વિશ્વની સૌથી પ્રાચીન ભાષા કઈ? આવો જાણીએ આ ૧૦ ભાષા વિશે

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

prachin language_1 &
 
Duniya ni sauathi juni bhasha kai | અહીં વાત વિશ્વની એ ૧૦ ભાષાઓની કે જેને પ્રાચીન માનવામાં આવે છે. યુ.એન.ના અહેવાલ મુજબ વિશ્વમાં હાલ ૬૮૦૯ જેટલી ભાષાઓ બોલાય છે.
 
જ્યારે પણ વિશ્વની પ્રાચીન ભાષાઓ (Prachin bhasha) અંગે વાત કે ચર્ચા થાય છે ત્યારે હંમેશા એક વિવાદ છેડાઈ જાય છે કે આખરે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા કઈ ? અહીં વાત વિશ્વની એ ૧૦ ભાષાઓની કે જેને પ્રાચીન માનવામાં આવે છે. જો કે, આ ભાષાઓમાં સૌથી પ્રાચીન કઈ, એનો જવાબ કદાચ જ કોઈની પાસે નહી હોય. આપણે સૌ જાણીએ છીએ કે કે માનવ સભ્યતાની સાથે જ ભાષાનો પણ વિકાસ થયો છે. એટલે કે માનવ સભ્યતાના ઉદય સાથે જ આ ભાષાઓનો પણ જન્મ થઈ ચૂક્યો હતો. આમાની અનેક ભાષાઓ હાલ લુપ્ત પ્રાય થઈ ગઈ છે કે પછી લુપ્ત થવાના આરે છે. જ્યારે તેમાંથી જ નિકળેલી અન્ય ભાષાઓની વિશ્વભરમાં હાલ બોલ-બાલા છે. દા.ત. અંગ્રેજી એ વિશ્વની સૌથી લોકપ્રિય ભાષા છે અને વિશ્વના લગભગ તમામ દેશોમાં તેને બોલનારા અને જાણનારા મળી જાય છે. પરંતુ આ અંગ્રેજી ભાષા ભલે આધુનિક જમાનાની ભાષા હોય, પરંતુ પ્રાચીન નથી. કારણ કે તેની ઉત્પતિ પણ બીજી ભાષામાંથી થઈ છે.
 
આપણે જો સમગ્ર વિશ્વની વાત કરીએ તો યુ.એન.ના અહેવાલ મુજબ વિશ્વમાં હાલ ૬૮૦૯ જેટલી ભાષાઓ બોલાય છે. સ્વાભાવિક છે કે આટલી બધી ભાષાઓનો એક સાથે તો ફૂંટી નીકળી નહીં હોય. એટલે કે તેમની ઉત્પતિ અન્ય કોઈ ભાષામાંથી થઈ હશે. પરંતુ આજે આપણે વાત કરીશું એ ૧૦ ભાષાઓ વિશે જે પ્રાચીન ભાષાઓ તરીકે ઓળખાય છે અને તેમાંની અનેક ભાષાઓનો જન્મ થયો હોવાનું પ્રમાણ પણ મળે છે.
 

prachin language_1 & 

સંસ્કૃત : Sanskrit language

 
સંસ્કૃત (Sanskrit language) એ હિન્દુ ધર્મની પ્રમુખ ભાષા છે. હાલ હિન્દુ ધર્મને લગતા જેટલા પણ ગ્રંથો છે તે તમામ મૂળે સંસ્કૃતમાં જ લખાયેલા હતા. પુરાતત્વવિભાગ મુજબ આ ભાષા લગભગ ૩૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. એટલે કે સંસ્કૃત ભારતની સૌથી પ્રાચીન ભાષા છે અને તેને ભારતની રાજભાષાનો દરજ્જો મળેલો છે. જોકે દુઃખની વાત એ છે કે આજે આપણા દેશમાં જ સંસ્કૃત બોલનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને તે માત્ર ધર્મગ્રંથોમાં જ રહી ગઈ છે. આજે ભારતની હિન્દી સહિતની મોટાભાગની ભાષાઓ સંસ્કૃતમાંથી જ જન્મી હોવાનું મનાય છે.
 

prachin language_1 & 

લેટિન ભાષા : Latin language

 
લેટિન ભાષા ( Latin language ) ને પ્રાચીન રોમન સામ્રાજ્યની રાજ ભાષા માનવામાં આવે છે. જેમ આપણા દેશમાં સંસ્કૃતને શાસ્ત્રોની ભાષા માનવામાં આવે છે. તે જ રીતે લેટિન ભાષા યુરોપના કેથલિક ઇસાઈઓની ધર્મભાષા માનવામાં આવે છે. આ ભાષામાં તમને સમગ્ર ઇસાઈ ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, દર્શન અને ગણિતના પુસ્તકો મળી જશે. હાલમાં યુરોપની મોટાભાગની ભાષાઓ જોવી કે ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, રોમાનિયાઈ, પુર્તગાલી અને વિશ્વની સૌથી લોકપ્રિય એવી અંગ્રેજી ભાષાનો જન્મ પણ લેટિન ભાષા ( Latin language )માંથી જ થયો છે.

prachin language_1 & 

તમિલ : Tamil language

 
આપની જાણકારી માટે તમિલને (Tamil language) વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તરીકે માન્યતા મળી છે અને એવું કહેવાય છે કે આ ભાષા લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા પણ બોલાતી હતી અને હાલ પણ આ ભાષા લગભગ ૮ કરોડ લોકો બોલે છે અને ભારત સિવાય પણ શ્રીલંકા, સિંગાપુર અને મલેશિયામાં આ ભાષા મોટા પ્રમાણમાં બોલાય છે. આજે માત્ર તમિલમાં જ ૧૮૬૩ જેટલા વર્તમાન પત્ર સામાયિક પ્રકાશિત થાય છે.
 

