કેરલમાં RSS ના કાર્યકર્તાની હત્યા, યોગી આદિત્યનાથની રેલીને લઈને SDPI દ્વારા લગાવેલા ભડકાઉ નારાનો કર્યો હતો વિરોધ

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

RSS_1  H x W: 0
 
 
આ આખી બાબત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેરલમાં યોજાયેલી રેલી સાથે જોડાયેલ છે, જે ગયા રવિવારે યોજાઇ હતી. આ દરમિયાન SDPI (Social Democratic Party of India) ના લોકોએ ભડકાઉ નારા લગાવ્યા,વિરોધ કર્યો અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજ્યા. આ બધા યોગી આદિત્યનાથની વિરુધ્ધ બહિષ્કારનું અભિયાન ચલાવી રહ્યા હતા.
 
કેરલ (Kerala) માં અલપ્પુઝા (Alappuzha) માં બે જુથો વચ્ચે એક ઝડપ થઈ જેમાં RSS ( Rashtriya Swayamsevak Sangh ) ના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. આ ઘટના ચેરથલાના વાયલારમાં બની હતી. બુધવારે એટલે ૨૪ ફેબ્રુઆરીના રોજ સોશિયલ ડેમોક્રેડિક પાર્ટી ઓફ ઇન્ડિયા ( SDPI - Social Democratic Party of India ) દ્વારા એક રેલીનું આયોજન થયું હતું, જે અંતર્ગત હિંસા થઈ જેમા અન્ય છ લોકો ઘાયલ પણ થયા. આમાં ૨૨ વર્ષના RSS ( Rashtriya Swayamsevak Sangh ) ના કાર્યકર્તા નંદૂ કૃષ્ણ ( Rahul Krishna alias Nandu ) ની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ સંદર્ભે SDPI ના કાર્યકર્તાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.
 
નંદૂ કૃષ્ણને વાયલારમાં RSS ( Rashtriya Swayamsevak Sangh ) ના સ્થાનીય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. RSS ( Rashtriya Swayamsevak Sangh ) ના શાખા પ્રમુખ નંદૂને તરત નજીકની એર્નાકુલમ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના પછી પોલીસે અહીંની સુરક્ષા વધારી દીધી છે કેમ કે ભાજપે આ ઘટના બાદ એક દિવસની હડતાલની જાહેરાત કરી છે. આ ઘટના નાગામકુલંગરા રેલવે સ્ટેશન પાસે રાત્રે ઘટી હતી. રેલી તો બપોરે નીકળી હતી પણ રાતના વિરોધ પ્રદર્શન પછી આ હિંસા થઈ હતી.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે SDPI (Social Democratic Party of India) ની રેલીમાં કેટલાંક કાર્યકર્તાઓએ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જેનો વિરોધ હિન્દુ કાર્યકર્તા કરી રહ્યા હતા. નંદૂના એક અન્ય સાથી પર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે અને તે દવાખાનામાં છે. અહીંના સ્થાનિક ભાજપના અધ્યક્ષ અભિલાશ મપરમપિલે આરોપ લગાવ્યો છે કે પોલીસની હાજરીમાં આ ઘટના ઘટી છે. તમને જણાવી દઈએ કે SDPI એ પોપ્યુલર ફ્રન્ડ ઓફ ઇન્ડિયા PFI ( Popular Front of India ) નું જ એક રાજકીય સંગઠન છે.
 
આ આખી બાબત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેરલમાં યોજાયેલી રેલી સાથે જોડાયેલ છે, જે ગયા રવિવારે યોજાઇ હતી. આ દરમિયાન SDPI ના લોકોએ ભડકાઉ નારા લગાવ્યા હતા અને તેના પછી વિરોધ પણ કર્યો અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજ્યા. આ બધા યોગી આદિત્યનાથની વિરુધ્ધ બહિષ્કારનું અભિયાન ચલાવી રહ્યા હતા. સંઘના કાર્યકર્તાઓએ આ રીલીમાં થઈ રહેલ ભડકાઉ નારઓનો વિરોધ કર્યો તો તેમના પર હુમલો કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સંઘ RSS ( Rashtriya Swayamsevak Sangh ) ના ત્રણ અન્ય કર્યકર્તાઓને પણ આ ઘટનામાં ઇજા પહોંચી છે.
 
તમને ખબર હોય તો હમણા જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં અહીંના મલપ્પુરમના તેનિયાપલમ વિસ્તારમાં પોપ્યુલર ફ્રન્ડ ઓફ ઇન્ડિયા PFI ( Popular Front of India ) દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી જેમાં કેટલાક કથિત લોકોને RSS ( Rashtriya Swayamsevak Sangh ) નો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો હતો અને તેમને સાંકળથી બંદી પણ બનાવી તેમની રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન અનેક નારા પણ લગાવાયા હતા. જેમાંથી ઘણાં નારા ભડકાઉ પણ હતા.