ટ્વિટર, ટોળાંશાહી અને લોકશાહી...Twitter, mobocracy, Democracy

    ૧૮-ફેબ્રુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |

Social Media_1  
 
 
ટ્વિટર - Twitter, ટોળાંશાહી - mobocracy, લોકશાહી - Democracy | આજે વસંત (Vasant Panchami) ને વધાવવી છે. એક રીત જોઈએ તો વસંતપંચમી (Vasant Panchami) એ સરસ્વતી (Saraswati) ની પૂજાનો દિવસ છે, દેવી શારદા (Ma sharada) ની વિવિધ છટાઓ જોવાનો, માણવાનો અને ગાઈ ઊઠવાનો આ સમય છે, આ ઋતુ મંજરીની અને ફૂલોની અને યૌવનની ઋતુ છે. સરસ્વતી અભિવ્યક્તિની દેવી છે, વાણીનું વરદાન પામેલી મનુષ્યતાની ધન્યતાને પામવાનો અને માપવાનો આ અવસર છે, ત્યારે બહાર ચાલતો કોલાહલ સાંભળવો છે, કોક પંખીના ચિત્ર સાથે ચહેકતા મહોલ્લાને ટ્વિટર (Twitter) ના નામે ઓળખીએ છીએ એના કોલાહલને સાંભળવાની આ કોવિડોત્તર ઋતુ અકળાવે તેવી અને કેટલાક પ્રશ્ર્નો ઊભી કરનારી છે. ટ્વિટર (Twitter) અને ફેસબુક (Facebook) અને યુટ્યુબ (Youtube) અને ઇન્સ્ટાગ્રામ ( Instagram ) એ નવા રચાયેલા માઢ છે. એ આધુનિક ઓટલા અને ચર્ચાતા ચોરા છે. અહીં સૌ પોતાની પ્રસિદ્ધિ માટે મથે એવું મોકળું મેદાન છે. સ્વપ્રશંસાનો અતિરેક થાય ત્યાં સુધી માર્કેંટિંગનો મટકાખેલ ચાલે છે. ચાલે, કદાચ સમયની તાસીર હશે. પણ કેટલીક મર્યાદાઓ સમજવી પડશે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી પછી એની આસપાસ ચર્ચા ચાલી છે. અતિરેકથી ઘવાયેલો સમાજ અને અભિપ્રાયો અને એજન્ડાથી લથબથ કોલાહલકર્મીઓ અને અભિપ્રાયએન્કરોની ધડબડાટી વચ્ચે ક્યાંક ક્યાંકથી પક્વ પ્રશ્ર્નો સંભળાઈ રહ્યા છે, ચર્ચાના ચોતરે ક્યાંક કોક અણિયાળી આંગળી ઉઠાવી રહ્યું છે. એટલે અમે આ વસંતની વિદ્યારાધના કરતાં કરતાં આ અવાજોને સાંભળવાનું અને મારા પ્રિય વાચકોને સંભળાવવાનું વાસંતિક કાર્ય કરવાના છીએ.મારી પ્રિયતમા વાણીને, વાચાને આ ગુલાબ આપવું છે.
 
આપણા બેહદ બુદ્ધિશાળી લોકો ક્યારેક તો એવું પણ કહેતા સંભળાયા છે કે વાણીની સ્વતંત્રતા આગળ દેશદાઝ કે દેશભક્તિને પણ મ્યાનમાં મૂકવી જોઈએ. એ બધા એટલે તો ટોળે મળી ‘ટુકડે ટુકડે ગેન્ગ’ને અવિચળ ટેકો આપતા હતા. આજે એમાંથી કોઈ સોશિયલ મીડિયાના (Social Media) કોલાહલો પ્રત્યે કેમ ચૂપ છે એ સમજાતું નથી. ધારવા ખાતર ધારી લો કે જેને અંતિમ વાણીવાદીઓ અને ફ્રી-સ્પીચના ફરિશ્તાઓ (ફોરવર્ડિંગ ફેરિયાઓ નહીં) ગણીએ એમને પૂછવું છે કે ટ્વિટર કે મહાકાય-ટેક-કોર્પોરેટ્સની ચર્ચાઓ કરવા કેમ આગળ આવતા નથી. ઇન્ડિયન એક્ષ્પ્રેસમાં રાજમોહન ગાંધી (Rajmohan Gandhi) એમ કહે કે અમેરિકા (America) ની રીપબ્લિકન પાર્ટી (Republic Party) ની જેમ ભાજપ ( BJP) માં અવાજ ઊઠવો જોઈએ. તો એમને પૂછવું જોઈએ કે ટ્રમ્પ (Trump) સાથે તમે 100% અસંમત થાઓ, એના વિશે તમે તદ્દન અણગમો ધરાવતા હો તો પણ એક જાહેર જીવનની વ્યક્તિનું એકાઉન્ટ તત્કાલ બંધ કરી દો, કાયમી ધોરણે.. એની ચર્ચા ક્યાં થઈ !
 
