કોરોના મહામારીઃ સંકટ, બોધ અને અવસર

    ૨૦-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

yasavant chaudhary_1 
 
આ લેખના લેખક શ્રી યશવંતભાઈ ચૌધરી રા.સ્વ. સંઘના ગુજરાત પ્રાંતના કાર્યવાહ છે. આજે અહીં વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું એ તેમણે એક સ્વયંસેવકની દૃષ્ટિએ ચર્ચા કરી છે. પ્રસ્તુત છે કોરોના મહામારી સંદર્ભમાં તેમનું માર્ગદર્શન અને છણાવટ...
 
વર્તમાન સંકટમાં સમગ્ર વિશ્વ ફસાયેલું છે અને સંકટ સામે જારદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષને કેટલાક લોકો ત્રીજા વિશ્વયુદ્ધ સાથે સરખાવી રહ્યા છે તો કેટલાક લોકો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ગણાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં એવા પ્રશ્નો થઈ રહ્યા છે શું આ વાઈરસ ખરેખર પ્રાકૃતિક છે કે પછી પ્રયોગશાળામાં બને છે ? જૈવિક હથિયાર છે કે માત્ર પ્રાકૃતિક પ્રકોપ ? આવા અનેક પ્રશ્નો વિશ્વભરમાં ચગડોળે ચડ્યા છે. આ પ્રશ્નોના ઉત્તર શું મળશે એની ખબર નથી પરંતુ હાલ વૈશ્વિક સ્તરે એક સંઘર્ષ જ ઊભો થઈ ગયો છે.
 
વર્તમાન મહામારીને કારણે જે પગલાં સરકારને ભરવા પડી રહૃાં છે તેના લીધે અનેક લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પ્રકારની આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ હોવાથી લોકરોજગારી પર વિપરીત અસર થઈ છે અને લોકો બેરોજગાર બન્યા છે. દેશના જીડીપી પર પણ આની ગંભીર અસરો થઈ છે અને આવનાર સમયમાં એક મોટું આર્થિક સંકટ આવવાનું છે તેના ભણકારા વાગી રહ્યા છે. આ તમામ વાતો સાથે સાથે બ્લેસિંગ ઇન ડિસગાઈઝ પર વાત કરવી પણ જરૂરી છે.
 

આપત્તિ નહીં અવસર

 
આપત્તિના આ સમયગાળા દરમિયાન અનેક બાબતો સામે આવી છે, જેમ કે આ એક વૈશ્વિક આપત્તિ છે અને તેનો સામનો કરવા સિવાય છૂટકો નથી. જા આપણે હિમ્મતથી સામનો કરીશું તો જરૂરથી આ સંકટમાંથી બહાર નીકળી શકીશું. પરંતુ આપણે આ આપત્તિમાંથી માત્ર બહાર નીકળવાનું જ નથી, કારણ કે હરેક આપત્તિ તેની સાથે અવસર પણ લાવે છે. ત્યારે આ અવસર જાઈ, સમજી અને એ વિષયો પર સમજી કામ કરીશું તો કેટલાક સમય બાદ જ્યારે આપણે પાછું વળી જાઈશું તો અનેક ઉપલÂબ્ધઓ નજરે આવશે. આપણે જે કેટલીક ભૂલો કરી છે તેને સુધારવા પણ આ એક અવસર છે. કેટલીક નવી વાતો શીખવાનો અર્થ કેટલીક નવી વાતો કરવા માટે પ્રેરિત કરવાનો પણ આ અવસર, ત્યારે આવો એક નજર એવી બાબતો પર જેને આપણે આપત્તિના આ સમયમાં પણ અવસર તરીકે જાઈ શકીએ છીએ.
 
* આપણે લોકોએ જાયું છે કે કેટલાક લોકોએ વીડિયો તેમજ ફોટોગ્રાફ (તસવીરો)ના માધ્યમથી બતાવ્યું હતું કે લોકડાઉનના કારણે આપણા પર્યાવરણ પર કેવો સકારાત્મક પ્રભાવ પડ્યો. હવા એટલી શુદ્ધ બની છે કે, હિમાલયની પહાડીઓ દૂર-દૂર સુધી સ્પષ્ટ દેખાઈ રહી છે.
 
