માનો યા ના માનો - ભારતના કમ્યુનિસ્ટોનું ગુરુ-ચીન - અનેક ઘટના તેની સાક્ષી પુરે છે...

    ૨૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
cpm and china_1 &nbs

ભારતના કમ્યુનિસ્ટોનું ગુરુ-ચીન

 
આજે ગુરુપૂર્ણિમાને દિવસે, એક ઘણા વિચિત્ર સંયોગો ઊભા થઈ રહ્યા છે. ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી આ વર્ષે ૧૭ ઓક્ટોબરે પોતાના જન્મનાં સો વર્ષ પૂરાં થવાનો આનંદ માણી રહી છે, તો બીજી બાજુ તેમનો ગુરુ, તેમનો પ્રેરણાસ્રોત, તેમનો વાલી ગણાય એવું ચીન ભારત સામે આંખ લાલ કરી રહ્યું છે, સીમાવિવાદ ઊભો કરી રહ્યું છે.
 
આ કમ્યુનિસ્ટોનું બધું જ ગજબ અને વિચિત્ર હોય છે. જે પક્ષનાં નામમાં ભારત છે, જેનું નામકરણ જ ’ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી’(Communist Party of India - CPI)રાખવામાં આવ્યું હતું, તેની સ્થાપના થઈ હતી, તત્કાલીન સોવિયેત રશિયાના શહેર તાશ્કંદમાં.
 
* એ જ તાશ્કંદ, જ્યાં ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીનું રહસ્યમય અવસાન થયું હતું. - (સંયોગવશ તાશકંદ હવે સોવિયેત રશિયાનો ભાગ નથી, તે ઉજબેકિસ્તાનની રાજધાની છે.)
 
* મોસ્કોમાં ઓગસ્ટ, ૧૯૨૦માં કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલનું દ્વિતીય અધિવેશન થયું હતું. તેમાં ભારતથી પણ પ્રતિનિધિઓ ગયા હતા. અધિવેશનના બે મહિના પછી, ૧૭ ઓક્ટોબર ૧૯૨૦ના દિવસે તાશકંદમાં માનવેન્દ્રનાથ રૉય, (એમ. એન. રૉય), તેમનાં પત્ની એલવિન ટ્રેન્ટ, અબાની મુખરજી, રોજા ફીટિન્ગોવ, મોહમ્મદઅલી, મોહમ્મદ શરીફ તથા મંડાયમ પાર્થસારથિ તિરુમલ આચાર્ય, એ સાત સભ્યોએ મળી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. મોહમ્મદ શરીફ તેના સચિવ ચૂંટાયા અને આચાર્યએ અધ્યક્ષના અધિકારથી આ બેઠકના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા.
 
અને વિચિત્ર વાત જુઓ, વિદેશમાં જન્મેલી આ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો આગ્રહ પાર્ટીમાં કયા લોકોને લાવવાનો હતો....? તેઓ મુસલમાનોને કાર્યકર્તા તરીકે ભરતી કરવા પર ભાર મૂકી રહ્યા હતા. સીપીઆઈ(એમ)ની અધિકૃત વેબસાઈટ પર લખ્યું છે,
 
M.N. Roy, as the principal organiser of the party, was keen on and successfully recruited young ex-Muhajir students from India. Roy and Evelyn Roy-Trent, his wife and comrade at the time, played a key role in bringing Mohammad Shafiq, Mohammad Ali and other ex-Muhajirs into the fold of the nascent communist party. (આ સંદર્ભની લિંક કમેન્ટમાં છે.)
 
એક બીજી પણ મજાની વાત છે. ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના ક્યારે થઈ તે બાબતે પણ કોમરેડો વચ્ચે ભારે મતભેદ છે. અનેક કમ્યુનિસ્ટો, ખાસ કરીને સીપીઆઈ સાથે જોડાયેલા કમ્યુનિસ્ટો એમ માને છે કે પાર્ટીની સ્થાપના ૨૬ ડિસેમ્બર, ૧૯૨૫માં થઈ. એ દિવસે શનિવાર હતો અને કમ્યુનિસ્ટ પાર્ટીએ ભારતમાં પોતાનું પ્રથમ અધિવેશન કાનપુર ખાતે રાખ્યું હતું. આ અધિવેશનમાં પાર્ટીની વિધિવત જાહેરાત થઈ એવું કેટલાક કમ્યુનિસ્ટો માને છે. તેમાં મુંબઈના સચ્ચિદાનંદ વિષ્ણુ ઘાટે પાર્ટીના સચિવ તરીકે ચૂંટાયા.
 
