હંમેશાં પોઝિટીવ વિચારવાની ટિપ્સ How to Develop Positive Thinking in gujarati

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Positive thinking _1 

How to Develop Positive thought or thinking or suvichar quotes in gujarati | જે લોકો સતત હકારાત્મક વિચાર ( Positive Thinking ) કરે છે તે લોકો જ જીવનમાં સફળ થઈ શકતા હોય છે.

હકારાત્મક વિચાર ( Positive Thinking ) એક શક્તિ, એક શસ્ત્ર છે. જેનો ઉપયોગ કરી આપણે ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી પણ ઉગરી શકીએ છીએ. આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે, એવો કોઈ વ્યક્તિ જ નથી જેના જીવનમાં કોઈ મુશ્કેલી ન હોય, પરંતુ આ મુશ્કેલ સમયમાં જે પોતાના વિચાર પર કાબૂ રાખી જાણે છે તે લોકો જ તેની સામે લડી શકે છે અને આગળ વધી સફળ થઈ શકે છે.
 

સકારાત્મક વિચાર પેદા કરવાની ટિપ્સ

 
કહેવાય છે કે, જે લોકો સતત હકારાત્મક વિચાર ( Positive Thinking ) કરે છે તે લોકો જ જીવનમાં સફળ થઈ શકતા હોય છે. આ તમામ લોકો સકારાત્મક વિચારધારાવાળા વ્યક્તિની આસપાસ રહેવાનું પસંદ કરતા હોય છે.
 

How to Develop Positive Thinking in gujarati સકારાત્મક વિચાર વિકસાવવા શું કરવું ?

 
પ્રશ્ન થાય કે સકારાત્મક વિચાર ( Positive Thinking ) વિકસાવવા શું કરવું ? તો આટલું કરી જુવો…
 
સૌપ્રથમ સવારે ઉઠો અને અરીસા સામે ઉભા રહી જાઓ અને આટલું કરો.
 
(૧) હસો,
(૨) ખુદને કહો આજે મારો દિવસ છે.
(૩) વિચારો કે આજે હું સૌથી શ્રેષ્ઠ જગ્યાએ છું.
(૪) મને ખબર છે કે હું જ વિજેતા છું.
(૫) હું જે કાંઈ કરીશ એ શ્રેષ્ઠ જ કરીશ.
(૬) મારું નસીબ મારા હાથમાં છે.
(૭) મને ખબર છે કે હું આ કરી શકું છું અને કરીને જ રહીશ.
(૮) ભગવાન હંમેશા મારી સાથે જ છે.
 
હવે તમે વિચારશો કે, ભાઈ આમ કરવાથી શું પરિવર્તન આવી જવાનું ? શું આમ કરવાથી મારી મુશ્કેલીઓ દૂર થઈ જશે ? પરંતુ સૌપ્રથમ તો તમે આના પર વિશ્ર્વાસ કરો અને આ પ્રક્રિયાને સતત અજમાવતા રહો. કારણ કે આ શબ્દોમાં ખૂબ શક્તિ રહેલી છે. જો તમે વારંવાર આ રીતે હકારાત્મક બોલ્યા કરશો, વિચાર્યા કરશો તો તેવું જ થશે. કારણ કે આવું વારંવાર વિચારવા બોલવાથી તમારી આસપાસ એક હકારાત્મકતાનું વાતાવરણ ઊભું થાય છે. એક સારી આભા ઉભી થાય છે. માટે જેમ બને તેમ તમારી પરિસ્થિતિ પર પોઝિટીવ । હકારાત્મક બોલો. ( Positive Thinking )
 

Positive thinking _1  
 

સકારાત્મક વિચાર ( Positive Thinking ) લાવવાના “પાંચ” મૂળમંત્ર (Steps to a Happy Life with Positive Attitude)

 
(૧) વિશ્વાસ રાખો કે તમારી જીંદગીમાં હંમેશા ખુશી એક વિકલ્પ તરીકે હાજર જ હોય છે. બસ જરૂર છે તમારે તે વિકલ્પની પસંદગી કરવાની.
(૨) નકારાત્મક વિચારોથી દૂર રહો.
(૩) દરેક પરિસ્થિતિમાં સકારાત્મક બાબત શોધવાનો પ્રયાસ કરો.
(૪) ખુદની અંદર સકારાત્મકતાને સુદૃઢ બનાવો.
(૫) તમારી નાની નાની ખુશીઓને અન્યો સાથે વહેંચો.
 