* ગંગા-યમુનાનું પાણી નિર્મળ બની વહી રહ્યું છે. વન્યજીવ પણ મુક્ત રીતે ફરી રહૃાં છે.
 
* રાતનું આકાશ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એક રિપોર્ટ મુજબ ઓઝોન સ્તરમાં પડેલ ગાબડું સંપૂર્ણ ભરાઈ ગયું છે.
 
પર્યાવરણને જે નુકસાન થયું હતું તેને કેવી રીતે ઠીક કરવું તે અંગે સમગ્ર વિશ્વ ચિંતિત હતું. આજે પણ છે જ. પરંતુ તેનો ઉપાય શો હોઈ શકે તે અંગે વિચારવા વર્તમાન પરિસ્થિતિએ દુનિયાને પ્રેરિત કરી છે. હું માનું છું કે આ પરિસ્થિતિ અસ્થાયી છે. આગળ પણ આવી જ સ્વચ્છતા, શુદ્ધતા રહેશે જ એ નક્કી નથી, પરંતુ આ બધી વાતોને સમજી આગળ વધતા વાતાવરણને શુદ્ધ રાખી દુનિયાને તેના વિકાસના ઉપક્રમમાં આગળ વધવાના વિચારના નિર્માણ માટે આ પરિસ્થિતિ સહાયક જરૂરથી સાબિત થઈ શકશે.
 
 
yasavant chaudhary_1 

આપણે સૌ સ્વાવલંબી બનીએ

 
વિકાસના આપણા ચિંતન અંગે એક તબીબની દૃષ્ટિએ જાવાનો આ અવસર છે. ત્યારે આવનાર સમયમાં વિકાસ અંગેની ભારતીય દૃષ્ટિને આપણે સમજીશું તો એ આપણા માટે ખૂબ મોટી ઉપલÂબ્ધ હશે. વર્તમાન સમયની પ્રચલિત વિકાસપ્રક્રિયા માનવ કેન્દ્રિત વિચારપ્રકૃતિની સક્રિયતા સાથે જાડાયેલા નિયમોની અનદેખી તથા નિયમો સાથે છેડ-છાડ જેવા આધારો પર જ ટકેલી હતી.
 
વિકાસના સંશોધનકર્તાઓ પાછલાં કેટલાંક વર્ષોથી વિકાસના અંતર્વિરોધ તરફ સૌનું ધ્યાન આકર્ષિત કરવાના પ્રયાસોમાં લાગેલા છે અને વિકાસનો આ કિલ્લો ધ્વંસ થવાની દિશામાં આગળ વધી રહ્યો હતો. ત્યારે જ કોરોના મહામારીએ આ ગઢને જારદાર ધક્કો માર્યો છે જેનો અનુભવ સમગ્ર વિશ્વને થઈ રહ્યો છે.
 
* હવે આપણુ લક્ષ્ય કૃષિ, ગૌરક્ષા વાણિજ્ય આધારિત ગ્રામીણ અર્થવ્યવસ્થાની પુનઃ સ્થાપના હોવું જાઈએ.
 
* નાનાં નગરોની દૃષ્ટિએ કૃષિ સિવાય અન્ય નાના અને મધ્યમ ઉદ્યોગોની મજબૂતી એ આપણું બીજું લક્ષ્ય હોઈ શકે છે.
 
* આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના પડકારોની સાથે સાથે ગ્રામીણ સ્તરના પ્રશ્નોના જવાબ આપી શકે તેવું સક્ષમ માનવ સંસાધન તૈયાર કરવું એ આપણું ત્રીજું લક્ષ્ય હોઈ શકે છે.
 
* એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે સ્વાવલંબી ગામ, જૈવિક કૃષિ, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનો નાના-નાના ઉદ્યોગ વર્ગો વિષયોનો આગ્રહ રાખતો હતો તે જ વિષયો આજે ફ્રન્ટ પર આવી ગયા છે.
 
