India-China Standoff: ચીનની અકડ ઢીલી પડી, ચીની સેનાની પીછે હટ, આ રહ્યું કારણ

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

India-China Standoff _1&n
 
India-China Standoff  | ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં છેલ્લા ૯ મહિનાથી જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેને શાંત કરવાની દિશામાં એક ડગલું આગળ વધાયું છે. બન્ને દેશોએ પેંગોંગ જીલના દક્ષિણ કિનારેથી પોત પોતાના ટેંક પાછા ખેંચી લીધા છે.
 
 
  • પૂર્વી લદ્દાખમાં ભારત – ચીન વચ્ચેનું ઘર્ષણ ઓછું થવાના સંકેત
  • પેંગોંગ જીલના દક્ષિણ કિનારેથી બન્ને દેશોના ટેંકની પીછેહટ
  • બુધવારે બન્ને દેશોના સૈનિકોએ પેંગોંગ જીલનો વિસ્તાર છોડવાની શરૂઆત કરી હતી
  • જો કે આ માત્ર ડિસઈન્ગેજમેન્ટની પ્રક્રિયા છે
  • એટલે કે પાછળ સૈનિકોની હાજરી તો રહેશે જ
 
 
ઇસ્ટર્ન લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ બંધ થાય એ દિશામાં કામગીરી આગળ વધી રહી છે. હાલ અહીંથી બન્ને દેશોની સેનાએ અહીંના પેંગોંગ જીલ વિસ્તારમાંથી પોત પોતાના ટેંક પાછા ખેંચી લીધા છે. એટલે કે અહીં ટેંકોની પીછે હટ ચાલુ થઈ ગઈ છે. બુધવારે ડિસઈન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા ભારત અને ચીનની સેનાના લોકલ કમાન્ડર્સ વચ્ચે મીટિંગ પણ થઈ હતી. આ પછી બન્ને સેના એ પેંગોંગ જીલ નજીકથી પોતાના ટેંકોને હટાવ્યા હતા. આ પ્રક્રિયાનું વેરિફિકેશન ભારત અને ચીનની સેના એકસાથે મળીને કરી રહી છે. આ માટે દરરોજ અને વારંવાર બન્ને સેનાના લોકલ કમાન્ડર્સ મીટીંગ કરી રહ્યા છે.
 

India-China Standoff _1&n 
 
ભારતીય સેનાના સીનિયર અધિકારીના મીડિયામાં આવેલા એક બયાન મુજબ બન્ને દેશોએ દક્ષિણી કિનારે મોટી સંખ્યામાં ટેંકોને તૈનાત કર્યા હતા. બુધવારે આ ટેંકોની સાથે કૉમ્બેટ વીઈકલને ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ થઈ છે. ટેંકોને હાલ એક નિશ્ચિત કરેલી જગ્યા સુધી પાછળ લેવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે આ દરેક પ્રક્રિયાની તપાસ બન્ને સેના દ્વાર કરવામાં આવી રહી છે. આ તપાસ માટે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન માટે સેટેલાઈટ ઇમેજની સાથે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
 
આ અધિકારીનું કહેવું છે કે યોગ્ય વેરિફિકેશન પછી જ બીજુ પગલું આગળ ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પેગોંગ જીલના કિનારેથી પહેલા ટેંકોને ખસેડવામાં આવશે અને ઉત્તરી કિનારેથી સૈનિકોની સંખ્યા ઓછી કરવાની કામગીરી શરૂ થઈ છે.
 

India-China Standoff _1&n 
 
અધિકારીએ જણાવ્યું કે આ ડિસઈન્ગેજમેન્ટની પ્રક્રિયા છે ડિએસ્કેલેશનની નહી. એટલે કે સૈનિક અને સૈન્ય સામાન જે હાલ આમને – સામને છે તેને પાછળ કરવામાં આવી રહ્યા છે.
 
મીડિયામાં અહેવાલ છે કે કેન્દ્ર સરકાર તરફથી ભારતીય સેનાને મળેલી છુટ અને ૨૨ હજાર કરોડના ઇમરજન્સી ફંડની ફાળવણી પછી ચીન નરમ પડ્યુ અને ભારતને આ રીતે સહયોગ આપવા તૈયાર થયું છે