સકારાત્મક વિચાર માટે અન્ય કેટલીક પાવરફૂલ ટિપ્સ | Powerful Tips for Positive thinking

 

સારુ વિચારો : Think Positive

 
એટલે કે Think Positive. આપણે જેવું વિચારીશું તેવો જ આપણો વ્યવહાર રહેવાનો છે. દરેક બાબતની બે બાજુ હોય છે. એક સારી અને એક ખરાબ. તમે વિચારતા હશો કે ભાઈ આ બધી વાતો તો માત્ર કહેવા માટે હોય છે. હકિકતમાં જેના પર વીતે છે તેને જ ખબર પડે છે. તમારી વાતનો અહીં સંપૂર્ણ અસ્વિકાર પણ નથી, પરંતુ હકીકત એ પણ છે કે તમારે લડાઈ પોતે જ લડવાની છે. જેમ પાણી ભરેલા અડધા પ્યાલાને કોઈ અડધો ખાલી જોવે છે તો કોઈ અડધો ભરેલો. એટલે કે પરિસ્થિતિ તો એ જ છે. બસ, વિચારવાની રીત અલગ અલગ હોય છે.
 
ચાલો એક રમત રમીએ. માની લો કે તમે જીવવાની ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છો. જ્યાંથી તમને આગળ માત્ર ને માત્ર અંધારું જ દેખાય છે. પરંતુ આ પરિસ્થિતિમાં તમારે એક સારી બાબત શોધવાની છે. આને તમે એક પડકાર તરીકે લો. આ કપરી પરિસ્થિતિમાં પણ વિચારો કે ભગવાન તમારી સાથે જ છે અને પરિસ્થિતિમાં શું સારું થઈ રહ્યું છે તે શોધો. બની શકે શરૂઆતમાં તમને આ અઘરું લાગે, પરંતુ ધીરે ધીરે તમને આની આદત પડી જશે.
 

તમારું વલણ બદલો : (Change your attitude)

 
આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ સાથે આપણા સુખ-દુખ જોડાયેલા નથી હોતા. આપણે આવી પડેલી એ મુશ્કેલીઓને કઈ રીતે, કેવી રીતે જોઈએ છીએ તે તેના પર બધું નિર્ભર કરે છે. વિશ્વમાં અનેક લોકો એવા હશે જે જીવનમાં તમારાથી પણ વધારે મુશ્કેલ પરિસ્થિતિમાં હશે. તેમ છતાં તેઓ સતત હસતા રહે છે અને અનેક એવા પણ લોકો તમે જોયા હશે કે જેઓની પાસે બધુ જ હોવા છતાં તેઓ ખુશ નહીં હોય. હવે તમારે નક્કી કરવાનું છે કે, તમે તમારું જીવન કેવી રીતે જીવવા માંગો છો.
 

ફરિયાદ કરવાથી બચો (Limit your Complaints) :

 
કોઈ પણ બાબતે ફરિયાદ કરવાથી બચો, ગુસ્સા પર કાબુ રાખો અને કપરા સમય માટે ભગવાન, કોઈ માણસ કે તમારા નસીબને દોષ ન આપો. તેના બદલે તે પરિસ્થિતિમાં તમારા માટે કયો નવો અવસર છૂપાયેલો છે તેને શોધવાનો પ્રયાસ કરો.
 
જેમ કે તમારી નોકરી છૂટી ગઈ છે. તો વિચારો કે જે કામ નોકરીને કારણે પૂર્ણ થતા ન હતા હવે પૂર્ણ થશે. તમારી પાસે ખૂબ સમય છે. પરિવાર માટે તમારા માટે તે સમયને વાપરો. બની શકે કે તેનાથી પણ વધારે સારી નોકરી તમને મળે. બસ તમારે માત્ર મહેનત કરવાની છે.
 

મુશ્કેલીઓ પ્રત્યે ધ્યાન ન આપો (Focus on the good)

 
જ્યારે આપણે સતત આપણને નડતી મુશ્કેલીઓ પર ધ્યાન આપતા રહીએ છે ત્યારે આપણે સામે ચાલી તેને વકરવાનો અવસર પૂરો પાડતા હોઈએ છીએ. માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુશ્કેલીઓ તરફ ધ્યાન જ ન આપો. તમારા માટે સારું એ જ રહેશે કે તમે તમારું ધ્યાન બીજી તરફ વાળો.
 

