કેપ્ટન જયદેવ ડાંગી | બે ગોળીઓ તો ફૌજી માટે કાંઈ જ નથી

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

captain jaydev dangi_1&nb
 
 

કેપ્ટન ડાંગીને એક ગોળી જમણી જાંગમાં વાગી હતી તો બીજી ગોળી તે જ તરફ પેટમાં વાગી હતી. તો સાથી મુકેશને પણ બે ગોળી વાગી હતી. નવા નવા ફોજી એવા મુકેશને પોતાનું મોત નિશ્ર્ચિત લાગતાં કેપ્ટન ડાંગીએ તેને હિમ્મત આપતાં કહ્યું, બે ગોળી તો જવાન માટે કાંઈ જ ન કહેવાય. હજુ આપણે જીવીએ છીએ અને આપણે આપણું મિશન પાર પાડવાનું છે. 

 
૧૯ જૂન, ૨૦૧૪ની સાંજે પેરા એસએફ યુનિટની યોદ્ધા ટીમ કમાંડો બ્રિફિંગ રુમમાં એકઠી થઈ હતી. આ ટીમ તે જ દિવસે સવારે જ એક સફળ ઓપરેશન કરી પોતાના બેસ પર પરત ફરી હતી. ટીમના કપ્તાન ૨૫ વર્ષના ગબરુ જવાન કેપ્ટન ડાંગી હતા. ટીમને સંદેશો મો કે ૧૦ કિ.મી.થી પણ ઓછા અંતરે આવેલ એક ગામમાં એક આતંકવાદી ભરાઈ બેઠો છે. જે આતંકી અહીં છુપાયો હોવાની ખબર હતી તે કાઈ સામાન્ય આતંકી ન હતો. આ આતંકવાદી હિઝબુલ મુઝાહિદ્દીનનો એરિયા કમાંડર આદિલ અહમદ મીર હતો અને દક્ષિણ કાશ્મીરમાં અનેક વર્ષોથી સક્રિય હતો અને કેપ્ટન ડાંગીની ટીમે અત્યાર સુધીમાં જેટલા પણ આતંકીઓ માર્યા હતા તેમાં સૌથી વધારે ખૂંખાર હતો જવાનોએ છેલ્લી વખત પોતાનાં હથિયારોને બરાબર ચકાસી લીધાં અને મિશન પર નીકળી પડ્યા.
 
સાંજના પાંચ વાગ્યા હતા. કેપ્ટન ડાંગી અને આઠ જવાનોની ટુકડી જ્યાં આદિલ-અહમદ-મીર છુપાયો હતો તે લૂંછુ ગામે પહોંચ્યા, પરંતુ તેમને ત્યાં એક જ આતંકી છુપાયો હોવાની જે બાતમી હતી તે મોટી ભૂલ સાબિત થવાની હતી. ઉપરથી જે ઘરમાં આદિલ છુપાયો હોવાની ખબર હતી તે પરિસરમાં એકબીજા સાથે ત્રણ ઘર જોડાયેલાં હતાં. પરિણામે આતંકી ક્યાં છુપાયો છે અને કયા ઘર પર હુમલો કરવાનો છે તે અંગે અસમંજસ હતી. કેપ્ટન ડાંગી અને તેમના સાથીઓએ પરિસરની પાછલી દીવાલની પાછળ પોઝિશન લીધી, કારણ કે તેમને પાક્કી ખાતરી હતી કે ઘેરાયા બાદ આદિલ આ જ સ્થળેથી ભાગવાની કોશિશ કરશે. કેપ્ટન ડાંગી સાથે માત્ર ૧૯ વર્ષીય જવાન મુકેશ કુમાર હતો. બન્ને પાસે ટેવર ટીએઆર ૨૧ અસાલ્ટ રાઇફલ્સ હતી. બાકી જવાનોએ પણ પોતાની પોઝિશન સંભાળી લીધી હતી. અચાનક કેપ્ટન ડાંગીએ જોયું કે, એક લાંબો પહોળો દાઢીવાળો માણસ પાછલા દરવાજાને ફડાક કરતો ખોલી બહાર નીકો. ખબર પાકી હતી છતાં કેપ્ટન ડાંગીએ પૂછ્યું કોણ છે ? તેઓએ પેલા વ્યક્તિને હથિયાર હેઠાં મૂકી દેવાની ચેતવણી આપી. પેલો વ્યક્તિ માત્ર એક જ હાથની ઊંચી દીવાલ કૂદી ભાગવા માંડ્યો. તેના હાથમાં એ.કે.૪૭ રાઇફલ્સ હતી. તે કેપ્ટન ડાંગી અને મુકેશથી માત્ર ૧૫ મીટરના જ અંતરે હતો અને તેણે તેમના પર ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધા. બન્ને તરફ તાબડતોબ ફાયરિંગ શરૂ થયું.
 
