મુશ્કેલીના આ સમયમાં આપણે મનથી મજબૂત બનવાનું છે

    ૧૧-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

Sadhguru_1  H x
 
 
કોરોના વાઈરસ માણસને મારવા નથી માંગતો, તે માણસના શરીરમાં એટલા માટે આવ્યો છે કે, માનવીનું શરીર તેના રહેવા માટે શ્રેષ્ઠ સ્થાન છે. કેટલાક લોકોએ કોરોના સામે લડતાં જીવ જરૂર ગુમાવ્યા છે, પરંતુ મોટાભાગના લોકો કોરોના સામેની લડાઈ જીતી રહ્યા છે. ત્યારે આપણે હજું થોડા વધુ પ્રયત્નો અને ખુદને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આપણે ખુદને મજબૂત બનાવો. હજુ થોડા વધુ પ્રયાસો કરવાની જરૂર છે. આમ થશે તો આપણે જરૂર સફળ થઈશું. આપણી પાસે માનવમન રૂપે સૌથી શ્રેષ્ઠ યંત્ર (મશીન) છે. બસ આપણે આ મેનુઅલનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. જા તમે તમારું મન બનાવી લો છો તો કપરામાં કપરા સમયને પણ ખુશી-ખુશી પસાર કરી શકો છો માટે આપણે જા મનથી મજબૂત હોઈશું તો કોરોનાને હારવું જ પડશે.
 
મુશ્કેલીનો મતલબ જિંદગીનો અંત નથી. લાંબા સમયનાં લોકડાઉન અને કોરોના મહામારીની ચિંતાને કારણે આપણને સૌને એક ઝટકો લાગ્યો છે. આ એક મુશ્કેલ સમય છે. એમાં કોઈ શંકા નથી. પરંતુ આપણે સમજવું પડશે કે આ બાબત જીવનનો અંત નથી. આ સમય આપણી તાકાત અને ઊર્જાને ફરી વાર સમજવાનો છે. આ આપણા માટે એક રાષ્ટ્રના રૂપમાં વિકસિત થવાનો અવસર છે. આજે સૌથી જરૂરી બાબત હોય તો તે જીવિત રહેવું છે. આપણે સૌપ્રથમ આપણી જિંદગીને બચાવવાનું નક્કી કરવાનું છે, તો સાથે સાથે અન્યોની મદદ માટે પણ હાથ લંબાવવા પડશે.
 
દેશ આજે ભલે આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ વિશ્વ જાણે છે કે ભારત વ્યાપાર માટે શાનદાર સ્થળ છે. ચીનને છોડી અમેરિકાની કંપનીઓ ભારત આવી રહી છે અને આ કપરો સમય પસાર થઈ જશે ત્યાર બાદ પણ આવતી જ રહેશે. આજે આપણે માત્ર લડવાનું છે. આવનાર સમયમાં આપણે ફરી એક વખત પ્રગતિપથ પર આગળ વધીશું.
 
- સદ્ગુરુ જગ્ગી વાસુદેવ (ઈશા ફાઉન્ડેશન)