અઠવાડિયામાં માત્ર 4 દિવસ હશે કામ! 3 દિવસ રજા, સરકાર લાવી રહી છે નવા નિયમ । New Labour Code

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

New Labour Code_1 &n
 
 
New Labour Code આવી રહ્યું છે. કામ કરવાનો સમય, પીએફ, સુવિધાઓ…સરકારનું માનીએ તો New Labour Code પછી શ્રમ બજારમાં અનેક સુધાર થવાના છે. આ બાબતે શ્રમ એવં રોજગાર મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રનું કહેવું છે કે ચાર લેબર કોડ્સ છે જે નોટિફાઈ થઈ ગયા છે. આના નિયમો પર કાર્યવાહી ચાલી રહી છે. અમે નિર્ણય લેવાના અંતિમ ચરણ પર છીએ. અમે આ કોડ્સ ગમે ત્યારે લાગૂ કરી શકીએ છીએ.
 
૭૦ વર્ષથી આ સંદર્ભે જૂના નિયમો ચાલી રહ્યા છે જે હવે બદલાવાના છે. નવા નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરના છે. આમા અઠવાડિયાના ૪ દિવસ રોજ ૧૨ કલાક કામ કરવાની વાત છે અને બાકીના ત્રણ દિવસ અવકાશની સુવિધાઓની વાત કરવામાં આવી છે. આ ત્રણ દિવસ કર્મચારી પોતાનો વિકાસ કરવામાં લગાવી શકે છે. આ અતંર્ગત લેબર અને એમ્પ્લોયર્સની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આનાથી રોજગાર વધવાની સંભાવના દેખાઈ રહી છે.
 
આ સાથે લેબર જો સ્કિલ વધારશે તો તેને વધારાનું ઇન્સેન્ટિવ પણ મળશે. કેટલા કલાક કામ કરવું જોઇએ તેનો નિયમ એવું કહે છે કે અઠવાડિયામાં ૪૮ કલાક કરતા વધારે કામ ન કરવું જોઇએ. આનાથી વધારે કામ કરાવવામાં આવે તો ઓવર ટાઈમ આપવમાં આવશે. આજ રીતે ૩ મહિનામાં ૧૨૫ કલાક કરતા વધારે ઓવરટાઈમ પણ નહી કરી શકાય. ચાર દિવસ કામ કરાવીને ઇચ્છો તો વર્કરને ત્રણ દિવસ ઓપ્સનલ આપી શકાય. વર્કર અને એમ્પ્લોયર્સની સહમતિ હશે તો આ ફ્લેક્સિબિલિટીને ઉમેરવાની જોગવઈ અમે મૂકી શકીએ છીએ.
 
વર્ક ફોર્મ ફોમ – IT અને આવી જ અન્ય સર્વિસ છે જેના માટે સ્ટેન્ડિગ ઓડર પાસ કરવામાં આવ્યો છે, જેનાથી વર્ક ફોર્મ હોમ્ની જોગવાઈ, આ સુવિધા નવા કોડમાં મુકવામાં આવી છે.