એવી જ રીતે એક રાષ્ટ્રના નાતે આપણે તમામ રીતે સ્વાવલંબી બનીએ તે પણ અપેક્ષિત છે. આ સ્વદેશીપણાનો ભાવ આજે સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહ્યો છે. સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો આગ્રહ વધતાં તે સ્વદેશી ઉદ્યોગો માટે ઉપકારક સાબિત થશે અને આ ઉદ્યોગો મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરતા હોય છે. આપણે ત્યાં આજે પણ મેઇડ ઇન ચાઈના બ્રાન્ડની અનેક વસ્તુઓ ઠપ્પ થઈ રહી છે. ત્યારે શું આપણે એ વસ્તુઓ વાપરવા અંગે ફેરવિચારણા ન કરી શકીએ ? આપણી પાસે કોઈ વિદેશી વસ્તુનો ભારતીય વિકલ્પ છે તો તેને જ વાપરવાનો આગ્રહ રાખી શકીએ. આનાથી પણ આગળ વધી જો આપણી પાસે કોઈ વસ્તુઓનો સ્વદેશી વિકલ્પ નથી તો તે વસ્તુ વિના ચલાવી લઈશું પરંતુ મેઈડ ઇન ચાઈના તો નહીં જ ખરીદીએ એવો ભાવ આપણે મનમાં ન જગાવી શકીએ ? આ બધીબાબતો પર આજે વિચારવાનો સમય છે.
 

કુટુંબ-વ્યવસ્થા અને સંસ્કાર આપણી તાકાત છે

 
સમાજના મનમાં આ લોકડાઉન દરમિયાન એક વૈચારિક મંથન ઊભું થયું છે. આ ત્રાસદીએ સમાજને વિચારવાનો અવસર આપ્યો છે. ત્યારે આપણે જા થોડા ઈનિવેટિવ રીતે આ વાતો-વિચાર તેમના સમક્ષ મૂકીશું તો સમાજ તેને સ્વીકારવા તૈયાર છે.
 
આપણી કુટુંબ-વ્યવસ્થા અને કુટુંબના સંસ્કાર એ આપણી તાકાત છે. તેવી જ રીતે પરસ્પર સૌહાર્દ અને સદ્ભાવપૂર્વક રહીએ તો સમાજ પણ આપણી તાકાત છે. આજે જ્યારે આ ત્રાસદીના સમયમાં વિશ્વભરનાં લોકો ખુદની સુરક્ષા માટે હથિયારો ખરીદી રહ્યા છે ત્યારે આપણા દેશના લોકો એકબીજાને સંભાળવામાં લાગેલા છે. આ જ આપણી અસલી તાકાત છે. આપણે તેને મજબૂતીથી ટકાવી રાખવાની છે. વર્તમાન સમયમાં એક શબ્દ પ્રચલિત બન્યો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ પરંતુ સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત નથી કરતા. આપણે તો સોશ્યલ ડિસ્ટન્સિંગ ઓછું કરવાની વાત કરતા આવ્યા છીએ. ત્યારે આજે જરૂર છે ફિઝિકલ (શારીરિક) ડિસ્ટન્સિંગની. આવનાર સમયમાં શારીરિક અંતર રાખી સામાજિક અંતર ઓછું થાય, સામાજિક સમરસતા વધે તે માટે પણ ઊજળા સંજાગો છે. બસ જરૂરી છે આ અંગે થોડા વધુ પ્રયાસો કરવાની.
 
મહામારીના આ સમયમાં એ વાત પણ અનુભવાઈ રહી છે, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે તેઓ આ બીમારીને ટક્કર આપી રહ્યા છે. પરિણામે લોકો યોગ-પ્રાણાયામ-ધ્યાન વ્યાયામ જેવી શારીરિક કસરતોનું મહ¥વ સમજી રહ્યા છે. ત્યારે આપણે સ્વસ્થ શરીર, સ્વસ્થ મનુષ્ય, સ્વસ્થ ભારતનું સૂત્ર લઈ લોકોને સ્વસ્થ રહેવા માટે વ્યાયામ, યોગ, પ્રાણાયામ ધ્યાન તરફ વાળી શકીએ છીએ.
 
