કોરોનાના દર્દી COVID Patients કેવી રીતે કરશે મતદાન? ચૂંટણી પંચની આવી છે ગાઈડલાઈન Guidelines

    ૧૮-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Corona Patients _1 &
 
 
રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાવાની છે, ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો દેવાયો છે. ઉમેદવારના ફોર્મ ભરાય ગયા છે, તેમનો પ્રચાર પણ ચાલુ છે. આવા સમયે લોકોના મનમાં અનેક પ્રશ્નો પણ છે.
 
કોરોનાકાળમાં આ ચુંટણી યોજાવા જઈ રહી છે. આવા સમયે પ્રશ્ન થાય કે શું કોરોનાનો દર્દી ( Corona Patients ) મતદાન કરી શકશે? કરી શકશે તો કેવી રીતે? આવા સમયે ચૂંટણી પંચે આ સંદર્ભે મહત્વની ગાઈડલાઈન ( Voting guidelines ) બહાર પાડી છે.
 
આ ગાઈડલાઈન ( Voting guidelines )  પ્રમાણે આવા મતદારો ( Corona Patients ) નો મતદાનનો સમય સાંજે ૫ થી ૬ નો રાખવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓ માટે એક અલગ લાઈન કરવામાં આવશે. કોરોનાનો દર્દી મતદાન કરવા આવે ત્યારે તેને ફરજીયાત પીપીઈ કીટ પહેરવી પડશે. કોરોનાના દર્દીઓને એમબીબીએસ ડોક્ટરનું સર્ટિફિકેટ પણ સાથે રાખવું પડશે. તેમના મતદાન માટે અલગ ટેબલ હશે અને અહીં હાજર સ્ટાફ પણ તે સમયે પીપીઈ કિટ પહેરેલી રાખશે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે મતદાન દરમિયાન કોરોનાનો દર્દી ( Corona Patients )  મતદાન કરવા આવે તો મથકનો માહોલ ખરાબ થઈ શકે છે, આથી મતદાન પૂર્ણ થાય પછી સાંજે ૬ થી ૬.૩૦ દરમિયાન કોરોનાના દર્દીને મતદાન કરવા આવે એવી માંગ પણ થઈ રહી છે.