યાદી બનાવો (Make a list) :

 
તમે ખુદના માટે એક યાદી તૈયાર કરો અને તેમાં તે બધી જ બાબતો લખો જેનાથી તમને ખુશી મળે છે. શાંતિ મળે છે. જેવી તમારા મનમાં કોઇ ઉથલ-પુથલ થાય નકારાત્મક વિચાર આવવા લાગે. તમે પેલી યાદીમાંથી એક બાબતને પસંદ કરીને તેને કરવા માંડો. આનાથી તમને ઘણી જ રાહત મળશે.
 

મોટીવેટ (Motivate) કરો :

 
બીજાને અને પોતાને મોટીવેટ (Motivate) કરતા રહ્યો, ઉત્સાહ વધારતા રહો. કોઇ અંગત માણસ હોય તો તેનું ઉત્સાહવર્ધન કરો. તેને જીવનની સારી બાબતો સમજાવો. આ સિવાય જો કોઈને કોઈ વસ્તુની જરૂર તો તેની મદદ કરો. હંમેશા હસતા રહો, કસરત કરો, ધ્યાન કરો. સારા ગીત સાંભળો, પુસ્તકો અને સકારાત્મક વિચારવાળા પ્રેરણાત્મક વાક્યો વાંચો. સકારાત્મક લોકો સાથે વધારેમાં વધારે વાતો કરો. તેમની વિચારસરણીને અનવાવવાના પ્રયત્નો કરો.
 

Positive thinking _1  
 
ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે આ પ્રકારની હકારાત્મક વાતો વાંચી સાંભળી આપણને તત્કાળ તો સારું લાગે છે, પરંતુ જેમ જેમ આપણે ફરી પાછા જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ ત્યારે એ વાતોને ભૂલી ફરી પાછા એ જ નકારાત્મક વિચારોના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું ન થાય તે માટે આગળ ઉલ્લેખાયેલી વાતોને બને તેટલી યાદ રાખો અને તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરો. તમે હકારાત્મક વાતોના પોસ્ટર, નોટ તમારા રૂમમાં, અરીસા, બાથરૂમના દરવાજા, વોશબેસિંગ ઉપર પણ લગાવી શકો છો. જેથી તમે જ્યારે સવારમાં ઉઠસો કે તરત જ તમારી નજર તેના પર પડશે. જેનાથી તમારા દિવસની શરૂઆત જ સકારત્મકતા ( Positive Thinking ) થી થશે.
 
Positive Thought quotes ક્યારેક જીવનમાં દર્પણ સમાન બની જાય છે. જ્યારે માણસ હતોત્સાહ, શોક કે મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે આ વિચારો તેના માટે શ્રેષ્ઠ ઔષધિનું કામ કરે છે. આવા જ કેટલાક સુવિચાર ( Positive Quotes gujarati suvichar ) ની વાત કરીએ તો.
 
# ખુદથી નાના સ્તરના વ્યક્તિ સાથે તમારા દ્વારા થતો વ્યવહાર જ તમારા વ્યક્તિત્વનો પરિચય આપે છે.
# વિવાદિત મુદ્દા પર આમને-સામને વાત કરવાથી બચવાની કોશિશ કરનાર વ્યક્તિના મનમાં ખોટ હોય છે.
# જીવવા યોગ્ય સ્થાન એ જ છે, જ્યાં તમારું મન શાંત રહે.
# મનની ઉજ્જ્વળતા, તનની ઉજ્જવળતાથી અનેક ઘણી વિશાળ હોય છે.
# ભૂલ થાય તો તેનો સ્વીકાર કરી લેવો તે જ સાચી પ્રાર્થના છે, પરંતુ તેને રોજની આદત બનાવવી એ મૂર્ખતા છે.
# કોઈને માફ કરી દેવા એ જ જીવનની સૌથી મોટી જીત છે.
# અસંતોષી માણસ સ્વર્ગમાં પણ ખુશ રહી શકતો નથી.
 
 

આ પ્રેરણાત્મક લેખ inspirational article પણ તમને ગમશે