લકઝરીવાળી લાઇફ-સ્ટાઈલમાંથી પાછા ફરવું પડશે : બાબા રામદેવ

    ૧૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

baba ramdev_1   
 
પડકારોનો જ્યારે સામનો કરવાનો હોય ત્યારે સૌથી પહેલું સત્ય હોય છે કે, આપણા હાથમાં નથી, તેને ભગવાન કે સૃષ્ટિ પર છોડી દેવું શ્રેયસ્કર છે. આપણે જ્યારે કશું કરી જ શકતા નથી, ત્યારે ચિંતામાં ઊતરી જઈને પોતાના શરીર, પોતાના જીવનને સંકટમાં નાખીને આપણને શું મળવાનું છે. આપણે જે પરિસ્થિતિમાં છીએ. તેમાં આપણાથી જે થઈ શકે તેમાં સર્વશ્રેષ્ઠ કરવું જાઈએ. સંસ્કૃતમાં કહેવત છે, ‘યત્ને કૃતે યદિ ન સિદ્ધતિ કાઙત્ર દોષ’, એટલે કે પ્રયાસ કરવા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય તો તેમાં માનવનો શો દોષ ? મેં મારા જીવનમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં ઓછામાં ઓછી સાત વખત પોતાની સામે મૃત્યુને જાયું છે. અનેક મોટાં સંકટ જાયાં છે. મેં તેમનો સામનો ત્રણ વસ્તુઓથી કર્યો છે - ધીરજ, દૂરદર્શિતા અને હિંમત. આ ત્રણેયની મદદથી જા હું બહાર ન આવતો તો પતી ગયો હોત.
 
મેં જીવનમાં સમગ્રતા, સંતુલન અને પુરુષાર્થની પરાકાષ્ઠામાં જ સૌથી મોટી સમસ્યાને ધરાશાયી થતાં જાઈ છે. હવે આપણી સામે લોકોલને ગ્લોબલ બનાવવાનો પડકાર છે. તેના માટે આવો જુસ્સા, સ્વાભિમાન અને બ્રાન્ડ્સ પ્રત્યેના એવા જુસ્સાની જરૂર છે. જેવું મેં કોરિયા,જાપાન, ઇઝરાયલમાં જાયું છે. આપણને સામૂહિક સ્વાભિમાન અને સામૂહિક સંકલ્પની જરૂર છે. બીજા વિશ્વયુદ્ધ પછી આખી દુનિયા રાજકીય કોલોનાઇઝેશનમાંથી આર્થિક કોલોનાઇઝેશનમાં આવી ગઈ હતી. જે તેમાં પાછળ રહી ગયું તે દુનિયામાં ક્યાંય નહીં રહે. પછી વાત આવે છે ગુણવત્તા અને ટેક્નિક, એફએમસીજીનું જ ઉદાહરણ લો. તેમાંથી કોઈ વસ્તુ એવી નથી, જે આપણે કરી શકતા નથી. ટામેટાની ચટણી બનાવવામાં વળી કયું રોકેટ સાયન્સ છે ?
 
હવે આત્મનિર્ભર ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા લાવવી પડશે. તેનો અર્થ છે કે, આપણે દવાઓ અને હોસ્પિટલોનાં સાધનોના આશરે રહેવાનું નથી. આપણે એવા આત્મનિર્ભર બનીએ કે આવતીકાલે કોઈ નવો વાઈરસ આવે તો આપણી રોગપ્રતિકારક ક્ષમતા એવી હોય કે આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ. બીજું પરિવર્તન એ લાવવું પડશે કે જીવનમાં સાદગી, આત્મસંયમ, સાત્વિકતા અને અહિંસક જીવનપદ્ધતિ તરફ પાછા ફરવું પડશે. લોકો હવે આહાર, વિચાર, વાણી અને વ્યવહાર બાબતે મૂળ સંસ્કારો તરફ પાછા ફરશે. વડીલોએ જે બોધપાઠ આપ્યા છે તેના તરફ પાછા ફરવું પડશે. લક્ઝરીવાળી લાઇફ-સ્ટાઇલમાંથી આત્મસંયમવાળી જીવનપદ્ધતિ તરફ પાછા ફરવું પડશે. અત્યારે આપણું મુખ્ય ધ્યાન રોગપ્રતિકારક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધારવા પર પણ હોવું જાઈએ. તેના માટે દરરોજ ઓછામાં ઓછું એક કલાક સવાર-સાંજ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો. આયુર્વેદ પર પણ વધુ વિશ્વાસ વધારવાની જરૂર છે. અત્યારે પોતાની તબિયત સુધારવાનો, આત્મપરિવર્તનનો સમય છે. શરીર, મન, વિચાર, ભાવનાઓના દિવ્ય આત્મ-પરિવર્તન માટે આ સમયનો ઉપયોગ કરો. આ વર્ષનો ઉપયોગ આપણે પોતાના વ્યક્તિત્વવિકાસમાં કરીએ. દિવ્ય પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈને દિવ્ય વ્યક્તિત્વ અને દિવ્યજીવનની પ્રાપ્તિ કરવી જાઈએ.
 
-  બાબા રામદેવ (યોગગુરુ, પતંજલિ યોગપીઠ)