ચીને તેના પાડોસી દેશોની ૪૧ લાખ ૧૩ હજાર ૭૦૯ સ્કવેર કિ.મી.થી વધુ જમીન પચાવી પાડી છે! વાંચો!

    ૧૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
china_1  H x W:
 

પોતાની કુલ જમીનનો ૪૩ ટકા ભાગ ચીને પચાવી પાડેલો છે

 
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલ ખૂની સંઘર્ષ બાદ ઇન્ટરનેટ પર ચીનનો વાસ્તવિક નકશો વાઈરલ થઈ રહ્યો છે. ચીનમાં આ નકશામાં પૂર્વ તુર્કીસ્તાન, તિબેટ ઇનર મંગોલિયા એટલે કે દક્ષિણ મંગોલિયા, તાઇવાન, હોંગકોંગ અને મકાઉ ૬ નામનાં છ સ્થાન જોવા મળે છે. કહેવા ખાતર તો આ ચીનના ભાગ છે, પરંતુ હકીકતમાં આ છ એ છ પૂર્વે સ્વતંત્ર દેશો હતા. પરંતુ ચીને તેમનું અલગ અસ્તિત્વ ખતમ કરી તેમના પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે અને આ તમામ દેશોનો કુલ વિસ્તાર ૪૧ લાખ ૧૩ હજાર ૭૦૯ સ્કવેર કિ.મી.થી વધુ છે અને આ ભાગ ચીનના કુલ ક્ષેત્રનો ૪૩% જેટલો થાય છે. હવે ચીને કેવી રીતે આ છ દેશો પર કબજો કર્યો છે એ જોઈએ.
 

પૂર્વી તુર્કીસ્તાન :

 
૨.૨૧ કરોડની જનસંખ્યા અને ૧૬૬૦ લાખ વર્ગ કિ.મી.નો વિસ્તાર ધરાવતા આ દેશ પર ચીને ૧૯૪૯માં પોતાના નિયંત્રણમાં લઈ લીધો હતો. ચીન તેને પોતાના શિનજિયાંગ પ્રાંત તરીકે ગણાવે છે. એક સમયે ઉઇગર મુસ્લિમ બહુમતી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં હાલ ૪૫% ઉઈગર મુસ્લિમો જ બચ્યા છે. ચીન સરકાર હાન ચીનાઓને વસાવી તેમને લઘુમતીમાં લાવી દીધા છે. ચીન દ્વારા અહીંના મૂળ નિવાસી ઉઇગરોનું વંશીય નિકંદન કાઢવા કેવા અત્યાચાર કરવામાં આવે છે. તે આખો અલગ વિષય છે.
 

તિબેટ :

 
હાલ ૩૧.૮૦ જનસંખ્યા અને ૧૨.૨૮ લાખ વર્ગ કિ.મી. વિસ્તાર ધરાવતા તિબેટ પર ૨૩ મે, ૧૯૫૦ના રોજ હજારો ચીની સૈનિકો ચડી આવ્યા અને સૈન્ય વિનાના આ બૌદ્ધ દેશને પોતાના કબજામાં લઈ લીધો. ૧૯૫૯માં ચીને તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને છેતરી પકડવાનું ષડયંત્ર કર્યું, પરંતુ તેની ગંધ આવી જતાં તેઓ પોતાના સમર્થકો સહિત રાતોરાત ભારતના શરણે આવી ગયા હતા. ચીનને ભારત પ્રત્યે ત્યારની ખીજ છે અને એ જ ખીજનું પરિણામ ૧૯૬૨નું ભારત પરનું આક્રમણ હતું.
 

ઇનર મંગોલિયા :

 
ઇનર મંગોલિયા ઉર્ફે દ. મંગોલિયાની હાલ જનસંખ્યા ૨.૪૭ કરોડ અને વિસ્તાર ૧૧.૮૩ લાખ વર્ગ કિ.મી. છે. આ પ્રદેશ પર ચીનનો ડોળો પહેલાંથી જ હતો અને બીજા વિશ્ર્વયુદ્ધ બાદ તરત જ ચીને તેના પર કબજો કરી પોતાનામાં ભેળવી દીધું. જો કે ૧૯૪૭માં ચીને તેને સ્વાયત્ત જાહેર કર્યું હતું. પરંતુ ચીન કેવી સ્વાયત્તતા આપે છે એ દુનિયાને ખબર છે. આ મંગોલિયા વિસ્તારની દૃષ્ટિએ ચીનનો ત્રીજા નંબરનો સૌથી મોટો સબ ડિવિઝન છે.
 

