ભારતને ઇસ્લામી ફોબિયાથી પીડિત ચીતરવાનું પશ્ચિમી મીડિયાનું ષડયંત્ર

    ૧૨-મે-૨૦૨૦
કુલ દૃશ્યો |

media_1  H x W:
 
 
રામચરિત માનસમાં એક વાત આવે છે. રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું છે. મેઘનાદ, કુંભકર્ણ, અહીરાવણ સહિતના તમામ મોટા યોદ્ધાઓ માર્યા ગયા છે અને રાક્ષસસેનાનું જાર ખૂબ જ ઓછું થઈ ચૂક્યું છે અને રાવણ એકલો પડી ચૂક્યો છે ત્યારે રાવણ વિચારે છે કે હવે હું જ્યારે એકલો પડી ગયો છું ત્યારે મારે કંઈક નવો ખેલ ખેલવો પડશે અને રાવણને યુદ્ધમાં હાર નિશ્ચિત લાગતાં તે માયા એટલે કે ભ્રમની સ્થિતિ પેદા કરે છે. વાનર અને રીંછ સેનામાં દૃષ્ટિભ્રમ ઊભો કરી દે છે અને યુદ્ધમેદાનમાં જ્યાં જુઓ ત્યાં રાવણ જ રાવણ દેખાય છે. રાવણની આ માયાથી શ્રીરામની સેના જ નહીં આકાશ સ્થિત દેવતા પણ પરેશાન થઈ જાય છે અને શ્રીરામને સૌ પહેલાં રાવણની આ માયાને તોડવી પડે છે, ત્યાર પછી રાવણનો અંત થઈ શકે છે.
આ પૌરાણિક ગાથા સંકેત આપે છે કે, જીવનમાં લગભગ દરેક મોર્ચે આ જ સ્થિતિ છે અને યુદ્ધમાં ભ્રમ પેદા કરવો એ શત્રુની રણનીતિ હોય છે. તે પણ રાવણની માફક વિપક્ષોના મનમાં શંકા પેદા કરી બચી જવાનો માર્ગ શોધતા હોય છે. વર્તમાન સંદર્ભમાં આને જાઈએ તો હાલ વિશ્વમાં બે-બે યુદ્ધ ચાલી રહ્યાં છે. એક મહાયુદ્ધ માનવતા અને કોરોના વચ્ચે ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધી લાખો લોકોના જીવ ગયા છે અને એટલી જ સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. આ વાઈરસે ન તો દેશની સરહદો જાઈ છે કે ન તો મજહબ કે ધર્મ જાયો છે, પરંતુ આ અવસરનો ફાયદો ઉઠાવી રાવણ જેવા કેટલાક લોકો એક યુદ્ધમાં વિજય મેળવવાના પ્રયાસોમાં લાગેલા છે અને એ છે ભારતમાં ચાલી રહેલ નેરેટિવ યુદ્ધ. નેરેટિવ એટલે કે કથ્યની આ લડાઈમાં હવે એક ભ્રમ પેદા કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને તે છે ઇસ્લામી ફોબિયાનો જિન્ન.
 
એક તરફ કોરોના સાથેના યુદ્ધમાં આપણો દેશ એક કુશળ યોદ્ધાની માફક લડી રહ્યો છે, ત્યારે દેશમાં જ એક વર્ગ, જેમાં માધ્યમો પણ સામેલ છે, તે આ આખી લડાઈને હિન્દુ-મુસ્લિમ વચ્ચેની લડાઈમાં ખપાવવા મથી રહ્યો છે. અને આની પાછળનો આ લોકોનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે કોરોના સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં દેશનું ધ્યાન ભટકી જાય અને અત્યાર સુધી દેશે કોરોના યુદ્ધમાં જે ઠીક-ઠાક સફળતા મેળવી છે તેના પર પાણી ફરી વળે. એક તરફ વિશ્વની મહાસત્તાઓ આ મહામારી સામે ઘૂંટણીએ પડી ગઈ છે ત્યારે આપણો દેશ કોરોનાને જબરજસ્ત ટક્કર આપી રહ્યો છે. એ જ વાત કેટલાક લોકોને હજમ થઈ રહી નથી. વિશેષ કરીને પશ્ચિમનો એક મોટો મીડિયા વર્ગ અને તેના પ્રતિનિધિઓને ભારતના આ નવા રૂપથી શરીરે જાણે કે લ્હાય ઊડી છે. આ વર્ગ હમેશાથી ભારતને હમેશા એક ખાસ રંગના ચશ્માથી જ જુએ છે. અત્યાર સુધી તે ભારતને એક અશિક્ષિત, ગરીબ, અવિકસિત, પછાત, ગંદકીથી ખદબદતો, બીમાર, ગેરઅનુશાસિત અને વિભાજનની માનસિકતાવાળા દેશ તરીકે જ જાતા આવ્યો છે માટે તેઓને આશ્ચર્ય છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના મોતનું તાંડવ કેમ મચાવી શક્યો નથી !
 
