પાથેય - સૌથી વધુ બુદ્ધિમાન અને જ્ઞાની કોણ ?

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey gyani_1  
 
યૂનાનના પ્રાચીન ડોલ્ફીના દેવીના મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બિરાજમાન રહેતી. તત્ત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજના લોકો એમને ભવિષ્યની વાતો પૂછતા. એક વખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરુષ કોણ છે ?
 
દેવીએ જવાબ આપ્યો, ‘સુકરાત.’
 
આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે.
 
સુકરાતે કહ્યું, તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.
આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યા પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.
 
દેવીએ કહ્યું, બસ, આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાના જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.