Swati Mohan: મળો ભારતની એ બેટીને જેણે NASAના રોવરને મંગળની ધરતી પર પહોંચાડ્યું

    ૧૯-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

swati mohan_1  
 
Who is Swati Mohan: આજે ઇન્ટરનેટ પર લોકો આ જ સર્ચ કરી રહ્યા છે. આવું એટલા માટે કે નાસા (NASA) નું પર્સવિરન્સ રોવર ( Perseverance Rover ) મંગળ પર પહોંચી ગયું છે અને આ રોવર જ્યારે મંગળ પર લેંન્ડિગ કરી રહ્યું હતું ત્યારે તેનું નેતૃત્વ કરી રહી હતી ડો.સ્વાતિ મોહન. જેની કોમેન્ટ્રી દુનિયાએ સાંભળી.
 
Indian-origin Scientist Dr Swati Mohan: સ્વાતિ મોહન (Swati Mohan) નાસાના પેસાડેના સ્થિત જેટ પ્રોપલ્સન લેબમાં શરૂઆતથી જ પર્સવિરન્સ રોવર ( Perseverance Rover ) મિશનની સભ્ય રહી છે.
 
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ( NASA - National Aeronautics and Space Administration ) ના પર્સવિરન્સ રોવરે ગુરૂવારે સ્થાનીય સમય અનુસાર મંગળ ગ્રહ પર સફળતા પૂર્વક લેન્ડિગ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ રોવરે મંગળગ્રહના વાયુમંડળમાં પ્રવેશ કર્યો ત્યારે એક વિસ્ફોટ થયો હતો, પરંતુ આ વિસ્ફોટની સાત મિનિટ પછી જ રોવરે મંગળ ( Mars Mission )ની ધરતી પર સફળ લેંડિગ કર્યુ.
 
ઉલ્લેખનીય વાત એ છેકે આ ઐતિહાસિક મિશનનું સફળાતા પૂર્વક સંચાલન કરનારી ટીમનું નેતૃત્વ ભારતીય મૂળની અમેરિકન એન્જિનિયર ડો. સ્વાતિ મોહન (Swati Mohan) કરી રહી છે. તેમને મિશનન દરમિયાન રોવરના કંટ્રોલ અને રોવરના લેડિંગ સિસ્ટમને આખરી ઓપ આપ્યો હતો. એટલે કે આ રોવરને મંગળ સુધી પહોંચાડવામાં ડો.સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા રહી છે.
 
રોવરનું મંગળની ધરતી પર સફળ લેન્ડિગ થયા બાદ ઉત્સાહ સાથે સ્વાતિ (Swati Mohan) જણાવે છે કે “ટચડાઉન કન્ફર્મ્ડ! મંગળની ધરતી પર રોવર સુરક્ષિત છે, જે પાછળના જીવનના સંકેતોની તલાશ શરૂ કરવા માટે તૈયાર છે.”
 
ઉલ્લેખનીય વાત એ છેકે જ્યારે આખી દુનિયા આ રોવરનું મંગળ પર લેડિંગ થયું જોઇ રહી હતી ત્યારે સ્વારિ મોહન (Swati Mohan) કંટ્રોલ રૂમમાં શાંત ભાવે GN&C સિસ્ટમ અને પ્રોજેક્ટ ટીમ સાથે સંવાદ અને સમ્નવય કરી રહી હતી.
 

કોણ છે ડો. સ્વાતિ મોહન ( Dr. Swati Mohan)

 
સ્વાતિ મોહન (Swati Mohan) નાસા (NASA) ની વિજ્ઞાની છે, ભારતીય મૂળની છે. જ્યારે તે એક વર્ષની હતી ત્યારે તે ભારતમાંથી અમેરિકા ગઈ હતી. તમનું બાળપણ ઉત્તરી વર્જિનિયા-વોશિગ્ટન ડીસી મેટ્રો ક્ષેત્રમાં પસાર થયુ છે. તે ૧૬ વર્ષની ઉમર સુધી બાળકોના ડોક્ટર બનવા માંગતી હતી પરંતું જ્યારે તે ૯ વર્ષની હતી ત્યારે તેણે પહેલીવાર અમેરિકન સાયન્સ ફિક્સન પર આધારિત સીરીજ સ્ટાર ટ્રેક (Star Trek) જોઇ હતી. અહીં તેના મનમાં અંતરિક્ષ પ્રત્યેની જીજ્ઞાસા જાગી અને તેને લાગતું હતું કે તે બ્રહ્માંડના નાવ સુંદર સ્થળો શોધશે અને પ્રયાસ કરશે.
 
ડો. સ્વાતિ મોહન (Swati Mohan) તેના ફિજિક્સના શિક્ષકથી ખૂબ પ્રભાવિત હતી. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી મૈકેનિકલ અને એરોસ્પેસ ઇન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે. ત્યાર પછી મૈસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી તેણે એરોનોતિક્સ/એસ્ટ્રોનોઋક્સમાં અનુસ્નાતકની ડિગ્રી અને પછી પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો.