સ્વતંત્રતા ચળવળના લડવૈયા : બટુકેશ્ર્વર દત્ત

    ૨૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

batukeshvar datt_1 & 
 
તા. ૨૦ ઈ, પુણ્યતિથિ નિમિત્તે વિશેષ...

જીવન - સ્વતંત્રતાની લડતના લડવૈયાઓના નજીકના સાથી

 
બટુકેશ્ર્વર દત્તને બી. કે. દત્ત, બટ્ટુ અને મોહન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ ગોષ્ટા બિહારી દત્તના પુત્ર હતા. તેમનો જન્મ ૧૮ નવેમ્બર, ૧૯૧૦ના દિવસે પશ્ર્ચિમ બંગાળમાં આવેલા પૂર્વ વર્ધમાન જિલ્લાના ઓરી ગામમાં થયો હતો. તેઓ કાનપુરની પી. પી. એન. હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. તે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા સ્વતંત્રતાની લડતના લડવૈયાઓના નજીકના સાથી હતા. તેમને તેઓ કાનપુરમાં ૧૯૨૪માં મા હતા. તેમણે હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન માટે કામ કરતી વખતે બોમ્બ બનાવવાનું શીખ્યું.
 

૧૯૨૯ વિધાનસભા બોમ્બ ધડાકો

 
ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓના ઉદયને ડામી દેવા માટે, બ્રિટીશ સરકારે ૧૯૧૫માં ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ લાગુ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી પોલીસને લોકોની અટકાયત કરવાની મુક્ત સત્તા મળી. ફ્રેન્ચ ક્રાંતિકારી દ્વારા ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ પર બોમ્બ ઝીંક્યાની ઘટનાથી પ્રભાવિત થઈ ભગતસિંહે હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનમાં કેન્દ્રીય વિધાનસભાની અંદર બોમ્બ ફોડવાનો પ્રસ્તાવ મૂક્યો. જેના પર સંમતિ મળી. શરૂઆતમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે ભગતસિંહ યુએસએસઆર જશે ત્યારે બટુકેશ્ર્વર દત્ત અને સુખદેવ બોમ્બ ધમાકો કરશે. જો કે, પાછળથી આ યોજના બદલાઈ ગઈ હતી અને બટુકેશ્ર્વર દત્ત અને ભગત સિંહને સાથે મળીને બોમ્બ ગોઠવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ૮ એપ્રિલ, ૧૯૨૯ના દિવસે, ભગત સિંહ અને બટુકેશ્ર્વર દત્તે વિઝિટર ગેલેરીથી ધસીને એસેમ્બલીની અંદર બે બોમ્બ ફેંકી દીધા. બોમ્બ ધમાકાથી ધુમાડો ખંડમાં ભરાઈ ગયો અને તેઓએ ઇન્કલાબ ઝિંદાબાદનો નાદ કર્યો અને પત્રિકાની વર્ષા કરી.
 
પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બોમ્બ ધમાકો વેપાર વિવાદો અને જાહેર સલામતી કાયદો અને લાલા લાજપતરાયની હત્યાની વિરોધમાં કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં અમુક લોકોને થોડીક ઈજાઓ પહોંચી હતી, પરંતુ ત્યાં કોઈ મોત નીપજ્યું ન હતું. ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તની ધરપકડ કરવામાં આવી હતી.
 

મુકદ્દમો

 
સિંહ અને સુખદેવની સાથે, દત્ત પર સેન્ટ્રલ એસેમ્બલી (કેન્દ્રીય વિધાનસભા)માં બોમ્બ ફેંકવાના કેસમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો અને તેમને ઈ.સ. ૧૯૨૯માં દિલ્હીના સેશન્સ ન્યાયાધીશ દ્વારા આજીવન કેદની સજા ફટકારી હતી. તેમને સેલ્યુલર જેલ, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર મોકલી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
 

છેલ્લા દિવસો

 
જેલમાંથી છૂટ્યા પછી બટુકેશ્ર્વર દત્તને ક્ષય રોગ થયો. તેમ છતાં તેમણે મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો અને ફરીથી ચાર વર્ષ જેલમાં ગયા. તેમને મોતીહારી જેલમાં (બિહારના ચંપારણ જિલ્લામાં) બંદી બનાવવામાં આવ્યા હતા. ભારતને આઝાદી મા પછી, તેમણે નવેમ્બર ૧૯૪૭માં અંજલિ સાથે લગ્ન કર્યાં અને તેમણે પોતાની બાકીનું જીવન રાજકીય ચમકથી દૂર ગરીબીમાં વિતાવ્યું હતું. આ સ્વતંત્રતા સેનાની પાછળનું જીવન પીડાદાયક અને દુઃખદ હતું. આઝાદી માટે લડનારા આ વીરને આજીવિકા માટે પરિવહનનો ધંધો શરૂ કરવાની ફરજ પડી હતી. ૨૦ જુલાઈ, ૧૯૬૫ના દિવસે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લાંબી માંદગી પછી તેનું અવસાન થયું. તેમની અંત્યવિધિ પંજાબના ફિરોજપુર નજીક આવેલા હુસેનીવાલામાં કરવામાં આવી, જ્યાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા તેમના અન્ય સાથીઓની અંત્યવિધિ કરવામાં આવી હતી. તેમને એક પુત્રી હતી, જેનું નામ ભારતી દત્ત બાગચી છે. તે પટનાના જક્કનપુર વિસ્તારમાં તેમનું ઘર આવેલું છે.
 
નવી દિલ્હીની બી કે દત્ત કોલોની, સફદરજંગ વિમાનમથકની સામે અને જોરબાગને અડીને આવેલા મુખ્ય સ્થાન પર સ્થિત છે. તેનું નામ બટુકેશ્ર્વર દત્તના નામ પરથી આપવામાં આવ્યું છે. તે એન.ડી.એમ.સી. વિસ્તારમાં એઇમ્સની સૌથી નજીકના ખાનગી રહેણાંક વસાહત છે.
 
અનિલ વર્માએ બટુકેશ્ર્વર દત્ત : ભગતસિંહ કે સહયોગી નામનું પુસ્તક લખ્યું હતું. જે દત્તના જન્મની શતાબ્દી પર પ્રકાશિત કરાયું હતું. ભારત સરકારની પ્રકાશન સેવા, રાષ્ટીય બુક ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. બટુકેશ્ર્વર દત્ત પર કો પણ ભાષામાં પ્રકાશિત થયેલું આ પહેલું પુસ્તક છે.