તો ભારતીય બજારોમાંથી વિદેશી રમકડાંઓનું સામ્રાજ્ય હવે ખતમ થવાનું છે! The india toy fair

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

theindiatoyfair_1 &n
 
 
રમકડાંનો મેળો? ( India toy fair) નવાઈ લાગીને? પણ આ હકીકત છે. આગામી ૨૭ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી વર્ચુઅલ રમકડાંનો એક મેળો યોજાવાનો છે.
 
રમકડાં. આમ તો રમકડું જ કહેવાય છતા એ કોઇ રાષ્ટ્રની ઓળખ બની શકે? કેમ નહી? ડોરેમોન, બાર્બી ગર્લ, સ્પાઈડર મેન…આ રમકડાંના પાત્રો છે જ ને! ભારતમાં આ પાત્રોના રમકડાં ખૂબ વેંચાય છે. આપણા બાળકો તેને પસંદ પણ કરે છે પણ અહીં એક વિચાર જરૂર આવે કે કોઇ એવું ભારતીય પાત્રનું રમકડું નથી જે આપણા બાળકોને ગમે, તે પાત્રનું રમકડું ખરીદવાની જીદ્દ કરે! છોટા ભીમ, કૃષ્ણા છે પણ આ પાત્રોના રમકડાં હજુ આપણા બાળકોને એટલા આકર્ષિત નથી કરી શક્યા.
આમ જોઇએ તો ભારતીય લોકો, જે ઘરે રમકડાં બનાવે છે એ અદભુત જ હોય છે. ભારતીય સમાજમાં જે લોકો રમકડાંના લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેમના રમકડાં એકવાર જોજો. એની જે કલા છે તે તમને વિશ્વના કોઇ રમકડાંમાં જોવા નહીં મળે, છતાં તેને આપણા ભારતીય લોકો જ ખરીદતા નથી. કદાચ રમકડાંની સાચી વાત આપણા સુધી પહોંચી જ નથી. સ્થાનિક બજારમાં આવા રમકડાં વહેંચાતા હોય છે પણ આ રમકડાં આંતરાષ્ટ્રીય સ્તરે પહોંચે એવું કોઇ માધ્યમ નથી. પણ લાગે છે કે હવે આ રમકડાં દેશ દુનિયા સુધી પહોંચવાના છે.
 
ગઈ ૨૬મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક-ભારતીય રમકડાં બજાર વિશે એક વાક્ય કહ્યું હતું તેના પરથી લાગતું જ હતું કે હવે ભારતીય રમકડાંઓ, તેને બનાવનારાઓને એક મંચ મળવાનું છે. જેથી તેમની કલા વિશ્વમાં ખૂણે-ખૂણે પહોંચી શકે. અને થયું પણ એવું જ છે. દેશમાં પહેલીવાર રમકડાંનો મેળો યોજાવાનો છે.
 

રમકડાંનો મેળો । The india toy fair

 
રમકડાંનો મેળો? નવાઈ લાગીને? પણ આ હકીકત છે. આગામી ૨૭ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી વર્ચુઅલ રમકડાંનો એક મેળો ( india toy fair ) યોજાવાનો છે. એટલે કે જેમને આ દરમિયાન પોતાના રમકડાં વેચવા હોય તેમને એક વેબસાઈટ છે https://theindiatoyfair.in તેના પર જવાનું છે પોતાનું નામ નોંધાવાનું છે અને પછી તે આ ચાર દિવસ પોતાના રમકડાં ઓનલાઈન દેશ-વિદેશમાં વેચી શકશે. કેન્દ્ર સરકારે ખુદ આ વ્યવસ્થા કરી આપી છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ મેળો માટે હવે માત્ર ૧ દિવસ બાકી છે ત્યારે અત્યાર સુધીમાં ૧૦ લાખ કરતા વધારે લોકોએ અહીં ( india toy fair ) રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ દરમિયાન ૧૧૧૦ રમકડાંના પ્રદર્શન થશે અને ૮૦ કરતા વધારે વક્તાઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટૂંકમાં દેશમાં જે વિદેશી રમકડાંનુ સામ્રાજ્ય છે તેને તોડવાનો સમય આવી ગયો છે.
ભારતીય રમકડાં બજારમાં જે વિદેશી રમકડાંનું વર્ચસ્વ છે તે આગમી સમયમાં તોડી શકાય અને ભારતીય રમકડાંનું વર્ચસ્વ અહીં રહે તે માટે આ પ્રેરણાત્મક પહેલ છે. આ માટે https://theindiatoyfair.in નામની વેબ પણ તૈયાર કરવામાં આવી છે. આ વેબ પર લખવામાં આવ્યું છે કે,
 

ભારતીય રમકડાં ઉત્પાદકો માટે એકમંચ | India toy fair

 
“ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણી વાર દેશની આઝાદી મળ્યાનાં 75માં વર્ષની ઉજવણી કરવા વર્ષ 2022 સુધી નવા આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું તેમનું વિઝન વ્યક્ત કર્યું છે. નવું ભારત એવું ભારત હશે, જેમાં આધુનિક, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે ભારતની શ્રેષ્ઠ પરંપરાનો સમન્વય થશે. ભારતનો રમકડાં અને રમતોનો સ્થાનિક ઉદ્યોગ આ આકાંક્ષા પરિપૂર્ણ કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સજ્જ છે. આ પ્રયાસનાં ભાગરૂપે ભારતને પોતાની રમકડાં બનાવવાની સમૃદ્ધ અને વિવિધ કળા અને પરંપરાઓ દુનિયા સામે પ્રસ્તુત કરવા ભારતીય રમકડાં ઉત્પાદકો માટે એકમંચ પર આવવાનો સમય પાકી ગયો છે.
 
એક સીમાચિહ્નરૂપ પહેલ સ્વરૂપે ભારત સરકાર ‘ધ ઇન્ડિયન ટૉય ફેર 2021’ ( The India toy fair - 2021 ) પ્રસ્તુત કરે છે. ભારતીય રમકડાંના વિકાસનાં આગામી પ્રકરણને 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2021 સુધી તમારી સ્ક્રીન પર જુઓ-જાણો અને અનુભવો. આ સૌપ્રથમ ડિજિટલ પ્રદર્શન અને પ્લેટફોર્મ છે, જેમાં તમે વિવિધ પ્રકારનાં રમકડાંઓને જોઈ અને ખરીદી શકવાની સાથે વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકશો તેમજ રમકડાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પક્ષો સાથે જોડાણ પણ કરી શકશો. ભારત સરકારે નવીન રમકડાં/રમતોની વિભાવના પ્રસ્તુત કરવા માટે ઓનલાઇન ટૉય હેકેથોન ‘ટૉયકેથોન’ પણ શરૂ કરી છે. ટૉયકેથોન-2021 ભારતીય સભ્યતા, ઇતિહાસ, સંસ્કૃતિ, દંતકથાઓ અને માન્યતાઓ પર આધારિત નવા રમકડાં અને રમતોને પ્રસ્તુત કરવા કે વિકસાવવા ભારતમાં નવીન વિચાર ધરાવતા લોકોને પડકાર ફેંકવા માટે શરૂ કરવામાં આવી છે. એને રમકડાંપ્રેમી વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાર્ટ-અપ્સ અને રમકડાં નિષ્ણાતો/વ્યાવસાયિકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
 
તો ધ ઇન્ડિયા ટૉય ફેર 2021 ( The India toy fair - 2021 ) માં રમકડાં અને રમતોની દુનિયામાં આવો તથા અમારી સાથે વિવિધ રમકડાંને જુઓ, જાણો અને માણો!”