૫૦ વર્ષના જન સ્વાસ્થ્યનાં આ ઉપદેશમાંથી આપણે શું શીખ્યા છીએ ?

    ૧૧-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

spitting_1  H x

થૂંકવાની ગંદી ટેવ
 

આપણા લોકોમાં ઘણી ગંદી ટેવો છે.
સંસ્કારી સુધરેલી પ્રજાને તે શોભે નહીં.
ગમે ત્યાં થૂકવું સારુ નથી. ગળફો ગમે ત્યાં નાખવો એ જંગલીપણ્šં છે.
બેઠા હોય ત્યાંથી થૂંકવાની ટેવ નકારી છે.
ઘણા બેઠાં બેઠાં થૂંકની પીચકારીઓ મારે છે.
પાન ખાઈને આ પ્રમાણે થૂંકે છે, અને જાહેર જગ્યાઓ બગાડે છે.
ઘરોમાં આવી પીચકારીઓ ઘણા છોડે છે.
જ્યાં ને ત્યાં રાતા ડાઘ પાડી સ્વચ્છ જગ્યાને ગંદી બનાવે છે.
થૂંકવું પડે તો ઘરમાં પિકદાની રાખો. તેમાં જ થૂંકવાનું રાખો, બહાર થૂંકવું પડે તો ગજવામાં રૂમાલમાં થૂંકી તેને વાળીને રાખી મૂકો.
અથવા એકાદ ડબી જેવું રાખો. તેમાં ગળફો ઝીલી લેવો.
રોગી આ પ્રમાણે ગમે ત્યાં ગળફા નાખે છે એ દેખાવ જાઈ કમકમી વછૂટે છે.
એટલે પણ આ રોગ ફેલાય છે.
પરદેશોમાં જાહેર રસ્તા ઉપર કોઈ થૂંકી શકતું નથી. તુરત જ પોલીસ દંડ કરે છે.
આપણે અહીં પણ આવા કડક કાયદા કરવા જેવા છે.
કોઈ પરદેશી આ દ્રશ્ય જાઈને આપણે માટે શું ધારે ! આપણા દેશની કીર્તિ ઝંખાય છે.
આપણે અસંસ્કારી લોક છીએ એવી છાપ લઈ તેઓ જાય. દેશના શુભ નામ ખાતર આ દુષ્ટ આદત બંધ કરવી જ જાઈએ.
નાનપણથી જ આપણા બાળકોને શીખવાડો કે ગમે ત્યાં ન થૂંકાય.
રસ્તામાં ન થૂંકાય. નિશાળના કંપાઉન્ડમાં ન થૂંકાય.
મંદિરના ચોકમાં ન થૂંકાય. પાન ખાવાની ટેવ આટલા માટે નઠારી છે.
ગમે ત્યાં ન થૂંકવાની પ્રતિજ્ઞા લો.
નાક છૂંકીને હાથ બારી બારણાં થાંભલા ઉપર ન ઘસો.
ધોતિયા અને સાડી વડે ન લૂછો.
એક ધોયલો કકડો પાસે રાખી. તે વડે નાક સાફ કરો.
ગમે ત્યાં એ હાથ ન લૂછાય, પહેરલા કપડાથી ખાવાની થાળી ન લૂછાય.
રાંધતાં ગંદા ગંધાતા મુગટા હવે કાઢો, પ્રત્યેકમાં સ્વચ્છતા અને સુઘડતા કેળવો.
કોઈપણ દેશની સભ્યતાની પારાશીશી એ પ્રજાની ટેવો છે.
 
ગમે ત્યાં ગળફો નાંખવો, ગમે ત્યાં ઝાડો - પેશાબ કરવો, ગમે ત્યાં નાક છીંકવું, અને તે હાથ બારી બારણાં ઉપર લૂછવા કે ધોતિયાનો છેડો લઈ લૂછવા આ બધુ આપણેને લજાવનારું છે. સ્વચ્છતા દિવ્યતાથી બે આંગળી હેઠી છે.
 
સ્વચ્છતામાં ભગવાન વસે છે, મંદિરોમાં નહીં.
ચાલો આપણા ઘરબાર વગેરે સ્વચ્છ રાખીએ.
 
***
 
ફેબ્રુઆરી - ૧૯૬૮માં શ્રી કેસરબા આરોગ્ય મંડળમાં પ્રકાશિત એક લેખ 
સાભાર : જનઆરોગ્ય સામયિક
તંત્રીશ્રી વૈદ્ય નવીનભાઈ ઓઝા, પ્રકાશન વર્ષ ફેબ્રુઆરી - ૧૯૬૮ (છૂટક અંકની કિંમત : ૪૦ પૈસા)