 
yasavant chaudhary_1  

સંકટ સામે ઝઝૂમીએ, સરકારને સહકાર આપીએ

 
સ્વસ્થ રહેવા માટે ખાન-પાન, ઊઠવા-બેસવાની રીતોમાં ઘણા પુનર્વિચારની જરૂરિયાત જણાઈ રહી છે અને ભારતીય પારંપરિક સંયમિત જીવનશૈલીની જરૂરિયાત જણાઈ રહી છે. હમણાં સુધી જે આયુર્વેદિક ચિકિત્સાપદ્ધતિ ઉપેક્ષિત હતી આજે મોટા મોટા સ્વાસ્થ્ય અધિકારીઓ પણ તેનો પ્રચાર કરી રહ્યા છે. વિદેશી ચિકિત્સાપદ્ધતિને સર્વશ્રેષ્ઠ ગણનારા લોકો પણ આયુર્વેદિક ઉકાળો પી રહ્યા છે. ભારતના આયુર્વેદિક પ્રાચીન જ્ઞાનને આજે સમગ્ર વિશ્વ માની રહ્યું છે. ત્યારે સારવારમાં જેટલું મહત્વ એલોપથીને આપવામાં આવે છે તેટલું જ મહત્વ આયુર્વેદને પણ આપવામાં આવે તો આવનાર સમયમાં ચિકિત્સા (સારવાર) ક્ષેત્રે મોટું પરિવર્તન આણી શકાય છે. ભારતીય પરંપરાની આવી અનેક શ્રેષ્ઠ બાબતો હતી જે હમણાં સુધી ચર્ચાનું કેન્દ્ર બની ન હતી. આજ ભારતીય બાબતોને ચર્ચા-વિચારણાનું કેન્દ્ર બનાવવાની જરૂર છે. આ જ બાબતો ભારતને વિશ્વગુરુ બનાવી શકે છે ત્યારે ભારતને વિશ્વગુરુ બનાવવાનો નસીબે આપણને આ મોટો અવસર પૂરો પાડ્યો છે. આપણે સૌ સ્વયંસેવક ભારતમાતાને ફરીથી પરમવૈભવયુક્ત રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત કરવાના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણા એ સ્વપ્નને સાકાર કરવા માટે આપણા પરિશ્રમથી સાથે નિયતિ પણ આપણી મદદ કરી રહી છે.
 
આપણે સંઘકાર્યને ઈશ્વરીય કાર્ય તરીકે સ્વીકારીએ છીએ. જ્યારે આપણે કહીએ છીએ કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે ત્યારે તેનો મતલબ છે કે આ દેશ ન માત્ર જમીનથી જ તેના પર રહેનારા સમાજ, તેની સાથે તેની સંસ્કૃતિ, તેનું જ્ઞાન, તેનું ત¥વજ્ઞાન એ તમામ મળીને એક રાષ્ટ્ર બને છે અને આ તમામ બાબતોમાં જ્યારે રાષ્ટ્ર સુરક્ષિત હોય છે અને સમાજ તેની આ તમામ બાબતોમાં મજબૂતાઈથી તેની સાથે ઊભો હોય છે, ત્યારે એક રાષ્ટ્ર વિશ્વગુરુ બને છે અને હાલનો સમય એ જ ટ‹નગ પોઇન્ટ સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાંથી જ ભારતને પુનઃ એક વખત વિશ્વગુરુ બનવાનો માર્ગ નીકળી શકે છે. કોરોના વાઈરસને કારણે આપણે ઘણું બધું ખોયું છે. અનેક મુશ્કેલીઓ પણ વેઠી છે, પરંતુ આ મુશ્કેલીઓ વચ્ચે જે કેટલીક આનંદ આપે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તેને સાથે રાખી આ સંકટ સામે ઝઝૂમીએ. સરકારને પૂરતો સહયોગ આપીએ અને આવનાર સમયના સુવર્ણ ભવિષ્યનું સ્વાગત કરવા માટે તૈયાર રહીએ.