સીતામાતા અને રાવણના દેશમાં શ્રી રામના દેશ કરતા પેટ્રોલ કેમ સસ્તું છે? પેટ્રોલિયમ મંત્રીએ આનો જવાબ આપ્યો છે

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

dharamedra pradhan_1 
 
 
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ( petroleum minister dharmendra pradhan ) બુધવારે તેલની વધની કિંમતોને લઈને જે પ્રશ્નો થઈ રહ્યા હતા તેના પર રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું હતું કે “ એવું કહેવું યોગ્ય નથી કે ફ્યુઅલ કીંમતની દ્રષ્ટિએ તેની સૌથી ઉચ્છ સપાટી પર છે. તેમણે પાડોસી દેશ સાથે ભારતની જે તુલના થઈ રહી છે તેના પર પણ જવાબ આપ્યો.
 
છેલ્લા બે મહિનાથી થોડા થોડા સમયે પેટ્રોલિયમના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવોમાં એટલો બધો વધારો થયો છે કે હાલ તે તેના ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ પર વેચાઈ રહ્યું છે. એવું વિપક્ષનું કહેવું છે, જોકે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનું ( petroleum minister dharmendra pradhan ) કહેવું છે કે ફ્યુઅલ કીંમતની દ્રષ્ટિએ તેની સૌથી ઉચ્છ સપાટી પર છે તેવું કહેવું યોગ્ય નથી. તેમણે પાડોસી દેશ સાથે જે તુલના થઈ રહી છે તેના પર પણ જવાબ આપ્યો.
 
ઉલ્લેખનીય વાત એ છે કે સમાજવાદી પાર્ટીના સાંસદ વિશંભર પ્રસાદ નિષાદે પ્રેટ્રોલિયમ મંત્રીને રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે સીતામાતાની ધરતી નેપાળમાં પેટ્રોલ-ડીઝલ ભારત કરતા સસ્તુ મળે છે. રાવણના દેશ શ્રીલંકામાં પણ પેટ્રોલ ભારત કરતા સસ્તું મળે છે, તો શું શ્રી રામના દેશમાં ભારત સરકાર પેટ્રોલના ભાવ ઘટાડશે?
 
જેનો જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ( petroleum minister dharmendra pradhan ) કહ્યું હતું કે આ દેશો સાથે આ સંદર્ભે ભારતની તુલના કરવી યોગ્ય નથી. કેમ કે આ દેશોમાં સમાજના કેટલાંક લોકો જ પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ કરે છે. કેરોસિનની કિંમત તમે જુવો, તેની પણ તુલના કરો તો ખબર પડશે કે કેરોસિન આ દેશોમાં ભારત કરતા મોંધું છે. બાંગ્લાદેશ, નેપાળમાં કેરોસિન લગભગ ૫૭ થી ૫૯ રૂપિયામાં વેચાય છે જ્યારે ભારતમાં કેરોસિન ૩૨ રૂપિયા પ્રતિ લિટર મળે છે.
 
આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રશ્ન કર્યો હતો કે પેટ્રોલની કીંમત ઓલ ટાઈમ હાઈ છે પણ ક્રુડની કિંમત ઓલ ટાઈમ હાઈ નથી. મારા દેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પહોંચી રહી છે, એક્સાઈડ ડ્યુટીને કેટલીવાર વધારવામાં આવી? આના પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપ્યો કે આજે આતંરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલનો ભાવ ૬૧ ડોલર ચાલી રહ્યો છે. આજે આપણને ટેક્સ સંદર્ભની બાબતોને ખૂબ જ ધ્યાનથી આગળ વધારવી પડે છે.
 
તેમણે જણાવ્યું કે છેલ્લા ૩૦૦ દિવસમાં ૬૦ દિવસ એવા રહ્યા જેમા કીંમતો વધારવામાં આવી. પેટ્રોલની કિંમત ૭ દિવસ ઘટાડવામાં આવી અને ડિઝલની કિંમત ૨૧ દિવસ ઘટાડવામાં આવી હતી. ૨૫૦ દિવસ એવા રહ્યા જે દરમિયાન કિંમતોમાં કોઇ વધ-ઘટ કરવામાં ન આવી. પેટ્રોલ-ડિઝલની કિંમત ઓલ ટાઇમ હાઈ પર છે એવું કહીને કેમ્પેઇન કરવું અસંગત છે.