પરંતુ સીપીઆઈ(એમ)ની અધિકૃત વેબસાઈટમાં ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના, ૧૯૨૦ની ૧૭ ઓક્ટોબરે થઈ એમ જ લખ્યું છે. એટલે ભારતમાં સામ્યવાદ તરીકે ઓળખાતા કમ્યુનિઝમનું આ એકસોમું વર્ષ ચાલી રહ્યું છે એમ આપણે કહી શકીએ છીએ.
 

cpm and china_1 &nbs 
 
ભારત સ્વતંત્ર થયા પછી અહીંના કમ્યુનિસ્ટોએ તેને સાચી સ્વતંત્રતા’ ન માની. કમ્યુનિઝમ પ્રમાણે વ્યવસ્થા પરિવર્તન, માત્ર ક્રાંતિથી જ થાય છે. અને તે પણ લોહિયાળ ક્રાંતિથી. એટલે ભારતમાં તત્કાલીન વ્યવસ્થાના વિરોધમાં સશસ્ત્ર બળવો કરવો કે નહીં એ વિષય પર કમ્યુનિસ્ટ પાર્ટીમાં ઘણા આંતરિક મતભેદો ઊભા થયા. પાર્ટીની આંધ્ર લાઇન’સશસ્ત્ર વિરોધ ઇચ્છતી હતી અને રણદિવે લાઇન’ સશસ્ત્ર વિરોધના પક્ષમાં નહોતી.
 
મજાની વાત તો એ છે કે આ વિવાદ ઉકેલવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મોસ્કો ગયા. મોસ્કોના નેતાઓના સમજાવ્યા પ્રમાણે ભાકપા(ભા. કમ્યુનિસ્ટ પાર્ટીએ) ત્રણ દસ્તાવેજ(પેપર્સ) પ્રકાશિત કર્યા, જેના દ્વારા ભારતની સ્વતંત્રતાને માન્યતા આપવામાં આવી અને પાર્ટીને ચૂંટણીમાં ભાગ લેવાની અનુમતિ મળી. અર્થાત્ રશિયન નેતાઓના કહેવાથી ભારતના કમ્યુનિસ્ટોએ ભારતીય સ્વતંત્રતાને માન્યતા આપી.
 
* ૧૯૫૨માં પહેલી લોકસભા ચૂંટણી લઢવી એ કમ્યુનિસ્ટ પાર્ટી માટે ફાયદામાં જ રહ્યું. ભલે તેમના ફક્ત ૧૬ જ સાંસદો ચૂંટાઈ આવ્યા, પરંતુ ભાકપા આ દેશનો મુખ્ય વિરોધપક્ષ બની ગયો.
 
એક અન્ય વિશેષ ઘટના કેરળમાં બની. સન ૧૯૫૭ની વિધાનસભા ચૂંટણીમાં, કેરળમાં ઇ. એમ.એસ. નાબુન્દ્રીપાદના નેતૃત્વમાં ભાકપાની સરકાર બની. એ વિશ્ર્વની સૌથી પહેલી ચૂંટાયેલી કમ્યુનિસ્ટ સરકાર હતી. એના પહેલાં તો અનેક દેશોમાં કમ્યુનિસ્ટોએ લોહિયાળ ક્રાંતિ દ્વારા સત્તા પર કબજો મેળવ્યો હતો.
 
પરંતુ ફક્ત બે જ વર્ષમાં, સન ૧૯૫૯માં, પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ સરકારને ઉથલાવી દીધી. સરકાર બરખાસ્ત થઈ ગઈ. હવે કમ્યુનિસ્ટો સામે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ. ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરવી એ સાવ અલોકતાંત્રિક પગલું હતું.
 
એટલે અહીંના કમ્યુનિસ્ટો નહેરુ સરકારનો જબરજસ્ત વિરોધ કરવા લાગ્યા. પણ મોસકોનું કહેવું હતું, હમણાં નહેરુનો વિરોધ કરવાનો નથી. તે દિવસોમાં કમ્યુનિસ્ટોનો મુખ્ય ગુરુ રશિયા હતું. એટલે પાર્ટીના નેતાઓ મોસ્કો દોડી ગયા. ત્યાંથી સ્પષ્ટ આદેશ મળ્યો. ’એકાદું રાજ્ય ગુમાવવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ નહેરુ હજી હમણાં આપણા સકંજામાં ફસાઈ રહ્યા છે. આપણી વાતો માની રહ્યા છે. આપણું અનુકરણ કરી રહ્યા છે. એટલે નહેરુ સરકારને સમર્થન(ટેકો)આપવાનું છે.
આજ્ઞા તો આજ્ઞા જ હોય છે. અને એ પણ મોસ્કોથી આવેલી ગુરુની આજ્ઞા. એટલે તેનું શબ્દશ: પાલન કરાયું. કેરળની કમ્યુનિસ્ટ સરકાર ઉથલાવી દેવાયા છતાં પણ કમ્યુનિસ્ટોએ નહેરુનો કદી વિરોધ ન કર્યો.
 
ભારતના વર્તમાન કમ્યુનિસ્ટોનો ગુરુ અને રોલ મોડેલ આજકાલ ચીન છે. પહેલાં રશિયા ગુરુ હતું. પણ ૧૯૪૯ની ચીની ક્રાંતિ પછી રશિયા અને ચીન બંને હતાં. પરંતુ નેવુંના દસકામાં સોવિયેત રાશિયાનાં વિઘટન પછી(તૂટી ગયા પછી) અને આર્થિક શક્તિ તરીકે ચીન પ્રસ્થાપિત થવા લાગ્યું ત્યારથી હવે ગુરુની ભૂમિકામાં ચીન છે. કમ્યુનિસ્ટ પાર્ટીનાં જુદાં જુદાં જૂથોનાં નામમાં માર્કસ-લેનિન હોવા છતાં પણ તે બધા પોતાને ’માઓવાદી’ તરીકે ઓળખાવે છે. ચીન પણ કમ્યુનિસ્ટ પાર્ટીનાં જુદાં જુદાં જૂથોનું વાલીપણું કરે છે.
 
આ ચીન, કમ્યુનિસ્ટ બનતા પહેલાં સુધી ભારતનું શત્રુ નહોતું. ઇતિહાસમાં, ભારતીય રાજાઓનો ચીન સાથે સંઘર્ષ થયો છે એવું વર્ણન ક્યાંય આવતું નથી. ચીનના શાસકોએ, આક્રમકોથી બચવા માટે, વિશ્ર્વપ્રસિદ્ધ ’ચીનની દીવાલ’ બનાવી. આજના ઉજબેકિસ્તાન, કઝાકિસ્તાન, અઝરબૈઝાન કિરગિસ્તાનના કબીલા, જેમને આપણે ’હૂણ’ પણ કહેતા હતા. આપણે તો આવા હૂણોનો પણ સામનો કર્યો. તેમને પરાજિત કર્યા. પરંતુ ચીને મોટી દીવાલ બનાવી પોતાનું રક્ષણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
 
