MSP હતી, MSP છે અને MSP રહેશે…આંદોલન હવે ખત્મ કરો – વડાપ્રધાન Narendra Modi

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

narendra modi_1 &nbs
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યસભા (rajya sabha) માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર આજે જવાબ આપ્યો હતો. વડાપ્રધાને (Narendra Modi) આજે અનેક વાતો સદનમાં રજૂ કરી, શું કહ્યું આવો તેને ટૂંક મુદ્દાસર સમજીએ…
 
# કોરોનાના કપરાકાળમાં પણ ૧૫૦ કરતા વધુ દેશમાં આપણે દવા પહોંચાડી છે, વિશ્વના દેશો ગર્વ સાથે કહી રહ્યા છે કે અમારી પાસે ભારતની વેક્સિન આવી ગઈ છે, વિશ્વનો નાગરિક ભારતના ડોક્ટર પર વિશ્વાસ કરે છે, આ આપણે કમાયું છે જેના પર ગર્વ કરવાની જરૂર છે.
 
#આપણે માત્ર દુનિયાની સૌથી મોટી લોકશાહી નથી પણ લોકશાહીની જનની છીએ…
 
#દેશમાં એક નવી FDI આવી છે. આ FDI છે Foreign Destructive Ideas ( વિદેશી વિનાશકારી વિચારો). આ FDI થી દેશને બચવું પડશે - #PMModi #PMinRajyaSabha
 
#આંદોલનજીવી નામની એક નવી જમાત પણ આવી છે. આ એક ટોળી છે જે આંદોલન જીવી છે. આ જમાત પરજીવી છે, આવા આંદોલનજીવી લોકોથી દેશને બચવું પડશે, તેમને ઓળખવા પડશે…#PMModi #PMinRajyaSabha
 
#નવી શિક્ષણ નીતિને દેશભરમાંથી જે રીતે સ્વીકૃતિ મળી છે એ સરાહનીય છે
 
 
 
#ભારતની યુવાપેઢી પર વિશ્વાસ કરવો પડશે, આપણે તેમને અવસર આપશું તો તો એ ભારતના ઉજ્જવળ ભાવિષ્ય માટે મજબૂત પિલ્લર બનશે
 
 
#ગામ અને શહેર વચ્ચેની ખાઈને દૂર કરવી હશે તો આપણે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવું પડશે.
 
#પડકારો તો અનેક છે પણ આપણે નક્કી કરવું પડશે કે આપણે સમસ્યાનો ભાગ બનવું છે કે સમાધાનનું માધ્યમ બનવું છે…
 
#કોરોનાના કપરા કાળમાં દુનિયાના દેશો રોકાણ કરાવવા તરસી રહ્યા છે જ્યારે ભારતમાં રેકોર્ડતોડ નિવેશ થઈ રહ્યું છે, એક તરફ નિરાશાનો માહોલ છે જ્યારે બીજી તરફ હિન્દુસ્તાનમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે
 
#કૃષિ કાયદા પર કહ્યું કે અહીં સંદનમાં માત્ર ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ પણ તેના સુધારને લઈને કોઇ ચર્ચા થઈ નથી.
 
#લાલબહાદૂર શાસ્ત્રીજીને પણ કૃષિમાં સુધાર કરવો પડ્યો હતો અને તેમને પણ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ છતાં તેઓએ પીછેહટ કરી ન હતી. ત્યારે લેફ્ટવાળા તેમને અમેરિકાના એજન્ટ કહેતા હતા આજે તેઓ મને આજ વાત કહી રહ્યા છે.
 
#તેમણે ભારપૂર્વક કહ્યું કે સુધાર માટે અમે તૈયાર છીએ, MSP હતી, MSP છે અને MSP રહેશે…
 
#માર્કેટને મજબૂત કરવામાં આવી રહી છે અને જે ૮૦ કરોડ લોકોને સસ્તું અનાજ આપવામાં આવી રહ્યું છે તે બંધ નહી થાય.
 
# આંદોલનકારીઓને વિનંતી છે કે ત્યાં વૃદ્ધ માણસો પણ છે, આંદોલન ખત્મ કરો, સાથે મળીને ચર્ચા કરીએ. સારી ખેતી કરવા માટેનો આ ઉતમ સમય છે, તેને ગુમાવવાનો નથી. આ સુધારાને આપણે તક આપવી જોઈએ. તે પણ જોવું જોઈએ કે તેનાથી લાભ થાય છે કે નહિ.