વિસ્તારવાદી ચીનની સરહદો ૧૪ દેશો સાથે છતાં વિવાદ તેનો ૨૩ દેશો સાથે છે...વાંચો!

    ૧૪-જુલાઇ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

china border_1   
 

ચીનની સરહદો ૧૪ દેશો સાથે છતાં વિવાદ ૨૩ દેશો સાથે

 
ચીનની વિસ્તારવાદની ભૂખનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના સીમાડા કુલ ૧૪ દેશો સાથે અડે છે, પરંતુ તેને ૨૩ દેશો સાથે સરહદોને લઈ વાંકું પડેલું છે. ચીનથી લગભગ હજારો કિલોમીટર દૂર ઇન્ડોનેશિયા, મલેશિયા, બુનેઈ જેવા દેશો સાથે પણ તેને સરહદ મામલે વાંકું પડેલું છે. હવે વાત એ દેશોની જેની સાથે ચીનને સીમાવિવાદ ચાલી રહ્યો છે.
 
અફઘાનિસ્તાન : ચીનનો અફઘાનિસ્તાન સાથે સીમાવિવાદ ખૂબ જ જૂનો છે. ૧૯૬૩ની સમજૂતી છતાં પણ ચીન અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારો પર દાવો કરી રહ્યું છે. બ્રુનેઈ દક્ષિણ ચીન સાગરના કેટલાક તટીય દ્વીપો પર બ્રુનેઈનો કબજો છે. ચીન આ દ્વીપોને પણ પોતાના ગણાવી રહ્યું છે.
 
કંબોડિયા મિત્ર રાજવંશ (૧૩૬૮-૧૬૪૪) કંબોડિયા સુધી ફેલાયેલ હતું, જેને આધાર બનાવી ચીન કંબોડિયા પર પોતાનો દાવો કરે છે.
 

ઇન્ડોનેશિયા :

 
દક્ષિણ - ચીન સાગરના કેટલાક વિસ્તારો પર ઇન્ડોનેશિયાનો કબજો છે, પરંતુ ચીન તે સમગ્ર વિસ્તારને જ ચીનનો ભાગ ગણાવે છે. જાપાન પૂર્વ ચીન સાગરમાં આવેલ સેનકાકુ દ્વીપ પર જાપાનનું આધિપત્ય છે. ચીન અહીં પણ અવળચંડાઈ કરતાં કહે છે કે ૧૮૭૪ સુધી સેનકાકુ દ્વીપ ચીનનું બંદરગાહ રહ્યું છે માટે તેના પર અમારો ઐતિહાસિક અધિકાર છે.
 

ભૂટાન :

 
ભૂટાનના મોટા વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. ૨૦૧૭માં ભૂટાને સરહદ પર ચીનના આક્રમણનો વિરોધ કરતાં કહેવામાં આવ્યું હતું કે ચીન સરહદ વિવાદને નાહકનો વકરાવી રહ્યું છે અને આ મુદ્દે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરતું નથી. તાજેતરમાં જ ચીને ભૂટાનને સકતેગ વનજીવ અભયારણની જમીનને પર દાવો કર્યો હતો.

china border_1   
 

કઝાકિસ્તાન :

 
ચીનને કઝાકિસ્તાન સાથે પણ સરહદનો વિવાદ હતો. હાલમાં જ તેને લઈ બન્ને દેશો વચ્ચે સમજૂતી સધાઈ છે. જો કે ચીને જે જે વિસ્તારો પર દાવો કર્યો હતો. તે તમામ વિસ્તારો ચીનને મા છે.
 

કિર્જિગિસ્તાન :

 
ચીન કિર્જિગસ્તાનના મોટા ભૂભાગ પર પણ દાવો કરે છે. ચીન મુજબ તેણે ૧૯મી સદીમાં કિર્જિગિસ્તાન યુદ્ધમાં જીત્યું હતું માટે તે તેનો જ ભાગ ગણાય છે.
 

બર્મા :

 
ચીનના યુઆન રાજવંશ (૧૨૭૧-૧૩૬૮)ના સમયમાં બર્મા ચીનનું અંગ હતું. હવે આ શાસનને આધાર બનાવી ચીન બર્માના એક મોટા હિસ્સા પર દાવો ઠોકી રહ્યું છે.
 
લાઓસ : ચીન દાવો કરે છે કે લાઓસ પણ યુઆન રાજવંશમાં ચીનનો એક ભાગ હતું માટે તેના પર પણ ચીનનો અધિકાર છે.
 

મલેશિયા :

 
દક્ષિણ ચીન સાગરમાં મલેશિયાના અનેક તટીય દ્વીપો પર પણ પોતાનો અધિકાર ગણાવે છે.
 

