારી પાસે પરત આવી ગયો. પેલા શિકારીને લાગતું હતું કે કૂતરાની આ અદ્‌ભુત શક્તિ જાઈ તેનો મિત્ર તેની પ્રશંસા કરશે, પરંતુ તેના મિત્રે કૂતરાની પ્રશંસામાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. આથી આશ્ચર્યચકિત શિકારીએ સામેથી પૂછ્યું, મિત્ર, તેં મારા કૂતરામાં કોઈ વિશેષ વાત ન જાઈ ? પેલાએ જવાબ હતો કૂતરાની વિશેષતા ઠીક છે, પણ તેને પાણીમાં તરતા જ આવડતું નથી.

કેટલાક લોકો પોતાની જિંદગીમાં પણ હમેશાં નકારાત્મક બાબતો જ શોધતા રહે છે. પરિણામે તેઓ હમેશા નિરાશાથી ઘેરાયલા રહે છે; માટે હમેશા ખુદમાં અને અન્યોમાં હકારાત્મક બાબતોને શોધવાની કોશિશ કરો. ખુદને અને અન્યને ખુશ રાખવાનું સૌથી મોટું રહસ્ય છે.