Broken-down car | મ્યાંમારમાં લોકો કેમ કારનું બોનેટ ખોલી રાસ્તા પર કાર પાર્ક કરી રહ્યા છે

    ૧૭-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Broken-down car_1 &n
 
 
Broken-down car એટલે શું? ( Myanmar )કોણ આવું કરી રહ્યું છે? Aung San Suu Kyi
 
મ્યાંમાર ( Myanmar ) ની સ્થિતિ હાલ ખરાબ છે. અહીં સેના એ સત્તાપક્ષને નજરકેદ કરી સત્તાપલટો કરી સેન્યશાસન લાગુ કરી દીધું છે. આંગ સાન સૂ કીની સેના દ્વારા ધરપકડ કરી તેમના પર ચૂંટણીમાં ગરબડ કરવાના અને બીજા અનેક આરોપો સેના દ્વારા લગાવવામાં છે.
 
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૯ નવેમ્બરના રોજ મ્યાંમારમાં ચૂંટણી યોજાઈ હતી હતી જેમાં આંગ સાન સૂ કી ( Aung San Suu Kyi ) ની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (એનએલડી) ( National League for Democracy ) ની ભારે બહુમતી સાથે જીત થઈ હતી. આ જીત પછી દુનિયાને અને મ્યાંમાર ( Myanmar ) ના લોકોને લાગતું હતું કે હવે અહીં સાચા અર્થમાં લોકશાહી સ્થપાસે પણ એવું થયું નહી.
 
ગઈ ૪ ફેબ્રુઆરીના રોજ અહીંની સેનાએ આંગ સાન સૂ કી ( Aung San Suu Kyi ) સહિત સત્તા પક્ષના નેતાઓને કેદ કરી સત્તા પલટી નાખી અને મ્યાંમાર ( Myanmar ) માં સેન્યશાસન લાદી દીધું હતું.
 
આ સત્તા પલટા પછી થોડા દિવસ તો મ્યાંમાર શાંત રહ્યું પણ દેશ-વિદેશના પ્રધાનોની પ્રતિક્રિયા બાદ મ્યાંમારના લોકો પણ હવે સેના વિરુધ્ધ રસ્તે નીકળ્યા છે. સેના પણ બળજબરી પૂર્વક લોકોને શાંત પાડવાની કોશિશ કરી રહી છે.
 

Broken-down car એટલે શું? 

 
આ બધાની વચ્ચે અહીં એક “બ્રોકન ડાઉન કાર” ( Broken-down car ) નામનું અભિયાન પણ શરૂ થયું છે. મ્યામાંર ( Myanmar ) માં સેના એ જે તખ્તાપલટો કર્યો તેના વિરોધમાં પ્રદર્શન કરનારા લોકો માર્ગ પર અને પુલો પર પોતાની કારનું બોનેટ ખોલી ત્યાં જ પાર્ક કરી રહ્યા છે. આ પાછળનો તર્ક એવો છે કે આવું કરવાથી પ્રદર્શનકારીઓને ભગાડવા અવર જવર કરતી પોલીસ અને સેનાના વાહનોને ટ્રાફિકમાં બ્લોક કરી શકે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અહીં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો પણ આ પ્રતિબંધ હટવાની સાથે જ સોશિયલ મીડિયા પર આ “બ્રોકન-ડાઉન કાર” ( Broken-down car ) અભિયાન અહીં શરૂ થયુ અને હવે તેને લોકોનો સાથ પણ મળી રહ્યો છે.