મોટેરા નહીં હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ । Narendra Modi Stadium

    ૨૪-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Narendra Modi Stadium_1&n
 

Narendra Modi Stadium | વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને વડાપ્રધાનનું નામ અપાયું.

 
દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ( World's biggest stadium ) મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ના નામે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા આ સ્ટેડિયમ (Narendra Modi Stadium) નું ઉદધાટન કર્યું છે. આ ઉદ્ઘાટનમાં આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) જાહેર કરવામાં આવ્યું છે.
 
આ ઉદ્દઘાટન સમારોહમાં અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે અહીં એવી સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે કે છ મહિના સુધી અહીં ઓલિમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થનું આયોજન કરી શકાય છે. તેમણે કહ્યું જે અમદાવાદને હવે સ્પોર્ટસ સિટી તરીકે પણ ઓળખવામાં આવશે. આ નવા સ્ટેડિયમને દુનિયાના સૌથી મોટા અને સૌથી હાઈટેક સ્ટેડિયમ ( Motera Stadium ) તરીકે વિકસિત કરવામાં આવ્યું છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ સ્ટેડિયમ પર આજે સાંજથી પિંક બોલ વડે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે. જોકે આ સીરીજની આ ત્રીજી ટેસ્ટ છે. આગળની બન્ને મેચમાં બન્ને ટીમની એક –એક જીત થઈ છે.
 

Narendra Modi Stadium_1&n 
 

આ સ્ટેડિયમની ખાસિયત Narendra Modi Stadium

 
# આ સ્ટેડિયમમાં ૧,૩૨,૦૦૦ જેટલા દર્શકો એક સાથે આરામથી મેચ નિહાળી શકે છે. જોકે કોરોનાની મહામારીના કારણે આજની મેચમાં માત્ર ૫૦ ટકા જ દર્શકોને અહીં મેચ જોવાની મંજુરી મળી છે.
 
# મોટેરા સ્ટેડિયમ પહેલા ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું.
 
# અમદાવાદનું આ સ્ટેડિયમ ૬૩ એકડમાં ફેલાયેલું છે.
 
# આ સ્ટેડિયમ બનાવવામાં લગભગ ૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
 
# આ સ્ટેડિયમમાં ૭૬ કોર્પોરેટ બોક્સ, ચાર ડ્રેસિંગ રૂમ ઉપરાંત ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે.
 
# એક સાથે ચાર ડ્રેસિંગરૂમ હોય એવું આ દુનિયાનું પહેલું સ્ટેડિયમ છે.
 
# આ સ્ટેડિયમમાં ૧૧ પીચ છે. ૧૧ પીચવાળું પણ આ દુનિયાનું પહેલું સ્ટેડિયમ છે.
 
# આ સ્ટેડિયમ એટલું આધુનિક છે કે જો વરસાદ પડે તો માત્ર ૩૦ મિનિટમાં વરસાદના પાણીનો નિકાલ કરી શકાય છે અને મેચ રમી શકાય છે.
 
# ડે-નાઈટ મેચ માટે અહીં એક ચોક્કસ પ્રકારની એલઈડી લાઇટ લગાવવામાં આવી છે. દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યા એલઈડી લાઈટમાં મેચ રમાશે.
 
# સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં લાઈટના થાંભલા નથી. એટલે દર્શક ગમે ત્યાં બેઠો હોય તેને સ્ટેડિયમનો ૩૬૦ ડિગ્રી એંગલ અરામથી જોવા મળશે. કોઇ પણ નડતર વગર.
 
# આ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા વર્ષ ૨૦૧૫માં જ તેને બંધ કરી દેવાયું હતું.
 
# આ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં લાલ અને કાળી માટીની ૧૧ પીચ છે. આ દુનિયાનું પહેલું એવું સ્ટેડિયમ છે જ્યાં મુખ્ય અને અભ્યાસ માટેની પિચ એમ બન્ને પીચ એક માટીમાંથી બનાવવામાં આવી છે.