તમે કચ્છને કેવી રીતે લખો છો? KUTCH કે KACHCHH? કયું સાચું ગણાય?

    ૩૦-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

kachchh_1  H x
 
જિલ્લાની સરકારી વેબસાઈટમાં બધે જ કચ્છની સાચી જોડણી kachchh જ લખવામાં આવી છે. Wikipedia માં પણ લખવામાં આવ્યું છે કે kutch હવે જુનો સ્પેલિગ છે. કચ્છની સાચી જોડણી kachchh છે.
 
 
અંગ્રેજોએ આપણા દેશમાં આવી આપણી સંસ્કૃતિ પર વાર કર્યો, આપણી એકતા તોડી અને આપણા પર ૨૦૦ વર્ષ રાજ કર્યુ. આ ૨૦૦ વર્ષમાં આ અંગ્રેજોએ આપણા દેશની અનેક ઓળખ બદલી નાથી. મન ફાવે તેવા સુધારા કર્યા, મન ફાવે તેવા ઉચ્ચારણો કરી આપણી ભાષાના શબ્દો બદલી નાખ્યા, તેમને ફાવે તેવા ઉચ્ચારણો કરી આપણા દેશના શહેર, રાજ્ય કે સ્થળના નામ ના સ્પેલિંગ લખી નાખ્યા. ઉલ્લેખનીય વાત એ છે અંગ્રજો ગયા પછી પણ તેમના આ ખોટા ઉચ્ચારણોવાળા નામ આપણી સિસ્ટમમાં ચાલે છે. પણ લાગે છે કે આ ખોટા ઉચ્ચારણોવાળા નામ હવે બદલવાની જરૂર છે. આની શરૂઆત કચ્છથી થઈ છે.
 
અંગ્રેજો કચ્છ સરળતાથી બોલી ન શક્યા, સમજી ન શક્યા એટલે તેમણે “કચ્છ” ને “કુત્ચ” ગણી તેનો મનફાવે એવો સ્પેલિંગ બનાવી દીધો અને અમલમાં પણ મૂકી દીધો. અને આજે પણ તે જ ખોટા ઉચ્ચારણવાળો સ્પેલિંગ બધે જ ચાલે છે. આઝાદીના સાત દાયકા પછી પણ તમામ વહીવટી લખાણોમાં KUTCH જ લખવામાં આવે છે.
 
કચ્છ શબ્દનો અર્થ તમે ભગવદગૌમંદલમાં તપાસો એટલે તમને ખબર પડે કે કચ્છ એટલે આકાશનું ઢાંકણ, કાચબાની પીઢ, કાચબો, કિનારાનો પ્રદેશ….હવે અંગ્રેજો ક્યા આ સમજવાના હતા. પણ આપણે તો સમજીએ છીએને. એટલે જ Kutch નું kachchh કરવાનું કામ શરૂ થઈ ગયું છે
 
અત્રે ઉલ્લેખનીય છે હાલ આપણે kutch અને kachchh એમ બન્ને લખીએ છીએ. આ બન્ને રીતે લખનારા લોકો છે. પણ kutch વધુ લખાય છે. નવી જનરેશન તો kutch જ લખે છે. આ સંદર્ભે અનેકના મનમાં અસમંજસ છે. પણ હવે કેટલાક બૌદ્ધિકો સામે આવ્યા છે અને તેમનું માનવું છે કે આ જોડણી હવે સુધરવી જોઇએ. Kutch ની જગ્યાએ kachchh જ બધે લખવાનો આગ્રહ રાખવો જોઇએ. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ આ વિશે કહ્યું છે કે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી બધી જગ્યાએ કચ્છની સાચી જોડણી લખાય એવો પ્રયત્ન કરવામાં આવશે.
 
કચ્છ અચીજા – કચ્છ પ્રવાસ ગાઈડ નામની પુસ્તકમાં લેખક પ્રમોદ જેઠી લખે છે કે “કચ્છ પ્રદેશનો ઉલ્લેખ મહાભારત અને રામાયણમાં પણ છે. કચ્છ આ અઢી અક્ષરવળો પ્રદેશ પોતાના ગર્ભમાં સભ્યતા, સંસ્કારિતા અને અસ્મિતા સમાવતો કેટલાય યુગોથી અસ્ખલિત, અવિરતકાળની સાક્ષી આપતો રહ્યો છે”
 
કચ્છનો ઇતિહાસ પ્રાચીન અને અર્વાચીન એમ બે સમયગાળા અથવા જાડેજા રાજવંશની ૧૪ મી સદીની શરૂઆતના સમયગાળા અને પછીના સમયગાળામાં વિભાજિત કરી શકાય છે. જ્યારે સિંધના સામ રાજપુત શાસકોએ કચ્છ પ્રદેશ જીતી લીધો ત્યારે ૧૪ મી સદી દરમિયાન કચ્છનું એક અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પ્રાચીન હિન્દુ લખાણોમાં, આ પ્રદેશને સમુદ્ર કિનારે અથવા રણ વિસ્તારમાં જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રદેશના નામનો ખોટો સ્પેલિંગ કઈ રીતે સ્વીકારી લેવય? અંગ્રેજો આવ્યા પછી તેની જોડણી જે રીતે તેમણે લખી તે આઝાદીના સાત દાયકા પછી બદલવી જોઇએ એવી માંગ કચ્છમાંથી ઉઠી છે.
 

Kachchh શબ્દ સ્વીકારમાં આવ્યો છે…

 
ઉલ્લેખનીય વાત એ છે કે કચ્છની સાચી જોડણી સ્વીકારી લેવાઈ છે. જિલ્લાની સરકારી વેબસાઈટમાં બધે જ કચ્છની સાચી જોડણી kachchh જ લખવામાં આવી છે. Wikipedia માં પણ લખવામાં આવ્યું છે કે kutch હવે જુનો સ્પેલિગ છે. કચ્છની સાચી જોડણી kachchh છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશામાં ઘણાં શહેરો, નગરો, વિસ્તાર, વ્યક્તિનાં નામોનાં અંગ્રેજી સ્પિલિંગ બદલવાની જરૂર છે જે અંગ્રેજોએ મનફાવે તેમ લખી નાખ્યા છે છે, જેમ કે, Delhi, Lucknow, Chandigarh, Chhattisgarh, Ahmedabad…આવા તો અનેક નામ છે જેના ખોટા ઉચ્ચારણો કરી તેની ખોટી જોડણી અંગ્રેજોએ આપણા વહીવટમાં નાંખી દીધી છે. બોલાય કંઇક અને લખાય કંઇક એવા આ નામો વિશે વિચારવુમ રહ્યું…