અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકાર આ પગલા ભરે : ભારતીય મજદૂર સંઘ

    ૧૬-મે-૨૦૨૦
કુલ દૃશ્યો |

indian economy_1 &nb
 
 
કોરોના સંકટ દરમિયાન લોકડાઉનનું ત્રીજું ચરણ જીવ અને જહાન બંને જરૂરી છે તે દિશામાં આગળ વધી રહ્યાં છે. એટલે કે સ્વાસ્થ્ય-સુરક્ષાની સાથે સાથે આર્થિક ગતિવિધિઓ પણ ધીરે ધીરે શરૂ થઈ રહી છે અને આમ થવું જરૂરી પણ છે, કારણ કે જા આર્થિક ગતિવિધિઓ લાંબો સમય ઠપ્પ રહે તો દેશને મસમોટા આર્થિક પડકારનો સામનો કરવો પડે. આ જ કારણે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ૬ મેના રોજ દેશનાં મોટાં શ્રમિક સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી, જેમાં દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘે શ્રમિકો, દૈનિક વેતનદારો, કર્મચારીઓને લઈ શ્રમ મંત્રાલય દ્વારા કેટલાંક સૂચનો આપવામાં આવ્યાં હતાં.  કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ૬ મેના રોજ દેશનાં મોટાં શ્રમિક સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી, જેમાં દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘે શ્રમિકો, દૈનિક વેતનદારો, કર્મચારીઓને લઈ શ્રમ મંત્રાલય દ્વારા કેટલાંક સૂચનો આપવામાં આવ્યાં હતાં.
 

પ્રવાસી મજદૂરોનું ડેટાબેસ નેશનલ રજિસ્ટર તૈયાર કરવામાં આવે

 
ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સી. કે. સાજી નારાયણે મીટિંગમાં પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, શ્રમિકોના પલાયનને કારણે અલગ અલગ સ્થળો પર જુદા જુદા પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. શ્રમિકોએ જે રાજ્યમાંથી જવાનું છે અને જે રાજ્યમાં પહોંચવાનું છે તે બન્ને જગ્યાએ અલગ અલગ પડકાર છે. તેવામાં સરકારે તત્કાળ પ્રવાસી શ્રમિકો (મજદૂરો) માટે રાષ્ટ્રીય પંજીકરણ (નેશનલ રજિસ્ટર)નો ડેટા બેસ તૈયાર કરવો જાઈએ, જેથી કરીને પ્રવાસી મજૂરોની દરેક જરૂરી જાણકારી સરકાર પાસે હોય જે સરકારને પ્રવાસી શ્રમિકોને કાનૂની સંરક્ષણ અને સામાજિક સુરક્ષાના લાભ પહોંચાડવામાં મદદરૂપ થશે. ઇન્ટર સ્ટેટ માઇગ્રેટ વર્ક્સ એક્ટ ૧૯૭૯ની જાગવાઈઓ મુજબ શ્રમિકો પાસેથી આવી પરિસ્થિતિમાં રેલવેએ મુસાફરીનાં સાધનોનું ભાડું વસૂલવું ગેરકાયદેસર છે. એટલું જ નહીં. અનેક સ્થળો પર શ્રમિકો માટે ભોજન, આવાસ, વેતન, ભથ્થાં ન આપવાના કિસ્સા પણ સામે આવ્યા છે, તેવામાં પ્રવાસી શ્રમિકો માટે રાષ્ટ્રીય નીતિ હવે ખૂબ જ પ્રાસંગિક બની ગઈ છે.
 