વાણીના આત્યંતિક સ્વાતંત્ર્યની વાત કરનારા અનેક અમેરિકન ચર્ચાચકોરોને વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે ‘ટેકનોલોજી’ના કોર્પોરેશનો જ્યારે ચોરાના કે જાહેર ચર્ચાસભાના સગવડકારો બને છે ત્યારે એમની જવાબદારી કોના તરફ ? કોને એમણે એમનાં કાર્યો અથવા કાર્યભાવનો જવાબ આપવાનો ! અને એટલા માટે આ ટ્વિટરટોળી અને ટોળાશાહીની લોકતંત્રના રખેવાળોએ ખબર રાખવી જોઈએ અને ખબર લઈ નાંખવી પણ જોઈએ. ટ્વિટર (Twitter) માં જે ગાળાગાળી કે શબ્દપ્રયોગો થાય છે એ વાણીસ્વાતંત્ર્યના દુરુપયોગના અને ભણેલા અભણોના અજ્ઞાનની કે અભદ્રતાની નિશાની છે. અસંમત થવું જોઈએ, પણ એની અભિવ્યક્તિમાં એક શાલીનતાની અપેક્ષા કેમ રાખવામાં ના આવે એ સમજાતું નથી.અમેરિકા (America) ની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીની લૉ-સ્કૂલના સંશોધક મેરી-એન્ડ્રી વેસીસે (Marie-Andree Weiss) આ અંગે બીડું ઝડપ્યું છે, કારણ સોશિયલ મીડિયા (Social Media) ઉપર હવે દુનિયાની અનેક સરકારો ‘સેન્સરશિપ’ ( Censorship ) લગાડે તો એનું કેવું સ્વરૂપ હોવું જોઈશે. એવું લાગે છે કે અતિરેકોથી કંટાળેલી માનવતાએ આનો ઉપાય શોધવો પડશે. સત્ય અને સ્વાતંત્ર્ય વચ્ચે સત્યને પસંદ કરવું જોઈએ એવું કહેવું સહેલું છે, પણ કોનું સત્ય ? એ પ્રશ્ર્ન ફરીથી કેંદ્રમાં આવીને ઊભો રહે છે ત્યારે જરા થોભીને શાંત ચિત્તે ભ્રમણા ફેલાવતી આ બધી ‘સાઈટો’ અને ‘પ્લેટફોર્મ્સ’ના અતિરેકોથી લોકોને બચાવવા જોઇશે. લૉકડાઉનના લીધે સ્ક્રીનસ્થ થયેલો સમાજ હવે શેરીમાં જશે પણ સમાજને મળેલી સ્ક્રીનશેરી એક યા બીજા સ્વરૂપે કાયમી રહેવાની છે. કોક કોલાહલોના ડાર્વિને કહેવું પડશે, બુદબુદ જેવા કોલાહલો શમી જશે અને સત્ય જ પ્રતિષ્ઠિત રહેશે. આશા રાખીએ કે એવું જ થાય, કારણ ડિજિટલ-ડેમોક્રસી જેટલી સારી છે એટલી જ ડિજિટલ-ડિક્ટેટરશિપ ( Digital Directorship ) ભયાવહ છે.
 
એક એવો જ મોટી ચર્ચા માંગતો મુદ્દો છે ટોળાંશાહીનું લોકતંત્રમાં શું સ્થાન હોઈ શકે ? ખેડૂતના કાયદાઓની ચર્ચા કરતી વખતે કેંદ્રીય કૃષિમંત્રીશ્રીના એ પ્રશ્ર્નનો જવાબ કોઈની પાસે નહોતો જ્યારે એમણે પૂછ્યું ‘તમે એ તો બતાવો કઈ જોગવાઈ સામે તમને વાંધો છે ? અને કયા સેકશનમાં તમને શો વાંધો છે ? કાયદો કારણોથી પર ના હોઈ શકે. લોકતંત્રમાં વિરોધને સ્થાન છે પણ લૉ-અને-લૉજિકનું વજન એટલું જ છે. વિરોધ એ વંટોળ નથી, લોકતંત્ર એ તંત્ર છે અને એની સિસ્ટમ છે, સંસદગૃહોની સર્વોપરિતા વિશે મૌન ભાનુપ્રતાપ મહેતાઓ કે રાજમોહન ગાંધીઓને આ પ્રશ્ર્ન પૂછવા જેવો છે. શું બધા પ્રશ્ર્નોના દૂરગામી, તાર્કિક અને વિકાસાત્મક ઉપાયો ફૂટપાથો પર બેસીને લાવી શકાશે ? શું સુધારાઓની ગતિ અને ઊંડાણભરી દૃષ્ટિથી ચર્ચાને એક ઉચ્ચ અને લોકશિક્ષણના સ્તરે પહોંચાડવાની આ બધા કોલમકિંગોની જવાબદારી નથી શું ? કૃષિસુધારા વિશે અશોક ગુલાંટી જેઓ એક કૃષિ-અર્થશાસ્ત્રના નિષ્ણાત છે એમના સિવાયના ઘણાબધા બૌદ્ધિકોએ કિસાન કાયદાઓની ચર્ચા કરતી વખતે પોતાના એજન્ડાને છુપાવવાનો ઢોંગ કર્યો છે જે બિલકુલ ટકી શક્યો નથી. શેખર ગુપ્તા જેવા અનેકોએ આ કાયદાઓને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. આશા રાખીએ કે લોકતંત્રની મજબૂતાઈ માટે ટોળાશાહી કે ટ્વિટરશાહી નહીં પણ દેશના લાંબા ગાળાના વિકાસ એજન્ડા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવે. વડાપ્રધાને રાજ્યસભા અને લોકસભામાં આદરણીય રાષ્ટપતિજીના અભિભાષણના આભાર પ્રસ્તાવમાં જણાવ્યું છે એમ આ આંદોલનજીવીઓથી સાવધાન થવું જોઈશે અને દેશની સંવૈધાનિક વ્યવસ્થાઓને સુદૃઢ કરી એના પરિરક્ષણ માટે મથવું પડશે.
 
... અને હા, એક નવું ટ્વિટર ( Twitter ) વાંચતાં પહેલાં આ વસંતે એક પંખીને સાંભળવાનું ચૂકીએ નહીં. કદાચ તાજા વિચારોનું ઝરણું હવામાંથી વહેતું વહેતું આપણને મળવાની ઉત્કટતામાં હોઈ શકે.