ઘણા ઓછા લોકોને ખબર હશે કે બીજિંગ શહેરની રચના (Town Planning)એક હિન્દુએ કરી હતી. એ વ્યક્તિનું નામ હતું, ’બલબાહુ’ જે ચીનમાં ’આર્નિકો’ નામથી પ્રસિદ્ધ થયો. બારમી સદીમાં ચીનના રાજાએ પાટન(જે નેપાલનું એક શહેર છે)ના કેટલાક શ્રેષ્ઠ મૂર્તિકારોને ભગવાન બુદ્ધ અને હિંદુ દેવતાઓની મૂર્તિઓ ઘડવા માટે ચીનમાં નિમંત્રિત કર્યા. તે પૈકીનો એક બલબાહુ પણ હતો. ચીનના રાજાને તેનું કામ બહુ ગમ્યું. તેને રાજમહેલ બનાવવાનું કામ મળ્યું અને તેની કલ્પકતા અને કલા જોઈ રાજાએ તેને બીજિંગ શહેરની નગરરચનાનું કામ આપ્યું. જે ધીમે ધીમે વસી રહ્યું હતું. બલબાહુએ જ ચીનમાં ઢળતાં છાપરાવાળાં ઘરોની રચના કરી જે આજે ચીનની ઓળખ બની ચૂકી છે. ચીને ૨૦૦૨ની ૧ મેના દિવસે આ બલબાહુ(આર્નિકો)ની પૂર્ણ કદની પ્રતિના બીજિંગના ચોકમાં સ્થાપિત કરી છે. જેના પર બીજિંગ શહેર વસાવવામાં મળેલા બલબાહુના યોગદાન(ફાળો)નો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
 
ચીન બદલાયું, કમ્યુનિસ્ટ બન્યા પછી. ૧૯૫૯ની ૧ ઓક્ટોબરે માઓત્સે તુંગે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાયનાની સ્થાપના કરી, જે ઘોષિત કમ્યુનિસ્ટ દેશ છે. ચીનમાં માત્ર એક જ રાજકીય પક્ષ છે-સી સી પી. અર્થાત્ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી.’ લગભગ બધા જ દેશોમાં સેનાનાં નામો જે તે દેશને આધારે હોય છે. દા.ત. ભારતીય થલસેના, ભારતીય વાયુસેના, યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ફોરસેસ, ફ્રેન્ચ આર્મી વગેરે. પરંતુ ચીનની સેનાનું નામ છે, પીપલ્સ લિબરેશન આર્મી.’ તે દેશને નહીં પણ સી.પી.પી. ને વફાદાર છે. ૧૯૪૯ની ૧ ઓક્ટોબર પહેલાં તે રેડ આર્મીના નામે પ્રસિદ્ધ હતી.
 

cpm and china_1 &nbs 
 
સત્તા પર આવ્યા પછી, માઓત્સે તુંગે પહેલા દિવસથી પોતાની વિસ્તારવાદી નીતિ જાહેર કરી હતી. તે અનુસાર જ ચીને તિબેટનો કોળિયો કરી લીધો. તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાને ચોરીછૂપીથી ભારતમાં આશરો લેવો પડ્યો. એ જ વિસ્તારવાદી નીતિ અનુસાર ચીને ૧૯૬૨માં ભારત પર આક્રમણ કર્યું હતું. એ સમય સુધી ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી ચાલીસ વર્ષની થઈ ચૂકી હતી. એ પાર્ટીએ (CPI)ચીન દ્વારા થયેલાં આક્રમણનો વિરોધ ન કર્યો પણ તેને બદલે ભારત સરકાર પર આરોપ મૂક્યો કે ભારતની ભૂલભરેલી નીતિને કારણે જ ચીનને યુદ્ધ માટે વિવશ થવું પડી રહ્યું છે.
 
જ્યારે ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટી(સીપીઆઈ)એ ખુલ્લેઆમ ચીનને ટેકો આપવાની શરૂઆત કરી ત્યારે સરકાર માટે કાંઈક કરવું આવશ્યક બની ગયું. સરકારે બધા જ મુખ્ય કમ્યુનિસ્ટ નેતાઓને ચીનયુદ્ધ દરમિયાન કેદ કર્યા.
 
ત્રિવેન્દ્રમની પૂજાપુરા જેલમાં અન્ય વરિષ્ઠ કમ્યુનિસ્ટ નેતાઓ સાથે વી પણ કેદ હતા. તેમને લાગ્યું કે કમ્યુનિસ્ટ પાર્ટીની છબી પ્રજામાં દેશદ્રોહીની છબી બનતી જાય છે. અને તેને બદલવી આવશ્યક છે. એટલે તેમણે જેલમાં જ ભારતીય સૈનિકો માટે રક્તદાન અભિયાન ચલાવ્યું.
 