prachin language_1 & 

હિબ્રુ : Hebrew language

 
હિબ્રુ ( Hebrew language) લગભગ ૩૦૦૦ વર્ષ જૂની પ્રાચીન ભાષા છે. જેને ઇઝરાયેલમાં રાજભાષાનો દરજ્જો મળેલો છે. આ ભાષા પણ અન્ય ભાષાઓની જેમ લુપ્ત થવાના આરે હતી. પરંતુ ઇઝરાયલના લોકો દ્વારા તેને પુનઃ ધબકતી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, હિબ્રુમાં જ બાઈબલનાં જૂના નિયમ લખવામાં આવ્યા હતા. માટે જ હિબ્રુ ( Hebrew language) યહૂદી સમુદાયની સૌથી પવિત્ર ભાષા માનવામાં આવે છે.
 

prachin language_1 & 

ઇજિપ્ટિયન : Egyptian language

 
ઇજિપ્ત ( Egyptian language ) એ નામ સાંભળતા જ આપણી સમક્ષ વિશ્વ પ્રસિદ્ધ પીરામિડ તરવરી ઉઠે છે. પરંતુ ઇજિપ્ત જેટલુ જ તેની ધરોહર પિરામીડને કારણે જાણીતું છે, તેટલું જ જાણીતું તેની ભાષાને કારણે પણ છે. એવું માનવામાં આવે છે કે ઇજિપ્ત દેશની પ્રાચીન ભાષા ઇજિપ્તિયન ઇ.સ.૨૬૦૦ વર્ષ જૂની છે અને તે પુસ્તકો સિવાય અહીંના પિરામીડોમાં પણ કોતરાયેલ જોવા મળે છે.
 

prachin language_1 & 

ગ્રીક : Greek language

 
જે રીતે યુરોપની સભ્યતા સૌથી આધુનિક માનવામાં આવે છે. તેનો ઇતિહાસ પણ એટલો જ પુરાણો છે. લેટિનની જેમ જ ગ્રીક ( Greek language ) પણ યુરોપીની સૌથી પ્રાચીનતમ ભાષાઓમાંથી એક છે. આજે લગભગ ૧૩ મિલિયન લોકો આ ભાષા બોલે છે અને તે ઇસાથી પણ ૧૪૫૦ વર્ષ પ્રાચીન માનવામાં આવે છે. વર્તમાન સમયમાં તે ગ્રીસ, અલ્બાનિયા અને સાઇપ્રસ દેશોમાં બોલવામાં આવે છે.
 

ચીની મંદારીન (મેંડરિન) : Mandarin language


prachin language_1 & 
 
 
મેંડરિન ( Mandarin language ) આપણા પડોશી દેશ ચીનની અધિકારીક ભાષા છે અને વિશ્વમાં સૌથી વધુ લોકો બોલે છે. આ ભાષા ચીન સિવાય પૂર્વી એશિયાના અન્ય કેટલાક દેશોમાં પણ બોલાય છે. હાલ લગભગ ૧.૨ બિલિયન લોકો મેંડરિન ભાષા બોલે છે અને આ ભાષાને પણ ઈ.સ. પૂર્વે ૧૨૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે.
 

અરેમિક : Amerik language


prachin language_1 & 
 
અરેમિક ( Amerik language ) એક સમયે આર્મેનિયાઈ ગણરાજ્યની રાજભાષા હતી, પરંતુ હાલ આ ભાષા હિબ્રુ અને અરબી ભાષાઓ સાથે ભળી ગઈ છે. હાલ અરેમિક ભાષા, ઇરાક, ઇરાન, સીરિયા, ઇઝરાયેલ, લેબનાન અને આધુનિક રોમમાં બોલાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો આ ભાષા ઈ.સ.થી પણ ૧૦૦૦ વર્ષ પ્રાચીન છે.
 

કોરિયન : Korean language


prachin language_1 & 
 
 
Korean language ભાષા ઉત્તર અને દક્ષિણ કોરિયાની અધિકારિક ભાષા છે. જે બન્ને દેશોને જોડી રાખે છે. કોરિયન ભાષા ઇ.સ.થી લગભગ ૬૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે અને હાલ પણ આ ભાષાને લગભગ ૮ કરોડ લોકો બોલે છે. જો કે આ ભાષા ચીનની મેંડરિન ભાષાથી પ્રભાવિત છે. કારણ કે પ્રાચીન સમયમાં અનેક ચીની લોકો કોરિયા જઈને વસી ગયા હતા.
 

આર્મેનિયન : Armenian language


prachin language_1 & 
 
Armenian language ભાષા આર્મેનિયન ગણતંત્રની રાજભાષા છે. આર્મેનિયામાં બોલાતી આ ભાષાની ઉપસ્થિતિ પાંચમી સદીમાં લખાયેલ બાઈબલમાં પણ જોવા મળે છે. આ ભાષાની ઉત્પતિ ઈ.સ. પૂર્વે ૪૫૦માં થઈ હોવાનું માનવામાં આવે છે.
 
અહીં દર્શાવેલી ૧૦ ભાષાઓમાં તમામ પ્રાચીન છે. Duniya ni sauathi juni bhasha kai છે. આ ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે તે આજે પણ વણઉકેલાયેલ પ્રશ્ન છે. ત્યારે આમાંથી કઈ ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે એ કહેવું અઘરું છે.