શ્રમિકોને પરત લાવવા માટે આ કામ કરવું પડશે

 
પોતાનાં ઘરોમાં પરત ફરી ચૂકેલા શ્રમિકોને પરત બોલાવવા માટે રોકડ પ્રોત્સાહન રાશિ, ઇલેક્ટ્રોનિક પાસ, નિઃશુલ્ક ટ્રેન ટિકિટ વગેરે આપવામાં આવે. સાથે સાથે શ્રમિકોનાં આવાસીય સ્થાનોની દશા સુધારવા માટે ગંભીર પ્રયાસો થવા પણ જરૂરી છે. સામાન્ય રીતે જે સ્થાનો પર મિલ-માલિકો દ્વારા શ્રમિકોના સંબંધો સારા નથી હોતા ત્યાં પલાયન મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ જ્યાં બન્ને વચ્ચે ઉષ્માભર્યા સંબંધો છે ત્યાં મજૂરવર્ગ મોટાં-મોટાં સંકટોમાં પણ માલિક-કંપની સાથે ઊભો રહે છે. જનપ્રતિનિધિઓ ઔદ્યોગિક સંગઠનો શ્રમિક સંગઠનો, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ અભિયાન ચલાવી પ્રવાસી શ્રમિકોની વાપસી સુનિશ્ચિત કરે. ભરોસો સ્થાપિત કરવાની પ્રાથમિકતા વગર આ કામ શક્ય નથી.
 

indian economy_1 &nb 
 

ચુકવણીમાં મોડું થાય તે નહીં જ ચાલે

 
શ્રમિકોના વેતન-મજદૂરી ચુકવણીનો મુદ્દો આજે પણ પ્રમુખ મુદ્દો છે. દરેક મહિનાની ૭મી તારીખ વેતન ચુકવણી માટે નક્કી થઈ છે. દૈનિક વેતનદાર, કોન્ટ્રાક્ટ શ્રમિકો, મહિલાઓ, મત્સ્યપાલન, ચાના બગીચા તેમજ બાંધકામ ક્ષેત્રમાં કામ કરનારા શ્રમિકો માટે મજૂરીની ચુકવણીમાં મોડું ખૂબ જ મુશ્કેલી પેદા કરે છે. ત્યારે કેન્દ્ર સરકારે કડકાઈથી કાર્ય સ્થળ પર તપાસ ગોઠવી શ્રમિકોને થતી ચુકવણી અને શ્રમિકોની રોજગાર ગેરંટી સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં પ્રતિષ્ઠાન ૫૦ ટકાથી ઓછા શ્રમિકો સાથે કામ કરી રહ્યું છે ત્યાં મહિલાઓે તેમજ અસ્થાયી કર્મચારીઓ પર આની સૌથી વધુ અસર થાય છે.
 

ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ યુનિટોને પણ રાહત આપવામાં આવે

 
ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. જા કે શરૂઆતમાં ૫૦ ટકા શ્રમિકોને જ આની મંજૂરી મળી છે. ત્યારે તેમના પરિવહન, વેતનની ચુકવણી, રોજગાર પર સંકટ સ્વાસ્થ્ય સુરક્ષા, સામાજિક સુરક્ષા અને સ્વચ્છતા જેવા વિષયોને પ્રાથમિકતાના ધોરણે સમાધાન કરવું પડશે. ઔદ્યોગિક એકમોને સબસિડી દરે વિજળી આપવા અને ચુકવણીમાં મોડું થવાના સંજાગોમાં દંડ માફ કરવા જેવી સુવિધાઓ પર ગંભીરતાથી વિચાર કરવો પડશે.
 

આવાગમનનાં વૈકલ્પિક સાધનો આપો

 
ગ્રીન અને ઓરેન્જ ઝોનની સાથે સાથે રેડ ઝોનમાં પણ ઔદ્યોગિક ગતિવિધિઓ સાથે જરૂરી સેવાઓની આપૂર્તિ સાથે જાડાયેલ આર્થિક ગતિવિધિઓને તત્કાળ શરૂ કરવી પડશે. કાચો માલ નક્કી થયેલી કિંમતે જ મળી રહે તે માટે સમન્વય સ્થપાય તે ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી સાર્વજનિક પરિવહન વ્યવસ્થા સુચારુ રૂપે સંચાલિત નથી થતી ત્યાં સુધી શ્રમિકો માટે પરિવહનનાં વૈકÂલ્પક સાધનોની વ્યવસ્થા કરવામાં આવે.
 

indian economy_1 &nb 

અસંગઠિત ક્ષેત્રે પણ ધ્યાન આપવું જરૂરી

 
૯૩ ટકા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ગામો અને કસબાઓમાં રહે છે. અને તે અર્થવ્યવસ્થાના આધારભૂત ઘટકો છે અને તે દરેક કપરી પરિસ્થિતિમાં કાર્ય કરે છે. ત્યારે તેઓની આજીવિકા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પ્રશાસન અને નિગમને મંત્રાલય નિર્દેશિત કરે.
 