નેપાળ :

 
ચીને નેપાળના પણ અનેક વિસ્તારો પર કબજો જમાવી રાખ્યો છે. આ મુદ્દે નેપાળી કોંગ્રેસના સાંસદોએ પ્રતિનિધિ સભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે મુજબ ચીન દ્વારા નેપાળના દોખલા, હુમલા, સિંધુપલચોક, સંખૂવસાભા, ગોરખા અને રસુવા જિલ્લાની ૬૪ હેક્ટર જમીન પર કબજો કરી લીધો છે. તેમજ સરહદ પર ચીને ૩૫ થાંભલા પણ ઉખાડી નાખ્યા છે. તાજેતરમાં ચીન સરકાર દ્વારા સંચાલિત ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કેં એક ટ્વીટ કરી માઉન્ટ એવરેસ્ટ ચીનનું ગણાવ્યું હતું. ચીન નેપાળને હંમેશાથી તિબેટનો જ ભાગ માને છે માટે નેપાળ પર પણ પોતાના અધિકાર ગણે છે.
 

મંગોલિયા :

 
ચીન મુજબ યુઆન રાજવંશ દરમિયાન મંગોલિયા પણ ચીનનો જ ભાગ રહ્યું હતું માટે તેના પર પણ ચીનનો અધિકાર છે. જ્યારે હકીકત એ છે કે મંગોલિયાના ચંગેજખાને ચીન પર પોતાનું અધિપત્ય જમાવી લીધું હતું.
 

પાકિસ્તાન :

 
કહેવા ખાતર તો ચીન પાકિસ્તાનને પોતાનું વિશ્ર્વાસપાત્ર દોસ્ત ગણાવે છે. પરંતુ અંદરખાને પાકિસ્તાનના અનેક વિસ્તારો પર ચીનની લાલ આંખ છે. ચીનના દબાણને વશ થઈને જ પાકિસ્તાનને પાક અધિકૃત ગુલામ કાશ્મીરનો મોટો વિસ્તાર ચીનને આપી દેવો પડ્યો હતો. જે રીતે પાકિસ્તાન હાલ ચીનના પગમાં આળોટી રહ્યું છે તે જોતાં આવનાર સમયમાં ચીની ડ્રેગન તેને સંપૂર્ણ ગળી જશે તેવી ભવિષ્યવાણીઓ થઈ રહી છે.
 

ઉત્તર કોરિયા :

 
ચીન ઉત્તર કોરિયાના જિન્દાઓ વિસ્તાર પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે. અહીં પણ યુઆન રાજવંશની દુહાઈ આપી સમગ્ર ઉત્તર કોરિયા પર તે દાવો કરી રહ્યું છે.
 

ફિલિપીન્સ :

 
ફિલિપીન્સના તટવર્તી વિસ્તારો પર પણ ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. ફિલિપીન્સ આ મુદ્દે ચીનને છેક આંતરરાષ્ટીય કોર્ટમાં ઢસડી ગયું હતું. જ્યાં ચુકાદો ફિલિપીન્સ તરફે આવ્યો હતો. છતાં પણ ચીને આ ચુકાદાને માનવાની ઘસીને ના પાડી દીધી હતી.
 

સિંગાપુર :

 
સિંગાપુર સાથે ચીનનો વિવાદ દક્ષિણ ચીન સાગરને લઈને છે. ચીનની નજર અહીં મળતી ભરપૂર પ્રમાણમાં માછલીઓ પર છે, જેને લઈ તે વારંવાર સિંગાપુરને ધમકાવે છે.
 

રુસ :

 
રુસ સાથે પણ ચીનને સરહદ મુદ્દે વિવાદ છે. ચીન રુસના ૧,૬૦,૦૦૦ વર્ગ કિલોમીટરના વિસ્તાર પર દાવો કરી રહ્યું છે અને આને લઈ બન્ને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ છતાં ચીન પોતાના દાવાથી પાછળ હઠવા તૈયાર નથી.
 
તાજેતરમાં જ ચીનની સરકારી ચેનલ સીજીટીએ રશિયાના વ્લાદિસ્તોક શહેર પર જ દાવો ઠોકી દીધો હતો અને કહ્યું છે કે ૧૮૬૦ પહેલાં એ શહેર તો ચીનનો ભાગ હતું. પરંતુ રુસે તેને એક તરફી સંધિ હેઠળ ચીન પાસેથી આંચકી લીધું હતું.
 
વાચકોને જાણીને આશ્ર્ચર્ય થશે કે ચીન છે કે અમેરિકા સુધી પોતાનો અધિકાર જતાવે છે. થોડા સમય પહેલાં ચીને એક નિવેદન કર્યું હતું કે અમેરિકાની અધિકારિક શોધ થઈ તે પહેલાં ચીની નાવિકો અમેરિકાના હવાઈ દ્વીપ પર પહોંચી ગયા હતા.