જ્યારે અટલજીએ પ્રિયંકા ગાંધીના બંગલાનું માસિક ભાડું ૫૩૪૨૧ રૂપિયાથી ઘટાડીને ૮૮૮૮ કરી આપ્યુ!

    ૧૬-જુલાઇ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

atalbihari_1  H
 
 
પ્રિયંકા ગાંધીઅને સીતારામ કેસરીને અટલબિહારી બાજપાઈની આ વાત અત્યારે યાદ હશે?
 

પ્રિયંકા ગાંધી...... અટલબિહારી બાજપાઈ..... અને સીતારામ કેસરી...........

 
પ્રિયંકા ગાંધીનો બંગલો કેન્દ્ર સરકારે ખાલી કરવાની નોટિસ આપતાં વાતાવરણ માં ઠીક ઠીક ગરમી આવી ગઈ. કોંગ્રેસ પ્રવકતાએ આ નોટિસને બદલાની રાજનીતિ કહી. પણ આ બંગલાની સ્ટોરી સાથે પૂર્વ વડાપ્રધાન દિવંગત અટલબિહારી બાજપાઈને ખાસ્સો સંબંધ છે તે ખુબ ઓછા લોકો જાણતા હશે. 2765 વર્ગ મીટરનો આ બંગલો સોનિયા ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધીએ ડિસેમ્બર 1997 માં સરકાર પાસેથી ભાડા પેટે લીધેલો. તે સમયે આ બંગલાનું માસિક ભાડુ રૂપિયા ૧૯,૯૦૦ હતું. તેના ભાડામાં દર વર્ષે રૂપિયા૧૭૦૦નો વધારો થતો. વર્ષ ૨૦૦૨માં અટલજીની સરકાર વખતે આ બંગલાનું માસિક ભાડું રૂપિયા ૫૩,૪૪૧ થયેલું. તો તારીખ ૭ મે ૨૦૦૨ના રોજ પ્રિયંકા ગાંધીએ અટલજીને પત્ર લખી જણાવ્યું કે આ બંગલાનું ભાડું ઘણું વધારે છે અને આટલું બધું ભાડું ચૂકવવું તેના ગજા બહારની વાત છે.
 
પ્રિયંકાના શબ્દો પ્રમાણે Rs 53421 was too high an amount and beyond her paying capacity. પ્રિયંકાએ એ પણ લખ્યું હતું કે પોતે આ બંગલાનું ભાડું રૂપિયા ૨૮૪૫૧ સુધી આપી શકે તેમ છે. આપણા આશ્ચર્ય સાથે અટલજીએ પ્રિયંકાના આ બંગલાનું ભાડું  રૂપિયા ૫૩૪૨૧થી ઘટાડીને માસિક ભાડું રૂપિયા ૮૮૮૮  કરી આપ્યું.... શું આ બધું પ્રિયંકાને યાદ હશે ને !!!
 

sitaram kesari_1 &nb 

આ સાંભળી કેસરિજીની આંખમાં આંસુ આવી ગયેલા. ... 

 
આવો જ લાગણી સભર કિસ્સો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરી સાથે પણ બનેલો. સીતારામ કેસરીએ જીવન ભર અટલજી ને અપશબ્દો કહેલા. સન ૧૯૯૮ની ચુંટણીમાં લોકસભામાં કોંગ્રેસને માત્ર 141 બેઠકો મળતાં પછાત વર્ગના OBC એવા સીતારામ કેસરીને પક્ષપ્રમુખ પદેથી કાઢી મૂકેલા. વધુમાં કોંગ્રેસે કેસરીજીને ન તો લોકસભામાં ટિકિટ આપેલી ન તો રાજ્યસભામાં . તેથી સીતારામ કેસરીને બંગલો ખાલી કરવાનો વારો આવ્યો. દિલ્હીમાં તેમનું પોતાનું કોઈ નિવાસસ્થાન ન હતું તેથી કેસરીજી બંગલો ખાલી કરી બિહારમાં પોતાના વતનમાં જવાની તૈયારી કરતા હતા તે વાત અટલજીના ધ્યાન પર આવી. અટલજીએ કેસરિજીને બોલાવીને કહ્યું "આપ બિહાર મત જાઈએ. આપકો નિવાસસ્થાન કી તકલીફ હે ના? વહ દૂર હો જાયેગી. આપ અપને હી નિવાસસ્થાન મેં રહ સકોંગે. મેં આપકા બંગલા સ્વતંત્રતા સેનાની કે ક્વોટા મેં એલોટ કર દેતા હું ". આ સાંભળી કેસરીજીની આંખમાં આંસુ આવી ગયેલા. તેઓ બોલેલા કે"નહેરુ ઇન્દિરા કોંગ્રેસ માટે મેં મારી ચામડીના જૂતાં બનાવી પહેરાવવાની વાત કરેલી તે કોંગ્રેસે જ મને હડધૂત કર્યો છે. જ્યારે જેને મેં જીવનભર ગાળો ભાંડી હતી તે અટલજીએ મારા પર પ્રેમ વરસાવ્યો છે " વાહ અટલજી, શું આ બધી વાતો આજે પણ આ બધાને યાદ હશે ખરી ???.