વેતનમાં વધારે કાપ યોગ્ય નથી, કેરલ પર કાર્યવાહી કરવામાં આવે

 
લગભગ ૧૪ રાજ્ય સરકારો દ્વારા વેતન ભથ્થામાં વ્યાપક કાપ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થા પર રોક લગાવી દેવામાં આવી છે અને તેની કોઈ ગેરંટી પણ નથી કે એ રકમ કામદારોને ફરી મળશે કે નહીં. કેરલ સરકારે તો તમામ મર્યાદાઓ ઓળંગી દર મહિને ૩ દિવસના વેતન (પગાર)માં કાપ મૂક્યો છે અને પાંચ મહિના સુધી આ નિયમ જારી રાખવાનો નિર્ણય કર્યો છે એટલે કે કર્મચારીઓના એક માસનું વેતન કપાઈ જશે. ત્યારે શ્રમમંત્રાલય કેરલ સરકાર દ્વારા પગારમાં અમર્યાદિત કાપ પર રોક લગાવવાનો નિર્દેશ કરે. ભારતીય મજદૂર સંઘ મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાના એકપક્ષીય નિર્ણયનો પણ વિરોધ કરે છે.
 

પેન્શનભોગીઓનું ધ્યાન રાખવામાં આવે

 
પેન્શનભોગીઓને હાલ ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. જે ઇપીએફ પેન્શનધારી ૩ હજાર રૂપિયા ઓછું પેન્શન મેળવે છે. તેઓને રાહત રૂપે ૧ હજાર રૂપિયા વધારાના આપવામાં આવે. પેન્શનમાં કોઈપણ પ્રકારનો કાપ યોગ્ય નથી. કોરોના કાળ દરમિયાન જે કર્મચારી સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. તેઓના પેન્શનમાં રોકાઈ પડેલ વધારાનું મોંઘવારી ભથ્થુ પણ આપવામાં આવે.
 

પ્રવાસન, ખેલ, સિનેમા, હોટલ પર પડેલા જખ્મો પર મલમ જરૂરી

 
જરૂરી વસ્તુઓ અને સેવાઓની આપૂર્તિ સિવાય પણ એક મોટું ક્ષેત્ર એવું છે જેને લોકડાઉનનો માર પડ્યો છે. હોટલ્સ, સિનેમા, પરિવહન, પર્યટન, ખેલ, નિકાસ જેવા ક્ષેત્રોને સામાન્ય થવામાં હજુ ઘણો સમય લાગી જશે. તેવામાં સરકારને માંગ અને આપૂર્તિ શ્રૃંખલાને વ્યવસ્થિત કરવા માટે આ ક્ષેત્રોમાં પણ રાહતની જાહેરાત કરવી જાઈએ.
 

indian economy_1 &nb 
 

રોબોટ જ ફેક્ટરીઓ ચલાવવા ન લાગે તેનું ધ્યાન રાખજો

 
જા પ્રવાસી મજદૂરો સમયસર કામ પર પરત ફરી ન શક્યા તો ઔદ્યોગિક એકમો સ્વચાલિત ટેક્‌નોલોજી અપનાવવા મજબૂર થઈ જશે. પરિણામે બેરોજગારી વધી શકે છે, તેવામાં સરકારે આ દિશામાં પણ ગંભીરતાપૂર્વક વિચારવું જાઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ માટે દિશાનિર્દેશ (ગાઇડલાઇન) બનાવવામાં આવે.
 

કામના કલાકો ઓછા કરવાને બદલે વધારી દેવામાં આવ્યા

 
ત્રણ રાજ્ય સરકારો દ્વારા કામના કલાકો વધારી દેવામાં આવ્યા છે. તેને તત્કાલીન ધોરણે પરત ખેંચવામાં આવે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)ની સમજૂતીની વિરુદ્ધ છે. જ્યારે ભારતની છબી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શ્રમનાં ધારા-ધોરણોનું ચુસ્ત પાલન કરનારા દેશની છે.
 

