જ્યારે સ્કવોડ્રન લીડર ટ્રેવર કેલોરની વ્યૂહરચના મુજબ પાકિસ્તાની વાયુસેનાને ડારો દેખાડવા માટે એફ ૧૦૪ના પાયલોટસને પણ મેદાને ઉતાર્યા

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

Trevor Joseph Keelor_1&nb
 

સ્કવોડ્રન લિડર ટ્રેવર કેલોર | યુદ્ધ - ૧૯૬૫ (પાકિસ્તાન)

 

૮૬ સેબર જેટ વિમાનોને ફૂંકી મારવાનું સાહસ દાખવનાર વીર । પાકિસ્તાનની તકલીફ એ છે કે તેની પાસે ભારત કરતાં કશીક નવી ડિફેન્સ ટેક્નોલોજી કે શસ્ત્ર હાથમાં આવે ત્યારે તે ભાન ભૂલી જાય છે. એ સમયના હુકમરાન અયૂબખાન તો આ બાબતમાં સાવ મૂર્ખ હતા

 
૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ મેસેજ મળ્યા કે જમ્મુ કાશ્મીરના છાંબ સેક્ટરમાં પાકિસ્તાનનાં વિમાનો સીમારેખાનો ભંગ કરીને ગોળ ચકરાવો મારી રહ્યાં છે. અમેરિકા પાસેથી ખરીદેલાં શસ્ત્રો અને સેબ્રે ફાઇટર વિમાનો પર પાકિસ્તાનને ખૂબ ગુમાન હતું. જો કે એ ચક્કર તેના માટે મોતનાં ચક્કર બનવાનાં હતાં.
 
પાકિસ્તાનની તકલીફ એ છે કે તેની પાસે ભારત કરતાં કશીક નવી ડિફેન્સ ટેક્નોલોજી કે શસ્ત્ર હાથમાં આવે ત્યારે તે ભાન ભૂલી જાય છે. એ સમયના હુકમરાન અયૂબખાન તો આ બાબતમાં સાવ મૂર્ખ હતા. કાશ્મીરના છાંબ સેકટરમાં પાકિસ્તાન કલાકો સુધી વિમાન ઉડાડ્યા કરે તો પછી ભારતીય વાયુસેના ત્યાં કાંઈ મચ્છર મારવા બેઠી ન હતી.
 
છાંબ સેક્ટરની નજીક સ્કવોડ્રન લીડર ટ્રેવર કેલોર યુદ્ધ વખતની વ્યૂહરચના મુજબ સેકશન લીડર પણ હતા. તેમણે નરી આંખે એફ ૮૬ સેબર જેટ વિમાનોને જોયા પછી તરત જ વળતા પ્રહારની તૈયારી શરૂ કરી હતી. યુદ્ધ તેની ચરમસીમાએ હતું તેવા સંજોગોમાં પાકિસ્તાની વાયુસેનાને ડારો દેખાડવા માટે એફ ૧૦૪ના પાયલોટસને પણ મેદાને ઉતાર્યા હતા. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ પાકિસ્તાન આ ક્ષેત્ર પૂરતું મજબૂત જણાતું હતું. સ્કવોડ્રન લીડરે પળનો પણ વિલંબ કર્યા વિના સેબ્રે વિમાનોનો પીછો કરીને ફૂંકી માર્યાં હતાં. આ પ્રકારનો વળતો પ્રહાર થશે એવી તો દુશ્મનને કલ્પના પણ ન હતી. ૧૯૬૫ના યુદ્ધમાં ઇન્ડિયન એરફોર્સનો રોલ ખૂબ જ મહત્ત્વનો હતો, પરંતુ આ સૌથી પ્રથમ અને ઉત્સાહ વધારનારી સફળતા હતી.
 
તેમના આ સાહસ બદલ ૧૯૬૫માં તેમને વીરચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૬૫ના યુદ્ધમાં વીરેન્દ્રસિંહ પઠાનિયા, વિનોદકુમાર નેબ, અદી રૂસ્તમ ગાંધી, સુબોધચંદ્ર મામગેન, આલ્ફ્રેડ ટાયરોન કુકી, દેવનાથ રાઠોડ, ત્રિલોચનસિંહ, સુદર્શન હાંડા, મધુકર શાંતારામ, ઉત્પલ બાર્બરાને પણ ૧૯૬૫ના વોરમાં વીર પુરસ્કાર મળ્યા હતા. મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં જન્મેલા ભારતીય વાયુસેનાના પૂર્વ કેપ્ટન સ્વ. ભરતસિંહને પણ ૧૯૬૫ના યુદ્ધમાં વીર ચક્ર પુરસ્કાર મળ્યો હતો.