પાથેય - જનાબ તમે કેમ જીત્યા એ હવે સમજાયું

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

indian army_1  

માણેક શાના સવાલના જવાબમાં એક પાકિસ્તાન સૂબેદારે કહ્યું, જનાબ, એ સફાઈ કરે છે, એક સામાન્ય જમાદાર છે. 

 ૧૯૭૧નું ભારત - પાકિસ્તાનનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. યુદ્ધમાં ૯૩ હજાર પાકિસ્તાન સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હતા. તમામના આત્મસમર્પણ બાદ યુદ્ધ કેદી તરીકે જુદાં જુદાં શહેરોમાં મોટા મોટા કેન્ટોનમેન્ટમાં રાખવામાં આવ્યા હતા. આવો જ એક કેમ્પ ઇલાહાબાદ (હાલનું પ્રયાગરાજ)માં પણ હતો. ફીલ્ડ માર્શલ માણેક શા આ કેમ્પમાં પહોંચ્યા અને યુદ્ધ કેદીઓની વ્યવસ્થા જોવાની ઇચ્છા વ્યક્ત કરી. તેઓએ પાકિસ્તાની સેનાના જવાનોની સુવિધાઓ અંગે પૂછપરછ કરી અને તમામ સાથે હાથ મિલાવ્યો. તેઓ સૈનિકો સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે તેમની નજર હરોળની થોડે પાછળ ઊભેલા એક જવાન પર પડી. ફિલ્ડ માર્શલે તે જવાન તરફ હાથ લંબાવ્યો. છતાં પેલો જવાન સાવધાનની મુદ્રામાં ઊભો રહ્યો. તેણે હાથ આગળ ન કર્યો. માણેક શાએ હસીને પૂછ્યું કે, કેમ જવાન, તું હાથ નહીં મિલાવે ?
 
માણેક શાના સવાલના જવાબમાં એક પાકિસ્તાન સૂબેદારે કહ્યું, જનાબ, એ સફાઈ કરે છે, એક સામાન્ય જમાદાર છે.
માણેક શા તરત જ આગળ વધ્યા. એ જવાનના ખભા પર હાથ મૂક્યો અને તેની સામે ફરી હાથ લંબાવ્યો. પેલો જવાન ભાવવિભોર થઈ ગયો અને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક તેણે હાથ મિલાવ્યો. આ ઘટના બાદ માણેક શા પોતાની કાર તરફ જવા લાગ્યા. તો પેલો પાકિસ્તાની સૂબેદાર તેમની સામે આવ્યો અને કહ્યું, જનાબ ! તમે કેમ જીત્યા અને અમે કેમ હાર્યા એ આજે અમને સમજાઈ ગયું છે.