Shweta પછી મસ્જિદના મોલવીજી ભુલ્યા માઈક બંધ કરાવનું ? નસખોરાનો અવાજ થયો વાઈરલ

    ૨૦-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

maulvi saheb_1  
 
 
આખી રાત આજુ-બાજુના રહેવાસીઓ મૌલવીના નસખોરાનો અવાજ સાંભળતા રહ્યા, જેને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે
 
સોશિયલ મીડિયા પર હંમેશાં અજબ-ગજબની વસ્તુંઓ વાઈરલ થઈ જતી હોય છે. પછી તેને હાસ્યનો વિષય બનતા વાર નથી લાગતી. આનું તાજેતરનું જ ઉદાહરણ છે ઝૂમ (ZOOM) પર ચાલી રહેલા ક્લાસનો વીડિઓ, જેમાં એક સ્વેતા નામની છોકરી માઈક બંધ કરવાનું ભૂલી ગઈ અને તેનું બધું જ સિક્રેટ આખી દુનિયા સામે જાહેર થઈ ગયુ. હવે આવા જ પ્રકારનો એક બીજો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મસ્જિદના મોલાવી રાત્રે માઈક બંધ કરવાનું ભુલી ગયા અને તેમના નસખોરા આખી રાત માઈક થકી આજુબાજુના રહેવાસીઓને સાંભળવા પડ્યા.
 
આ કથિત વીડિઓને લઈને સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે મૌલવીજી રાત્રે મસ્જિદનું માઈક બંધ કરવાનું ભૂલી ગયા અને ત્યાં જ સૂઈ ગયા. પછી આખી રાત તેમના નસખોરા માઇકમાં ગુંજતા રહ્યા. આ બાબતે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
 
એક ટ્વિટર યુજર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા આ વીડિઓને લગભગ ૫૦ હજાર કરતા વધારે લોકો જોઇ ચુક્યા છે. વીડિયોને ૨૯૦૦ કરતા વધારે લાઇક અને ૭૮૦ કરતા વધારેવાર શેર કરવામાં આવ્યો છે. લગભગ ૧૪ સેકન્ડના આ વીડિઓના કેપ્શનમાં લખાયું છે કે “મૌલવી સાહેબ માઈક ચાલુ રાખીને સૂઈ ગયા” વીડિઓ સાંભળો તો તમને નસખોરાનો અવાજ સાંભળવા મળે છે.
 
આવો વીડિઓ સોશિયલ મીડિયા પર આવે એટલે નેટીજનો તેને વાઈરલ કરવામાં કોઇ પાછી પાની કરતા નથી. આ વીડિઓ સાથે પણ એવું જ થયુ. વીડિઓમાં સંભળાતા નસખોરાની લોકોએ ખૂબ મજા લીધી.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ વીડિઓમાં જે દાવો કરાયો છે તે સાચો છે એવું ક્યાંય સાબિત થતું નથી, આ વીડિઓ અને તેમા કરવામાં આવેલો દાવો ખોટો પણ હોય શકે છે. લોકો વીડિયોને વાઈરલ કરવા આજકાલ એડિટ કરી તેમા સુધારો વધારો કરતા હોય છે. આ વીડિયો વિશે હાલ કોઇ માહિતી ઉપલબ્ધ નથી. છતાં નેટીજનો તો તેને આંખો બંધ કરી વાઈરલ કરી રહ્યા છે તેના પર મીમ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી રહ્યા છે. એક યુજરે લખ્યુ કે “अल्ला ऐसी सकून की नींद सब को फरमाए।“