પરંતુ એ વાત તેમના અન્ય કમ્યુનિસ્ટ સાથીઓને પસંદ ન પડી. તેમણે આ અભિયાન બંધ કરાવ્યું. પછી યુદ્ધ પૂરું થયું. આ બધા નેતાઓ જેલમાંથી છૂટયા. પરંતુ અચ્યુતાનંદનની ફરિયાદ પોલિતબ્યુરો સામે કરવામાં આવી. જ્યોતિ બસુના અધ્યક્ષપદે એક તપાસ સમિતિની રચના થઈ. સમિતિનો નિર્ણય હતો-
 
‘ભારતીય સેનાના ટેકામાં આવું અભિયાન ચલાવવું એ ‘પાર્ટી વિરોધી કાર્ય’ છે. એટલે સજા તરીકે અચ્યુતાનંદનને પોલિટ બ્યુરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એ જુદી વાત છે કે વર્ષો પછી એ જ અચ્યુતાનંદન કેરળના મુખ્યમંત્રી બન્યા.
 
(અમેરિકાના સી.આઈ.એ.એ ૧૯૬૨ના આ યુદ્ધ પર અનેક ગુપ્ત દસ્તાવેજો બનાવ્યા છે. જે સંદર્ભ માટે કમેન્ટમાં લિંક સાથે ઉપલબ્ધ છે. તેમાં સી. આઈ. એ. એ કમ્યુનિસ્ટોની, ચીન યુદ્ધ વખતની બધી પ્રવૃત્તિઓની પોલ ખોલી નાખી છે. ’સી.આઈ.એ. એ થોડું અતિશયોક્તિભર્યું લખ્યું હશે’ એમ માનીને પણ આ દસ્તાવેજોમાં કમ્યુનિસ્ટોનાં જે કરતૂતો લખ્યાં છે તે મહાભયંકર છે. તે દિવસોમાં કમ્યુનિસ્ટોએ સેનામાં ફૂટ પડાવી હતી અને તેઓ સેનામાં બળવો કરાવવા ઇચ્છતા હતા.
 
આ દરમિયાન આંતરરાષ્ટીય સમીકરણો બદલાયાં. સોવિયેત રશિયાની કમ્યુનિસ્ટ પાર્ટી અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચેના મતભેદો વધુ ઊંડા થયા. ભારતના કમ્યુનિસ્ટો ગૂંચવાડામાં પડયા..... તેમના બંને ગુરુભાઈઓમાં જ યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોઈ શું કહેવું ? વિદેશી પ્રેરણા અને સાધનસંપત્તિ પર મોજ કરવાવાળી કમ્યુનિસ્ટ પાર્ટીમાં પણ ભાગલા પડ્યા અને ૧૯૬૪માં માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ.
 
કમ્યુનિસ્ટોએ આ દેશને ક્યારેય પોતાનો માન્યો જ નથી. આ દેશની સેનાને ક્યારેય પોતાની ન માની...
 