પશ્ચિમી મીડિયાના આ જ ભારતવિરોધી વલણને કારણે તબલીગી જમાતના મામલાને આંતરરાષ્ટ્રીય જગતમાં ખૂબ જ ઉછાળવામાં આવ્યો છે અને અહેવાલો અપાઈ રહ્યા છે કે ભારતમાં મુસ્લિમોને પ્રતાડિત કરવામાં આવે છે અને કેટલાક લોકો તો એવું તૂત ચલાવી રહ્યા છે કે ભારતમાં મુસલમાન હોવું હવે પાપ બની ગયું છે અને વિશ્વભરમાં એવી અફવાઓ ચલાવી રહ્યા છે કે ત્યાં ધર્મના આધારે કોરોનાનો ઇલાજ થઈ રહ્યો છે. આવા જ કેટલાક અહેવાલો પર નજર કરીએ.
 

પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનમાં ૩ એપ્રિલે એક લેખ છપાયો છે જેનું શીર્ષક છે ‘ભારતમાં મુસ્લિમ હોવું એ પહેલેથી જ અપરાધ હતો - ઉપરથી કોરોના આવ્યો’ આ શિર્ષક પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તે લેખમાં શું હશે ?
 
૧૩ એપ્રિલના અંકમાં ‘ધ ગાર્ડિયન’માં લખાયું છે કે ‘કોરોના વાઈરસ પાછળ મુસ્લિમોના ષડયંત્રની વાતો વહેતી મૂકી ભારતભરમાં મુસ્લિમો પર હુમલા કરાવાઈ રહ્યા છે.’
 
ફોરેન પોલિસી નામનું એક સાપ્તાહિક ૨૨ એપ્રિલના અંકમાં લખે છે કે ભારતમાં કોરોના ફેલાવવા માટે મુસ્લિમોને બલિનો બકરો બનાવાઈ રહ્યા છે.
 
ટેલિગ્રાફે તો ૨૨ એપ્રિલના અંકમાં હદ વટાવતાં લખ્યું છે કે કોરોનાના બહાને ભારતમાં મુસ્લિમોનો નરસંહાર.
 
‘અલ જઝીરા’ના ૨૫ એપ્રિલના એક અહેવાલમાં તો ભારતના સમગ્ર લોકડાઉનને જ ઇસ્લામી ફોબિયાનું પ્રતીક ગણાવી દીધું છે. તેનું શિર્ષક હતું ‘ભારતમાં લોકડાઉન - અસમાનતા અને ઇસ્લામફોબિયાની એક ગાથા’.
 
આ તો માત્ર ઝાંખી છે. આના જેવા અનેક સમાચાર, લેખ, તંત્રીલેખ અને ટિપ્પણીઓ ભારતમાં જ્યારથી લોકડાઉન અપાયું છે ત્યારથી વિશ્વભરનાં માધ્યમોમાં છપાતા રહ્યા છે અને આ પ્રકારની જૂઠાણાંભરી ખબરો એવા લોકો ચલાવી રહ્યા છે. જેમની વાત વિશ્વભરના લોકો સાંભળે છે.


એ વાત સાચી છે કે માર્ચ અને એપ્રિલમાં તબલીગી મકરજને કારણે દેશભરમાં કોરોના દર્દીઓનો વિસ્ફોટ થયો તેના માટે તબલીગી જમાતના રહેનુમાઓ જ જવાબદાર છે. તેઓએ પોતાની મૂર્ખતા અને અંધવિશ્વાસના કારણે સૌપ્રથમ પોતાના જ અનુયાયીઓના જીવ જાખમમાં મૂક્યા અને દેશનાં અનેક રાજ્યોમાં આ જમાતને કારણે જ કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાયું. પરિણામે તબલીગી જમાત લોકોના નિશાને આવી જવી એ સ્વાભાવિક જ હતું, પરંતુ અહીં મોટી ગડબડ એ થઈ કે કેટલાક લોકોએ તબલીગી જમાતને સમગ્ર મુસ્લિમો સાથે જાડી દીધી.
 
પત્રકારિતાની એ જવાબદારી હતી કે તેઓ લોકોને સમજાવે છે કે તબલીગી જમાત સમગ્ર મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી નથી. કટ્ટરતા અને પુરાતનપંથીથી ગ્રસિત આ જમાત ઇસ્લામનો એક પંથ માત્ર જ છે. આ લોકોએ માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાન, ઇંડોનેશિયા, મલેશિયા સહિતના દેશોમાં કોરોના ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આવું કરનાર માત્ર તબલીગી જમાતના લોકો જ ન હતા, અમેરિકામાં પણ બાઇબલ બેલ્ટમાં રૂઢીવાદી ચર્ચે આ જ કામ કર્યું હતું. દક્ષિણ કોરિયામાં આ કામ ચિનશિયોજી ચર્ચના લોકો દ્વારા થયું હતું. પરંતુ ભારતમાં ઇસ્લામીફોબિયાનો જિન્ન ઊભો કરવા ભારતવિરોધી કેટલાંક ત¥વો દ્વારા જૂઠાણાં અને ભ્રમની એક જાળ બિછાવી હતી. ખાડી દેશોમાંથી અનેક નકલી એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું. ઓમાન અને સાઉદી રાજવી પરિવારના લોકોના નામના નકલી એકાઉન્ટ બનાવી ભારતવિરોધી ભડકાઉ Âટ્‌વટ કરવામાં આવ્યા. આમાંનાં અનેક એકાઉન્ટ તો કટ્ટર ભારતવિરોધી પાકિસ્તાનનાં નીકળ્યા છે. આ પ્રકારની ભારતવિરોધી અફવાઓ ફેલાવવી એ હંમેશાથી પાકિસ્તાનની રણનીતિ રહી છે.
 
પત્રકારિતાના માપદંડો મુજબ આ એકતરફી દુષ્પ્રચારની ઊંડી તપાસ થવી જાઈતી હતી, પરંતુ એવું થયું નહીં અને તપાસ વગર જ મીડિયાના એક વર્ગ દ્વારા આ ખબરોને તથ્ય તરીકે ગણાવી વિશ્વ સમક્ષ રજૂ કરી દીધી અને આ ઊછળકૂદમાં વડાપ્રધાન મોદીજીનું નામ આવવું સ્વાભાવિક જ હતું અને મોદીજીનું નામ આવે અને ઘટનાને રા. સ્વ. સંઘ સાથે ન જાડાય તો જ નવાઈ. રા. સ્વ. સંઘ એટલે હિન્દુ - કટ્ટર મુસ્લિમવિરોધી હિન્દુ સંગઠન. બસ આ જ ચશ્મે આ આખી ઘટનાને આ વખતે પણ તોડીમરોડીને રજૂ કરવામાં આવી. લોકોને એ ન દેખાયું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી પ. પૂ. મોહનજી ભાગવતે ૨૬ એપ્રિલના પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું હતું કે ૧૩૦ કરોડ ભારતીયો પછી ભલે તે ગમે તે પંથ-જાતિના હોય તે તમામ આપણા લોકો જ છે. એક ઘટનાને કારણે તમામ મુસ્લિમોને દોષિત ઠેરવવા યોગ્ય નથી. તેઓ આ જ વાત અનેક વખત કહી ચૂક્યા છે. પરંતુ કદાચ તેમનાં આ નિવેદનો પેલા તથાકથિત નિષ્પક્ષ પત્રકારો અને બુદ્ધિજીવીઓના કથ્યમાં ફીટ નથી બેસતી માટે દર વખતે તેઓ આને નજરઅંદાજ કરે છે.
 
જેવી રીતે રામ-રાવણ યુદ્ધમાં રાવણે માયા ફેલાવી હતી તેવી જ રીતે વર્તમાન સમયમાં કેટલાક લોકો ભ્રમ ફેલાવી ભારતના લોકોને દિગ્રભ્રમિત કરવા મથી રહ્યા છે ત્યારે કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણે દેશવાસીઓએ મક્કમ રહેવાનું છે અને કોરોના વિરોધી આ લડાઈને મજહબ આધારિત ભેદભાવમાં પરિવર્તિત કરી દેવાના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રવિરોધી ષડયંત્રને નિષ્ફળ બનાવવાનું છે. જો આમ થશે તો અનેક દુષ્પ્રચાર છતાં કોરોના હારશે અને ભારત જીતશે.
 
- ઉમેશ ઉપાધ્યાય