વિદેશી કંપનીઓ માટે શ્રમ કાનૂનો સાથે સમાધાન ન જ થાય
 

શ્રમ કાનૂનો અને વ્યક્તિના મૂળભૂત અધિકારોના જેટલી દયનીય સ્થિતિ ચીનમાં છે. તે કદાચ વિશ્વના અન્ય કોઈ દેશમાં નહીં હોય. કોરોના એક્ટને કારણે ચીનથી ભારત આવવા માંગતી કંપનીઓનું આવકાર યોગ્ય છે, પરંતુ એ પહેલાં એ સુનિશ્ચિત થવું જાઈએ કે ક્યાંક આ પ્રયાસ દરમિયાન પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે શ્રમ કાનૂન કમજાર ન પડે.
 

લોકડાઉનને પે-હોલીડે જાહેર કરવામાં આવે

 
નાના લઘુ ઉદ્યોગોને નિર્દેશ આપવામાં આવે કે તે શ્રમિકોને સમયસર પગાર ચૂકવે. સાથે જ તેમને મળનારી સબસિડીની ચૂકવણી પણ તત્કાળ કરવામાં આવે. વેજ સબસિડી શ્રમિકોના ખાતાને લિંક કર્યા વગર ન આપવામાં આવે. વેજની રકમ ઇએસઆઈ અને ઇપીએફમાંથી કાપવામાં ન આવે. લોકડાઉનને પે-હોલિડે તરીકે જાહેર કરવામાં આવે, નહીં કે લે-ઓફ.
 

આ છે આપાતકાલીન ઉપાય

 
કોરોના સંકટ દરમિયાન ઇએસઆઈ પાસે ઉપલબ્ધ ૮૦ હજાર કરોડ રૂપિયાના વધારાના ફંડનો ઉપયોગ જરૂર પડ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સ્વાસ્થ્ય-સુવિધાઓ માટે કરવામાં આવે.
 

indian economy_1 &nb 
 

તત્કાળ આર્થિક પેકેજ આપો

 
સૂક્ષ્મ, લઘુ મધ્યમ ઉદ્યોગ, કૃષિ માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે. સાથે સાથે દરેક નાગરિક માટે ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
 

શ્રમિકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે

 
પોતાના ગામથી કાર્યસ્થળે પરત ફરનાર શ્રમિકોના પુનર્વસનને પ્રાથમિકતા આપો. સરકારી કંપનીઓએ બતાવી દીધું છે કે સંકટ સમયે તે જ કામ આવશે. કોરોના સંકટમાં ખાનગી ક્ષેત્રની કમજારીઓ સૌની સામે આવી ગઈ છે. ત્યારે સાર્વજનિક ઉપક્રમ અને તેના કર્મચારી કોરોના વોરિયર્સના રૂપમાં દેશને આ સંકટમાંથી બહાર કાઢવા માટે પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા હતા ત્યારે સરકારે સાર્વજનિક (જાહેર) ઉપક્રમોનું અભિનંદન કરવું જાઈએ, નહીં કે ભેદભાવ.
 

સ્વદેશી તરફ પરત ફરવાનો આનાથી શ્રેષ્ઠ અવસર નથી

 
કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ભારતીયતા સ્વદેશીના આધારે આગળ વધવાનો આ સૌથી શ્રેષ્ઠ અવસર છે. એફડીઆઈ અને ઇ-કોમર્સની આક્રમક ગતિવિધિઓને રોકવામાં આવે, નહીં તો કોરોના સંકટ બાદ તે નવા પડકારો ઊભા કરશે.
  

રાષ્ટ્રહિત સર્વોપરી

 
ભારતીય મજદૂર સંઘનો શરૂઆતથી જ મત રહ્યો છે. દેશના દરેક સામાજિક આર્થિક સંગઠનને કોરોના કે પછી કોઈ પણ સંકટ દરમિયાન રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી કાર્ય થવું જાઈએ. શ્રમિકો સાથે જાડાયેલા દરેક મુદ્દાનું ત્રિપક્ષીય સંયુક્ત વાર્તા થકી વાતચીતથી જ નિરાકરણ લાવવામાં આવે.
 
- અરવિંદ મિશ્રા