પાથેય । મીઠું ઝેર કોને કહેવાય? ગુરૂએ જણાવ્યું...

    ૧૫-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

guru shishya_1  
 
વાત એ સમયની છે જ્યારે સંત શિબલીની પ્રસિદ્ધિ ચારેય કોર ફેલાઈ રહી હતી. એક દિવસ તેએ પોતાના ગુરુને મળવા તેમના આશ્રમે ગયા. ગુરુ તેમના કેટલાક શિષ્યો સાથે આધ્યાત્મિક ચર્ચામાં મગ્ન હતા. તેઓએ શિબલીના આગમનને કાંઈ ઝાઝું મહત્ત્વ ન આપ્યું, પરંતુ આશ્રમના અન્ય ઋષિકુમારોમાં શિબલીના આગમનથી આનંદ પ્રસરી ગયો. ઋષિકુમારો શિબલીને ઘેરી વા અને તેની વાહવાહી આગતા-સ્વાગતા કરવા લાગ્યા. જ્યારે તેમના ગુરુએ આ જોયું ત્યારે તેઓએ શિબલીને ટકોરતાં કહ્યું, ભાઈ શિબલી, તું અહીં શું કામ આવ્યો ? હવે તારું અહીં શું કામ છે ? હવે આ આશ્રમ તારો નથી. શિબલી ગુરુનાં આવાં કડવાં વેણ સાંભળી ચુપચાપ ત્યાંથી ચાલી નીકો. ઋષિકુમારોને આ ન ગમ્યું. તેમને લાગ્યું કે શિબલીની વધી રહેલી પ્રસિદ્ધિથી ગુરુજીને તેની ઈર્ષા થઈ રહી છે માટે જ ગુરુજી એ શિબલીનું અપમાન કર્યું છે.
 
ગુરુજી શિષ્યોની આ વાત સમજી ગયા. તેઓએ ઋષિકુમારોને બોલાવી કહ્યું, ભૂલ, વાંક શિબલીનો નથી, તમારા સૌનો છે. તમારે લીધે જ મારે મારા પ્રિય શિષ્ય શિબલીનું અપમાન કરવું પડ્યું છે. તમે લોકો તેની પ્રશંસા કરી તેને અહંકાર અને પતન તરફ ધકેલી રહ્યા હતા. જો તે તેની પ્રશંસાથી અભિમાની બની જાત તો તેની તમામ તપસ્યાનું કોઈ જ મૂલ્ય ન રહેત. પુત્રો, પ્રશંસા એવું મીઠું ઝેર છે જેને ભલભલા વીરલા પણ પચાવી શક્યા નથી. જો કોઈનું પતન કરવું છે તો તેની પ્રશંસા કરો. આપોઆપ તેનું પતન થશે. આજે મારી કડવી વાણીએ શિબલીને એ અહંકારમાંથી ઉગારી લીધો છે.