ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupani કોરોના પોઝિટીવ ( Corona Positive ), સંપક્રમાં આવેલા આ મોટા નેતા પણ પોઝિટિવ

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

vijay rupani_1  
 
 
ગઈ કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ( Vijay Rupani ) નો એક વીડિઓ (viral video) ખૂબ વાઈરલ થયો. વડોદરાની એક જાહેર સભામાં સ્ટેજ પર બોલતા બોલતા મુખ્યમંત્રી વિજયભાઈ ( Vijay Rupani ) પડી ગયા હતા અને પ્રાથમિક તપાસ બાદ કહેવામાં આવ્યું હતું કે બ્લ્ડ પ્રેસર લૉ થઈ જવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા, અમદાવાદની યુ.એન મહેલા હોસ્પિટલમાં બધાજ રીપોર્ટ કઢાવવામાં આવ્યા અને ૨૪ કલાકની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યા કોરોના સિવાયના બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યા હતા.
 
આજે જ્યારે તેમનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું તો યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ ( Corona Positive ) આવ્યો છે. ઉલ્લેખનીય વાત એ છે કે મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુભાઇ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.
 
આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ (Nitin Patel) એ જણાવ્યું હતું કે વિજયભાઈની સ્થિતિ સારી છે, તેમની સારવાર યોગ્ય રીતે શરૂ કરી દેવામાં આવી છે. વિજયભાઈ પોતાના શરીરની કાળજી રાખે છે એટલે જ કોરોનાકાળમાં પણ તેમને કોઇ તકલીફ થઈ ન હતી. ગુજરાતના પ્રાદેશિક નેતાઓથી લઈને રાષ્ટ્રીય નેતાઓ અને મુખ્ય સચિવથી લઈને અધિકારીઓ મોબાઇલ થકી મુખ્યમંત્રીના સંપર્કમાં છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે પુછ્યું કે હવે આટલા સમય સુધી મુખ્યમંત્રીનો ચાર્જ હવે કોણ સંભાળશે તો નીતિનભાઈ (Nitin Patel) એ કહ્યું કે એવું કશું નથી. બધા મોબાઇલ થકી તેમનું માર્ગદશન લેશું અને સાથે કામ કરીશુ.