આતંકીએ જ્યાં સુધી તેની એકે-૪૭ મેગઝીન ખાલી ન થઈ ગઈ ત્યાં સુધી ફાયરિંગ ચાલુ રાખ્યું. તેની સામે કેપ્ટન ડાંગી અને સાથી જવાન મુકેશની ટીઆર-૨૧ બંદૂકમાંથી ૬ સિંગલ સોટ નીકળ્યા અને હવાને ચીરતા આતંકીના શરીરની આરપાર નીકળી ગયા. એક સમયે લાગ્યું કે મિશન પૂરું થયું. પરંતુ અનુભવી કેપ્ટન ડાંગીને શંકા હતી કે આટલો મોટો આતંકવાદી આટલી આસાનીથી ન જ મરી શકે. તેમની એ શંકા થોડીક જ ક્ષણોમાં સાચી ઠરી. અચાનક બે આતંકીઓ તે ઘરમાંથી બહાર નીકા અને કેપ્ટન ડાંગીની પોઝિશન તરફ ગોળીએ વરસાવવા લાગ્યા. આતંકવાદીઓ રણનીતિપૂર્વક આમ કરી રહ્યા હતા, કારણ કે તેઓ પહેલાં આતંકીને બહાર કાઢી કેપ્ટન ડાંગીની પોઝિશન કઈ બાજુ છે તે ચકાસવા માંગતા હતા. આ બન્ને આતંકીઓમાં એક આદિલ અહમદ મીર હતો. પહેલાં જે આતંકીને માર્યો હતો તે તો માત્ર મહોરું હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે કેપ્ટન ડાંગી અને તેમના સાથીઓ આક્રમક તેવરોને છોડી રક્ષાત્મક મુદ્રામાં આવી ગયા. તેઓને ચિંતા હતી કે જો આ આતંકી ભાગી જવામાં સફળ રહેશે તો તેમની તમામ મહેનત પર પાણી ફરી વળશે. તેમની પર ૨૦ મીટર દૂરથી જ ધડાધડ ગોળીઓ વરસી રહી હતી.
 
આ બધામાં કેપ્ટન ડાંગીને ખબર જ ન પડી કે એક ગોળી તેમના શરીરને ચીરી આરપાર નીકળી ગઈ છે. ઉપરથી કેપ્ટન ડાંગીએ જે ઝાડની આડાસ લીધી હતી તે એટલું જાડું ન હતું કે તે તેમને છુપાવી શકે. કેપ્ટન ડાંગીને એક ગોળી જમણી જાંગમાં વાગી હતી તો બીજી ગોળી તે જ તરફ પેટમાં વાગી હતી. તો સાથી મુકેશને પણ બે ગોળી વાગી હતી. નવા નવા ફોજી એવા મુકેશને પોતાનું મોત નિશ્ર્ચિત લાગતાં કેપ્ટન ડાંગીએ તેને હિમ્મત આપતાં કહ્યું, બે ગોળી તો જવાન માટે કાંઈ જ ન કહેવાય. હજુ આપણે જીવીએ છીએ અને આપણે આપણું મિશન પાર પાડવાનું છે. તેઓએ મુકેશને ખેંચીને સુરક્ષિત સ્થાને બેસાડ્યો અને પોતાની ટીઆર ૨૧ રાઇફલ ઉઠાવી જંગના મેદાનમાં કૂદી પડ્યા. જબરજસ્ત ગોળીબારીમાં એક ગોળી સામેવાળા આતંકીની આરપાર નીકળી ગઈ. તે ત્યાં જ ઢળી પડ્યો. તે આદિલ મીર હતો, પરંતુ તે હજી મર્યો ન હતો. જેવા કેપ્ટન ડાંગી તેની તરફ ધસ્યા કે તેણે તેમના પર ગોળીઓ વરસાવી. કેપ્ટન ડાંગી ખુલ્લા મેદાનમાં હતા. તેમના પર આદિલને ખતમ કરવાનું ઝનૂન હતું. ગોળીઓના વરસાદ વચ્ચે તેમણે આદિલની છાતીમાં દસ રાઉન્ડ ધરબી દીધા.
 
તેઓ તેની લાશ પાસે જઈ માત્ર થોડા નીચે નમ્યા અને આદિલનો હેડ શોટ લેતાં તેના માથાની આરપાર ગોળી ઉતારી દીધી.
પરંતુ આ ઘટનાક્રમમાં બીજો આંતકી ઘરની પાછળના ભાગે પડતા ઝરણા બાજુના ઊંચા ઘાસમાં ઘૂસી ગયો. કેપ્ટન ડાંગીની બાજનજરે તેની પોઝિશન પામી લીધી અને તેની પાછળ માથોડા ઊંચા ઘાસમાં ઘૂસી તેની છાતીમાં બે ગોળીઓ ધરબી દીધી અને તેની પાસે જઈ કેપ્ટન ડાંગીએ વધુ એક હેડ શોટ લીધો. આમ મિશન પૂર્ણ થયું.