રામ મંદિર Ram mandir માટે બધા જ ઘરેણા આપવા માંગતી હતી ૫૪ વર્ષની આશા કંવર, મૃત્યુ પછી પતિ એવું જ કર્યુ

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Ram mandir_1  H
 
 
આયોધ્યા ( Ayodhya ) માં શ્રીરામ મંદિર ( Ram mandir ) નિર્માણ માટે દેશભરમાંથી નિધિ અકત્રિત ( Nidhi samarpan abhiyan ) કરવા નીકળેલા રામભક્ત કાર્યકર્તાઓને એવા સવાયા રામભક્ત મળી રહ્યા છે કે તેમની આસ્થાને જોઇને કોઇ પણ ભાવુક થઇ જાય. રાજસ્થાનના જોધપુરમાં કંઇક આવું જ બન્યું છે. અહીં એક પતિએ પોતાની પત્નીના બધા જ ઘરેણાં પ્રભુ શ્રીરામ મંદિરના નિર્માણ માટે સમર્પિત કરી દીધા છે. પતિએ ધનરાશિ એકત્રિત કરનારા દળને ૪ ફેબ્રુઆરીએ ફોન કર્યો અને જણાવ્યું કે તેની પત્નીની છેલ્લી ઇચ્છા હતી કે તેના બધા જ ઘરેણાં રામ મંદિરના નિર્માણ માટે આપી દેવામાં આવે. માટે આવો અને ઘરેણાં લઈ જાવ.
 
દૈનિક ભાસ્કરના એક અહેવાલ પ્રમાણે આ પત્નીના પતિએ નિધિ એકત્રિત કરતા દળ ( Nidhi samarpan abhiyan ) ના સભ્યને ફોન કરીને જણાવ્યું કે “શ્રીમન હું વિજયસિંહ ગૌડ બોલી રહ્યો છું. મારી પત્ની આશા કંવર રામ મંદિર માટે પોતાના બધા જ ઘરેણાં આપવા માંગતી હતી. આજે તે અમને છોડીને ચાલી ગઈ છે, તેમની વિધિ પહેલા તમે આવો અને તેની અંતિમ ઇચ્છા અનુસાર તેના બધા જ ઘરેણા પ્રભુશ્રી રામ મંદિર( Ram mandir ) ના નિર્માણ માટે લઈ જાવ. ”
 
આ વાત જોધપુરના સૂરસાગર ભૂરટિયાની છે. અહીં આશા કંવર નામની મહિલાએ ૧ ફેબ્રુઆરીના રોજ પોતાના પતિ અને દિકરા સામે પોતાના બધા જ ઘરેણાં શ્રીરામ મંદિર ( Ram mandir ) ના નિર્માણ માટે આપી દેવાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી. પતિ અને દિકરાએ તેમને વિશ્વાસ અપ્યો હતો કે અમે એવું જ કરીશું. તમને જણાવી દઈએ કે આશાબેનના ઘરેણાંઓમાં કાનના ઝુમ્મર, ચેઈન, બે જોડી ટોપ્સ, વીંટી, કાનની બુટ્ટી તથા એક કંઠી સામિલ છે.
 
ઉલ્લેખનીય છે કે આશા કંવરને કોરોના થયો હતો. ૩ ફેબ્રુઆરીએ તે હોસ્પિટલ પહોંચી તો ફેંફસામાં ઇન્ફેક્શન વધી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૪ ફેબ્રુઆરી એટલે કે દાખલ થયાના બીજા દિવસે આશા કંવરનું અવસાન થયુ. આથી સવારે પરિવારે આશા કંવરની અંતિમઇચ્છા પૂર્ણ કરવનો સંકલ્પ લીધો અને તેના બધા જ ઘરેણાં સમર્પણ નિધિ અભિયાન( Nidhi samarpan abhiyan ) ના કાર્યકર્તાઓને સોંપી દીધા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આશા કંવર થોડા દિવસથી પોતાની આત્મકથા પણ લખતી હતી. તેમા તેણે પરિવાર તરેફથી મળેલા પ્રેમની વાત લખી છે અને પ્રભુ શ્રીરામ (Shri Ram) અને રામાયણ (Ramayana) પ્રત્યેનો તેના લગાવની વાત પણ લખી છે. જોકે આશા પોતાની આત્મકથા પૂર્ણ ન કરી શકી માત્ર ૫૪ વર્ષની ઉંમરે તેણે પોતાના પરિવારને અલવિદા કહી દીધી.