૩૦૦ ચીની દુશ્મનોને સામે ભારતના મુઠ્ઠીભર સૈનિકો ભારે પડ્યા

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

karnal santosh babu_1&nbs 
 

કર્નલ સંતોષબાબુ અને ૧૯ વીર સૈનિકો - ચીન સંઘર્ષ -જૂન, ૨૦૨૦ (ગલવાન)

 

૨૦ ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના ૩૫ બીજા સૈનિકો હાજર હતા. તેઓએ વાયરલેસ પર આ ઝપાઝપીનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ ૩૦૦ ચીની અને ૫૫ ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝપાઝપી શરૂ થઈ. 

 
ચીનનું રાજનીતિક અને વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ વૈશ્ર્વિક પરિસ્થિતિઓ અને ભારત સાથેની પરસ્પર અંડરસ્ટેન્ડિંગના કારણે જૂની પોઝિશન પર પાછા ફરવા માટે તૈયાર હતું પરંતુ સરહદૈ તૈનાત ચીની સેનાને હજુ એવો ભ્રમ છે કે તેઓ ભારતીય સેના કરતાં શક્તિશાળી છે પણ હમણાં ૧૫મી જૂન ૨૦૨૦ની રાત્રે જ એ ભ્રમ ફરી તૂટી ગયો.
 
૧૫મી જૂનની રાતે ભારતીય પક્ષ તરફથી કમાન્ડિંગ ઓફિસર સંતોષબાબુ પોતાના ૨૦ સૈનિકો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરવા પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલની સ્થિતિ બહાલ કરવાનો નિર્ણય લીધો છે તો તેઓ પોતાની જૂની પોસ્ટ પર પાછા ક્યારે ફરી રહ્યા છે તેવું તેઓ તેમને સમજાવવા ગયા હતા. ચીનની જે સૈન્યટુકડી સાથે સંતોષબાબુ વાત કરવા ગયા હતા તેણે એક કાચી પહાડી પર પોતાનો કેમ્પ લગાવી રાખ્યો હતો, જેની બીજી બાજુ પાણીનું ઊંડાણ હતું. ત્યાં લગભગ ૩૦૦થી ૩૨૫ જેટલા ચીની સૈનિકો હાજર હતા.
 
સંતોષબાબુ અને ચીનના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે હજુ વાત ચાલી જ રહી હતી ત્યાં તો ચીની સૈનિકો ઉગ્ર બની ગયા. તેમને લાગી રહ્યું હતું કે ભારતીય પેટ્રોલિંગ ટુકડીની સંખ્યા માત્ર ૨૦ જ છે અને તેઓ ૩૦૦ છે. આવામાં તેઓ તેમના પર હાવી થઈ શકે છે, પરંતુ આ ગેરસમજ તેમને ભારે પડી.
 
ચીનના ૩૦૦ સૈનિકોએ ભારતીય પેટ્રોલિંગ ટુકડીના ૨૦ સૈનિકોને ઘેરી લીધા અને તેમને ઉશ્કેરવાની સાથે સાથે પથ્થરો, લોખંડના સળિયાથી હુમલો કર્યો. ચીની સૈનિકોએ હાથમાં ખીલાવાળાં મોજાં પહેર્યાં હતાં. તેમનો ઇરાદો ભારતીય સૈનિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ભગાડવાનો હતો. આ અગાઉ ચીની સૈનિકો અનેકવાર ભારતીય સૈનિકોના હાથે માર ખાઈ ચૂક્યા હતા, આથી તેઓ આ વખતે પોતાનો બધો ગુસ્સો આ ૨૦ સૈનિકો પર ઉતારવા માંગતા હતા, પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ.
 
૨૦ ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના ૩૫ બીજા સૈનિકો હાજર હતા. તેઓએ વાયરલેસ પર આ ઝપાઝપીનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ ૩૦૦ ચીની અને ૫૫ ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝપાઝપી શરૂ થઈ.
 

galvan ghati,_1 &nbs અહી થઈ હતી સૈનિકો વચ્ચે ઝપાઝપી
 
બંને પક્ષમાંથી એક પણ પક્ષે ફાયરિંગ કર્યું જ નથી, કારણ કે બંને તરફના સૈનિકો જાણતા હતા કે ફાયરિંગના અવાજથી સમગ્ર સરહદ પર તૈનાત ભારત-ચીનની સેનાઓ એકબીજા પર હુમલો કરી દેશે. આથી બંને તરફના સૈનિકોએ પોતાના બાહુબળના આધારે જ મામલો પતાવવાનું નક્કી કર્યું. ઝીલની પાસે રહેલી કાચી પહાડી બંને દેશોના સૈનિકોની મારપીટ અને ઝપાઝપીથી ધણધણી ઊઠી. ચીની સૈનિકો વધુ સંખ્યામાં હતા પરંતુ ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હોવા છતાં તેમનો જુસ્સો બુલંદી પર હતો. બંને ટુકડીઓ વચ્ચે થયેલી આ ઝપાઝપીમાં લાકડી-ડંડા, હોકી સ્ટિક, બેઝબોલ ક્લબ, ડ્રેગન પંચ, પાઈપ, ખીલા, બૂટની અણી, કાંટાળા તાર લપેટેલા લોખંડના સળિયા, ખીલાવાળા ડંડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો.
 
બંને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી પરંતુ આ જંગનું મેદાન બની બેઠેલી જગ્યા એટલે કે કાચી પહાડી આટલો બધો ભાર સહન કરી શકી નહીં. જ્યાં ચીની પોસ્ટ બની હતી તે ટેકરા જેવી જગ્યા ધસી પડી અને ત્યારબાદ ભારતીય અને ચીની સૈનિકો પાછળ આવેલી નદીના ઠંડા પાણીમાં કે ખાઈમાં પડ્યા. અત્રે જણાવવાનું કે લદ્દાખમાં હવામાન ખૂબ ઠંડું છે અને તાપમાન ઝીરોની આસપાસ છે.
 
કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં અન્ય સૈનિકોઓ ચીની સૈનિકોને ત્યાં ઊભું રહેવું ભારે પાડી દીધું. આ દરમિયાન એક પહાડી ધસી પડતાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ ઉપરાંત હવાલદાર ખલાની, સિપાઈ કુંદન ઓઝા, નાયબ સુબેદાર મંદિપ, સિપાઈ અંકુશ, નાયબ સૂબેદાર સતનામ, સિપાઈ ગુરુબિંદર, સિપાઈ ગુરતેજ સિંહ, સિપાઈ જયકિશોર, સિપાઈ રાજેશ, હવાલદાર વિપુલ, સિપાઈ ગણેશરામ, સૂબેદાર સોરેન, સિપાઈ કુંદન, સિપાઈ અમનસિંહ, નાયક દિપક, સિપાઈ ગણેશ હંસદા, હવાલદાર સુનિલ, સિપાઈ ચંદ્રકાંત અને સિપાઈ ચંદન સહિત ૨૦ ભારતીય વીર સૈનિકો શહીદ થયા. પરંતુ આ ભારતીય વીરોએ શહીદી પહેલાં તેમના કરતાં ૬ ગણા ચીની દુશ્મનોના ઢીમ ઢાળી દીધાં. તેમની વીરતા અને શહીદીને સલામ.