china_1  H x W: 
 

તાઈવાન ઃ

 
માત્ર ૨.૩૭ લાખની જનસંખ્યા અને ૩૬ હજાર ૧૯૭ કિ.મી. વર્ગનો વિસ્તાર ધરાવતા તાઈવાન અને ચીનનો સંબંધ જુદો છે. ૧૯૪૯માં ચીનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. માઓત્સે તુંગની આગેવાની હેઠળના સામ્યવાદીઓએ કોમિંગટાગના પક્ષને હરાવ્યો અને હાર બાદ કોમિગટાગ તાઈવાન જતો રહ્યો. ૧૯૪૯માં ચીન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના
જ્યારે તાઈવાન રિપબ્લિક ઓફ ચાઈના બન્યું. જો કે આજે પણ બન્ને દેશો એકબીજાને માન્યતા આપતા નથી. જો કે ચીન તાઈવાનને પણ ચીનનો જ ભાગ ગણે છે.
 

હોંગકોંગ :

 
લગભગ પોણા કરોડની જનસંખ્યા અને ૧ હજાર કિ.મી. વર્ગનો વિસ્તાર ધરાવતો આ દેશ ભૂતકાળમાં ક્યારેક ચીનનો જ એક ભાગ હતો. પરંતુ ૧૮૪૨ના યુદ્ધમાં અંગ્રેજો સાથે થયેલા યુદ્ધમાં ચીનાઓએ તેને ગુમાવી દીધો. ૧૯૯૭માં બ્રિટને ચીનને આ પ્રદેશ પરત સોંપ્યો, પરંતુ ચીનની પાસે વન કન્ટ્રી ટૂ સિસ્ટમ પર હસ્તાક્ષર કરાવડાવી લીધા, જે મુજબ હોંગકોંગના લોકોને અનેક વિશેષ અધિકારો મળેલા છે. જો કે ચીને હવે ૧૯૯૭ની એ સંધીને ઠેંગો બતાવી હોંગકોંગની સ્વાયત્તતા છીનવી લીધી છે, જેને લઈ હાલ બ્રિટન અને ચીનમાં તનાતની ચાલી રહી છે.
 

મકાઉ :

 
૬.૯૬ લાખની જનસંખ્યા અને ૧૧૫.૩ કિ.મી. વર્ગનો વિસ્તાર ધરાવતો આ દેશ લગભગ ૪૫૦ વર્ષ સુધી પોર્ટૂગીઝોના આધિપત્ય હેઠળ રહ્યો હતો. ૧૯૯૯માં પોર્ટુગીઝોએ તેને ચીનને આપી દીધું અને આ સોંપણી વખતે પણ હોંગકોંગની જેમ મકાઉને ૫૦ વર્ષની રાજકીય સ્વતંત્રતા આપી છે, પરંતુ ત્યાં કેટલી સ્વતંત્રતા છે તે દુનિયા આખી જાણે છે.
 

મંચુરિયા :

 
વાત જ્યારે ચીનના અન્ય દેશો પર આક્રમણ કરી તેના પર કબજો જમાવવાની થાય છે ત્યારે તિબેટ, તાઈવાન, હોંગકોંગ અને પૂર્વી તુર્કમેનિસ્તાનની જ વાત થાય છે, પરંતુ ચીનના ઉત્તરપૂર્વી વિસ્તાર મંચુરિયાની વાત થતી જ નથી, પરંતુ હકીકત એ છે કે મંચુરિયા પણ એક સમયે સ્વતંત્ર દેશ હતો. તેની ખુદની લિપી અને સમૃદ્ધ ભાષા હતી અને અલગ સંસ્કૃતિ હતી. આ વિસ્તારને ૧૯૪૫માં સોવિયત સંઘે તેના કબજામાં લઈ ૧૯૪૬માં ચીનને આપી દીધો. ત્યારથી આ વિસ્તાર ચીનના કબજામાં છે. અનેક મંચુરિયન નિર્વાસિતો હાલ જર્મની સહિત વિદેશોમાં રહી મંચુરિયાની આઝાદીની ચળવળ ચલાવી રહ્યા છે.