ચીનનો સંદર્ભ જ્યારે પણ આવે છે ત્યારે સાચો કમ્યુનિસ્ટ તરત વિનમ્ર થઈ જાય છે. ચીન બધા જ કોમરેડૉનો આદર્શ છે. એક મહત્ત્વનું પુસ્તક છે- ‘બ્લેક બુક ઓન કમ્યુનિઝમ’ કેટલાક જૂના કમ્યુનિસ્ટોએ જ આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં કમ્યુનિસ્ટોએ સમગ્ર વિશ્ર્વમાં કેટલો આતંક ફેલાવ્યો છે, કેટલું દમણ/શોષણ કર્યું છે, કેટલી હત્યાઓ કરી છે વગેરે બધાનું પુરાવા સહિત વર્ણન છે. તેમાં અપાયેલા આંકડા અનુસાર કમ્યુનિસ્ટોએ આખી દુનિયામાં દસ કરોડથી પણ વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. તેમાંથી સાડા છ કરોડ હત્યાઓ એકલા ચીને કરી છે. જ્યારે આવું ચીન ભારતીય કમ્યુનિસ્ટોનો આદર્શ હશે, તેમનો ગુરુ હશે તો અહીંના કમ્યુનિસ્ટો પણ આ આતંકવાદના તંત્રમાં પારંગત હોય તે સ્વાભાવિક છે. માઓનાં નામ પર અહીંના નક્સલવાદીઓએ જે લોહીની નદીઓ વહાવી છે તેનો અંદાજ કરવો પણ અઘરો છે. પરંતુ રાજકીય પક્ષ તરીકે કામ કરતા સીપીઆઈ અને સીપીઆઈ(એમ)ના કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં તેમના વિરોધીઓની હત્યાઓ કરી છે. કેરળના વર્તમાન મુખ્યમંત્રી પીનરઈ વિજયન પણ સંઘના એક સ્વયંસેવકની હત્યાના આરોપી હતા અને છ મહિના જેલમાં પણ જઈ ચૂક્યા છે.
 
કમ્યુનિસ્ટોએ પોતાના ગુરુ ચીન પ્રત્યે પોતાના પ્રેમ અને આદરનો અનેક વખત જાહેર સ્વીકાર કર્યો છે. હમણાં ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૭માં જ્યારે ચીન ‘ડોકલામ’માં ઘૂસી ગયું હતું અને ભારતીય સેના તેને પાછું હટાવવામાં સક્રિય હતી ત્યારે માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાં મુખપત્ર ’પીપલ્સ ડેમોક્રસી’એ લખ્યું,
 
- ‘Doklam belongs to Bhutan. Let Bhutan resolve the problem by itself. We need not interfere in that issue. And the root cause of the problem is not Doklam but Modi Sarkar&
 
કોવિડ-19ને કારણે નિર્માણ થયેલી પરિસ્થિતિ સામે જ્યારે દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે રાષ્ટીય સ્વયંસેવક સંઘ તથા અન્ય સ્વયંસેવી સંગઠનો ગરીબોને, મજૂરોને, અનાજ પહોંચાડવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. કોરોના સંક્રમિતોની તપાસમાં જ્યારે સંઘના સ્વયંસેવકો જીવ જોખમમાં મૂકી સહાયક બની રહ્યા હતા ત્યારે આ સર્વહારાની વાત કરનારા કમ્યુનિસ્ટો ક્યાં હતા ? એક પણ ફોટો જોયો તમે એ વખતે તેમનો ? તે સમયે આ કમ્યુનિસ્ટો વિવાદ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા હતા કે પ્રવાસી મજૂરોનું પલાયન એ સરકારની ભૂલ છે, અને એટલે આ મજૂરોએ સરકાર સામે ખુલ્લું આંદોલન ચલાવવું જોઈએ.
હમણાં ચાર દિવસ પહેલાં લદાખમાં ચીને કરેલી ઘૂસણખોરી પર અને આપણા સૈનિકો સાથે થયેલી અથડામણ બાબતે સીપીઆઈના મહાસચિવ ડી રાજા કહે છે, બંને પક્ષે સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ.’
 
કમ્યુનિસ્ટો માટે, ‘ભારત’ કાંઈ ‘તેમનો’ પક્ષ નથી. કમ્યુનિસ્ટો માટે ભારત પોતાનો દેશ પણ નથી. તેમની સંપૂર્ણ પ્રેરણા રશિયા અને ચીન રહ્યા છે. દેશ પર જ્યારે જ્યારે આપત્તિઓ આવી, સંકટો આવ્યાં, આક્રમણ થયાં ત્યારે ત્યારે ભારતના કમ્યુનિસ્ટોએ દેશને સાથ આપ્યો નથી. ...
 
એટલે પછી તેમને કોઈ દેશદ્રોહી કહે તો ?
 
- પ્રશાંત પોળ
  ( પ્રજ્ઞા પ્રવાહ કેન્દ્રીય ટોળી સદસ્ય, જબલપુર)