શ્રીમદ્ ભગવદ ગીતા, નરેન્દ્ર મોદીનો ફોટો અને ૨૫ હજાર નામ સાથે આત્મનિર્ભર મિશન પર અંતરીક્ષમાં પહોંચશે સેટેલાઈટ

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

satellite_1  H
 
 
ભારતમાં ખાનગી ક્ષેત્રનો પહેલો ઉપગ્રહ – સેટેલાઈટ (સતીશ ધવન સેટેલાઈટ/ Satish Dhawan Satellite) પોતાની સાથે શ્રીમદ્ ભગવદ ગીતા, નરેન્દ્ર મોદીનો ફોટો અને ૨૫ હજાર નામ સાથે આત્મનિર્ભર ( Atmanirbhar Bharat ) નિશન પર અંતરીક્ષમાં જવા તૈયાર છે. આ સેટેલાઇટ આ મહિના અંત સુધીમાં લોન્ચ કરાશે. આ નેનો સેટેલાઈટ( satellite ) ને ચેન્નઈની કંપની સ્પેસકિડ્સએ બનાવ્યો છે. આ કંપની વિદ્યાર્થીઓની વચ્ચે સ્પેસ સાઇન્સ – અંતરીક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલી વસ્તુંને પ્રમોટ કરવા માટે જાણીતી છે.
 
સ્પેસકિડ્સ ઇન્ડિયા (Space Kidz India ) ના સીઇઓ અને સંસ્થાપક ડો. શ્રીમથી કેસાન (Dr Srimathy Kesan)એ જણાવ્યું છે કે લોકોમાં આ બાબતને લઈને ખૂબ ઉત્સાહ છે. આ અમારો અંતરીક્ષમાં જનારો પહેલો ઉપગ્રહ ( satellite ) છે. તેમણે જણાવ્યું કે જ્યારે અમે આ મિશનને ફાઈનલ કર્યુ ત્યારે અમે લોકો પાસેથી તેમનું નામ મંગાવ્યું અને તેમને કહ્યું કે આ નામ સેટેલાઈટની સાથે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય વાત એ છે કે માત્ર એક અઠવાડિયામાં અમારી પાસે ૨૫ હજાર એન્ટ્રીઓ આવી. આમાથી ૧ હજાર નામ તો ભારત બહારના લોકોના છે. એક રીપોર્ટ પ્રમાણે જે લોકોના નામ અંતરીક્ષમાં મોકલવામાં આવશે તેમને બોર્ડિગ પાસ પણ આપવામાં આવશે.
 
ડો. શ્રીમથી કેસાન (Dr Srimathy Kesan) નું કહેવું છે કે સ્પેસ સાઈન્સ ( Space Science )માં લોકોનો રસ વધે એ હેતુ સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે. આ મિશનમાં ટોપ પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની તસવીર સાથે આત્મનિર્ભર ભારત ( Atmnirbhar Bharat) લખેલું હશે. આ સેટેલાઈટ ( satellite ) સંપૂર્ણ રીત ભારતમાં તૈયાર થયો છે. તેમણે એ પણ કહ્યું છે કે જેમ અન્ય મિશનોમાં બાઈબલ મોકલવામાં આવે છે તેવી જ રીતે આ મિશનમાં શ્રીમદ્ ભગવદ ગીતા મોકલવામાં આવશે. કેસાને જણાવ્યું કે ઇસરોની સલાહ પછી સેટેલાઈટની ડિઝાઈનમાં થોડો ફેરફાર થશે. ત્યાર પછી જ સેટેલાઈટાને શ્રીહરિકોટા મોકલવામાં આવશે. સેટેલાઈટ મોકલતા પહેલા અમે તેની યોગ્ય તપાસ કરી રહ્યા છે.
 
જણાવી દઈએ કે સ્પેસકિડ્સ (Space Kidz India ) નો આ ઉપગ્રહનું ( satellite ) અંતરીક્ષમાં પ્રક્ષેપણ ઇસરોની PSLV C-51 સિસ્ટમ દ્વારા થશે. આ સાથે અન્ય ખાનગી ઉપગ્રહોનું પણ પ્રક્ષેપણ કરવામાં આવશે. કંપનીના ટેકનીકલ અધિકારીઓનું કહેવું છે કે ૩.૫ કિલોગ્રામના આ નેનો સેટેલાઈટમાં એક ચિપ લગાવામાં આવી છે જેમા બધા જ લોકોના નામ હશે. આનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અંતરીક્ષ વિજ્ઞાન ( Space Science ) પ્રત્યે રસ વધારવાનો છે.