ડાયાબિટીસ અને આયુર્વેદ ( Diabetes and Ayurveda ) કાબૂમાં રાખવા માટેની કાળજી

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

diabetes and ayurvedic _1
 
 
Diabetes and Ayurveda - મધુમેહ ( Diabetes ) રોગ એટલે કે ડાયાબિટીસ ( Diabetes ) થવાનાં કારણોની ચર્ચા કરીએ તો બેકાબૂ જીવન જીવતા લોકો, આળસુ પ્રકૃતિની વ્યક્તિઓ, તેમજ જેમના જીવનમાં વ્યાયામનો અભાવ હોય તેવા લોકોને આ રોગ થવાની શક્યતા વધારે રહે છે. આ ઉપરાંત ખાંડ, મેંદો, દહીંની બનાવટનો અતિ પ્રમાણમાં ઉપયોગ પણ આ રોગને આમંત્રણ આપે છે. આ રોગ ઘણીવાર વારસાગત પણ જોવા મળે છે.
 
ડાયાબિટીસ( Diabetes ) નો રોગ સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે થતો જોવા મળે છે. આનું કારણ એ છે કે સ્ત્રીઓને પ્રતિમાસ માસિક આવતું હોવાથી શરીર સંબંધી બધા દોષો પ્રતિમાસ શુદ્ધ થઈ જાય છે. રજોનિવૃત્તિ પછી પ્રૌઢાવસ્થામાં સ્ત્રીઓમાં આ રોગ ઘણીવાર જોવા મળતો હોય છે. ડાયાબિટીસ - મધુમેહ થવાનો હોય ત્યારે શરીરમાં નીચેમાંથી કોઈ ને કોઈ લક્ષણો દેખાય છે. જેમાં હાથ-પગમાં બળતરા થવી, શરીરનાં અંગો ભારે અને સ્નિગ્ધ થવાં, પેશાબ મધુર તથા શ્ર્વેત વર્ણનો થવો, વારંવાર તરસ લાગવી, મૂત્ર મોળું તથા ઘટ્ટ થવું વગેરે લક્ષણો જોવા મળતાં હોય છે. આવા કોઈપણ પ્રકારનાં લક્ષણો તરફનું દુર્લક્ષ વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસ ( Diabetes ) રોગનો પગપેસારો કરાવી શકે છે.
 

મધુમેહ ( Diabetes ) ને કાબૂમાં રાખવા માટેની કાળજી Diabetes Treatment in Gujarati

 
# ચિંતામુક્ત-તનાવરહિત જીવન જીવવું.
 
વજનને નિયંત્રણમાં રાખવું.
 
# બેઠાડુ જીવનનો ત્યાગ કરવો.
 
# ખોરાકમાં કાર્બો હાઈડ્રેટ્સ અને ચરબી વધારે ન હોય તેની સાવધાની રાખવી. diabetes diet chart in ayurveda
# નિયમિત યોગાસનો-વ્યાયામ કરવો.
 
# લિફ્ટના ઉપયોગને બદલે સીડી ચડ-ઊતર કરવાની ટેવ પાડવી.
 
# નિયમિત ચાલવાની ટેવ રાખવી.
 

ઔષધ સારવાર |  Diabetes

 
ડાયાબિટીસ-મધુમેહ ( Diabetes ) ના કોઈ પણ ઔષધ - પ્રયોગ નિષ્ણાત વૈદ્યની સલાહમાં રહીને જ કરવાનો આગ્રહ રાખવો. દરેક પ્રકારનાં ડાયાબિટીસ - મધુમેહમાં ત્રિફળા, દારૂહળદર અને નાગરમોથ સારું પરિણામ આપે છે, જેથી તેનો ઉકાળો બનાવી વૈદ્યની સલાહ મુજબ લેવો. હળદર ચૂર્ણ, સુદર્શન ચૂર્ણ અને જાંબુના બીજનું ચૂર્ણ પણ આ રોગમાં ઘણું લાભપ્રદ છે. આ ઉપરાંત શિલાજિત, મામેજવા ઘનવટી, વસંત જુસુમાકર રસ અને ચંદ્રપ્રભાવટી પણ મધુમેહ ઉપર ખૂબ જ સારાં રિઝલ્ટ આપે છે. ડાયાબિટીસના દર્દીએ આયુર્વેદમાં બતાવેલ પથ્થા-પથ્યનું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીએ ઘઉંના બદલે જવમાંથી બનાવેલ રોટલી કે ભાખરી લેવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત દૂધી, તૂરિયાં, સરગવો, લીલાં શાકભાજી, ગલકાં વગેરે ખોરાકમાં વધારે લેવાં, જ્યારે બટાટા, કોળાં, દહીં, મેંદાની બનાવટ, બિસ્કિટ, તેલની બનાવટ વગેરે દર્દી માટે અહિતકર છે.
 
છેલ્લે યોગ-પ્રાણાયામ અને વ્યાયામએ આ રોગ ( Diabetes ) ને નિઃસંશય નિયંત્રિત રાખવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે.