Strong કેવી રીત બનાય? બધી રીતે મજબૂત બનવાની સરળ ટિપ્સ

    ૧૦-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Strong_1  H x W
 
 
 
વર્તમાન જીવનશૈલીના કારણે માનસિક અને શારીરિક રીતે કમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આના કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં ક્યાંય આપાણે પાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અને માનસિક રીતે મજબૂત વ્યક્તિ જ સારી પ્રગતિ કરી શકે છે. તમે કોઈપણ ફિલ્ડમાં કામ કરતા હો કે પછી વ્યક્તિગત જીવનમાં જો તમે મજબૂત ( Strong ) નથી તો તમને કોઈણ મુશ્કેલીમાંથી નીકળવામાં મુશ્કેલી પડે જ છે.
 
વર્તમાન સમયમાં પોતાને વધુ કુશળ બનાવવા માટે લોકો અનેક રીતો અપનાવતા હોય છે. પોતાને શારીરિક સ્વસ્થ (Healthy) રાખવા માટે લોકો જીમમાં જાય છે, તો માનસિક મજબૂતી માટે લોકો યોગ અને ધ્યાનનો સહારો લેતા હોય છે. પ્રશ્ન એ છે કે શું તમે પણ એવા લોકોની શ્રેણીમાં આવો છો? જેઓ પોતાને કમજોર ગણે છે. જો તમારો જવાબ હા છે. તમારે ચેન્જ થવું પડશે. મજબૂત થવું પડશે. કેવી રીતે? વાંચો…
 
દરેક માણસ પાસે બે વિકલ્પ હોય છે. એક કે તે પોતાના જીવનને પોતાનું નસીબ ગણી, જેવું છે તેવું સ્વીકારી લે અને બીજું પોતાને ઝડપથી બદલવાના પ્રયત્નો કરે અને ખુદમાં પરિવર્તન લાવી પોતાની કિસ્મત જાતે જ બનાવે. તમારે જો આ દુનિયામાં વધુ સારી રીતે જીવવું છે તો તમારે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું જ પડશે.
 
અહીં તમારા માટે એવી કેટલીક ટિપ્સની વાત કરીએ જેને અજમાવી તમે તમારા જીવનને વધુ સારું બનાવી શકો છો. તો ચાલો શ કરીએ.
 

શારીરિક રીતે સ્વસ્થ્ય બનવા માટે આટલુ કરો ( Physicaly Strong )

 
આપણું મગજ અને શરીર બન્ને આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. જો તમે શારીરિક રીતે ફિટ છો તો માનસિક રીતે પણ પોતાને સ્વસ્થ અનુભવ છો? સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, વ્યક્તિને જો પોતાનો પૂર્ણ વિકાસ કરવો હશે તો તેણે પ્રથમ શારીરિક રૂપે શક્તિશાળી ( Physicaly Strong ) બનવું પડશે. જો તમે શારીરિક રીતે કમજોર છો તો દુનિયા તમને દબાવવા તૈયાર જ બેઠી છે.
 

Strong_1  H x W 
 
વ્યક્તિને પોતાના જીવનમાં કમજોર શરીરને કારણે અનેક મુશ્કેલીઓ ઊઠાવવી પડતી હોય છે. એક સ્વસ્થ્ય વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં પોતાને સંભાળી લે છે. જ્યારે કમજોર માણસ ગમે ત્યારે પડી ભાગે છે માટે ખુદને શક્તિશાળી ( Physicaly Strong ) બનાવવા મહેનત કરો.
 

જિમ બેસ્ટ વિકલ્પ છે

 
શારીરિક રીતે સ્વસ્થ્ય રહેવા માટે જીમએ એક સારો વિકલ્પ છે. માટે આળસ છોડી જીમ જવાની આદત પાડો. રોજ કસરત કરવાથી તમારું શરીર તો મજબૂત થશે જ સાથે સાથે તમારામાં આત્મવિશ્વસ પણ આવશે.
 

પોષ્ટિક ખોરાક જ લેવાની આદત પાડો

 
આજે મોટાભાગની યુવા પેઢી ફાસ્ટફૂડની લતે ચડેલી છે. ફાસ્ટફૂડ સ્વાદમાં તો જીભે ચોટે છે, પરંતુ તમારા શરીરને તે ખૂબ જ નુકસાન કરતા હોય છે. ફાસ્ટફૂડ માત્ર સ્વાદ માટે હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનું પોષણ મળતું નથી. માટે તેમને પણ જો આ કૂટેવ છે. તો તેને તત્કાળ ત્યજી દો અને પોષ્ટિક ખોરાક જ લેવાનું શરૂ કરી દો. એવો ખોરાક લો જેમાંથી તમને પ્રોટિન કાર્બોહાઇડ્રેડ, ફેટ, મિનરલ્સ મળે. હવે શરીર સારું બનાવવું હોય તો ખોરાક પણ સારો-પૌષ્ટિક ખાવો જરૂર છે.
 

Strong_1  H x W 
 

પોતાનું ધ્યાન રાખો

 
પોતાની કાળજી રાખતા શીખવું પડશે, થોડું અનુસાન લાવવું પડશે. આપણે આપણા જીવનની કિંમત સમજવી પડશે. તમારું ધ્યાન રાખો. વાહન ચલાવો છો તો સેફ્ટીનું ધ્યાન રાખો, બધા નિયમો પાળો, આપણા શરીરને કોઇ નુકસાન ન થાય એ રીતે જીવો.
 

નશાથી દૂર રહો

 
આ ખૂબ જરૂરી છે. જો તમારે સારું સ્વાસ્થ્ય મેળવવું છે તો નશાથી દૂર રહેવું જ પડશે. નશો માણસને આર્થિક સામાજિકની સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ બર્બાદ કરી નાખે છે. નશો ધીરે ધીરે તમારા શરીરને ખતમ કરી દે છે. મજબૂત શરીર જોઇએ તો નાશાથી દૂર રહેવું જ પડશે.
 

માનસિક મજબૂતી : કેવી રીતે મેળવશો ? Mentaly Strong

 
જે રીતે વ્યક્તિનું શારીરિક સ્વસ્થ્ય રહેવું જરૂરી છે તેવી જ રીતે માનસિક ( Mentaly Strong ) રીતે સ્વસ્થ્ય રહેવું પણ જરૂરી છે. જો તમે શારીરિક રીતે સ્વસ્થ છો પરંતુ માનસિક રીતે કમજોર છો તો કામ નહી બને. માનસિક રીતે પણ વ્યક્તિએ ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. જો તમે કોઈ વાતને લઈ પરેશાન છો, તણાવમાં છો તો તમે કોઈ કામને યોગ્ય રીતે કરી જ નહીં શકો. વિશ્વમાં અનેક લોકો એવા છે જેમણે પોતાના મગજના જોરે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ત્યારે તમારે માનસિક રીતે સ્વસ્થ્ય ( Mentaly Strong ) – મજબૂત બનવા શું કરવાનું છે ચાલો જોઈએ.
 

Strong_1  H x W 
 

પુસ્તકો વાંચો

 
ખુદને માનસિક રીતે મજબૂત ( Mentaly Strong ) બનાવવા માટે સારા પુસ્તકોનું વાચન એ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ રસ વિકાસવવો જોઈએ. પુસ્તકો વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે કોઇ સારું પુસ્તક વાંચવાનું શરૂ કરી દો. તેનાથી તમારા મગજને રાહત મળશે, કારણ કે પુસ્તક વાંચનથી તમે એવી વાતો જાણી શકશો જે તમને પહેલા ખબર જ ન હતી. ક્યારેક ક્યારેક આપણે નાની-નાની વાતોને લઈ મનમાં ગુંચવાઈ જઈએ છીએ. સારા પુસ્તકો આપણને એ જ ગુંચવણમાંથી બહાર કાઢે છે.
 

સારા લોકો સાથે સમય વ્યતિત કરો

 
તમે તમારો સમય કેવા લોકો સાથે પસાર કરો છે તે તમારા માનસિક સ્વાસ્થ્ય ( Mentaly Strong ) પર ખૂબ મોટી અસર પાડે છે. યાદ રાખો હકારાત્મક વિચારવાળા લોકો સાથે રહી તમે હકારાત્મક વિચારવા લાગો છો જ્યારે નકારાત્મક વિચારધારાવાળા લોકો સાથે રહેવાથી તમે નકારાત્મક બની જાવ છો, માટે જેમ બને તેમ પોઝિટિવ વિચારવાળા લોકો સાથે તમારો સમય પસાર કરો.
 

પોતાનો આત્મવિશ્વાસ વધારો

 
આત્મવિશ્વાસ વ્યક્તિના જીવનમાં ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરિસ્થિતિમાં તમારો એટિટ્યુડ કેવો છે તે તમારો આત્મવિશ્વાસ બતાવે છે. જો આત્મવિશ્વાસ છે, તો તમે ગમે તેવી સ્થિતિનો સારી રીતે સામનો કરી શકો છો. જ્યારે આત્મવિશ્વાસની ઊણપ વ્યક્તિને માનસિક રીતે કમજોર બનાવી દે છે. આત્મવિશ્વાસ વધારવા સ્પષ્ટતા જરૂરી છે. તમે જે કામ કરો છો તેમા સ્પષ્ટ થઈ જાવ. તે કામ કરવામાં તમારો આત્મવિશ્વાસ વધી જશે.
 

સામાજિક મજબૂતી પણ એટલી જ જરૂરી Socialy Strong

 
તમે ભલે શારીરિક અને માનસિક રીતે મજબૂત હોય, પરંતુ સામાજિક રીતે મજબૂત (Socialy Strong) હોવું પણ એટલું જ જરૂરી છે. મતલબ કે તમારી સામાજિક જીવન પર કેવી અને કેટલી અસર છે. તમારું વ્યક્તિત્વ તમારો દૃષ્ટિકોણ સમાજમાં તમારી એક ઓળખ ઊભી કરતું હોય છે. જો તમને સોસાયટીમાં વાહવાહી મળવા લાગે છે તો તમારું સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ આપોઅઆપ વધવા લાગે છે અને તમે ધીરે ધીરે મજબૂત બનવા લાગે છે.
 
કોઈપણ વ્યક્તિ શારીરિક કે માનસિક સ્વસ્થતાને કારણે જ આકર્ષણનું કેન્દ્ર નથી બનતો. તેનું સમગ્ર વ્યક્તિત્વ જ તેને સમાજમાં અલગ ઓળખ ઊભી કરવામાં ભૂમિકા ભજવતું હોય છે.
 
માટે ખુદને સારા સ્વભાવવાળા, અન્યની મદદ કરનાર, સારો વ્યવહાર કરનાર અને વિશ્વપ્રત્યે યોગ્ય વિચારધારા ધરાવતા વ્યક્તિ તરીકે સમાજમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરો.