આદુંના આ ફાયદા જાણાશો તો દરરોજ આદું ખાતા થઈ જશો

    ૧૨-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

aadu_1  H x W:
 
પરિચય અને ગુણધર્મ : આદું (Aadu) ને સંસ્કૃતમાં ‘વિશ્ર્વૌષધ’ નામ અપાયું છે. તે વાતઘ્ન, દીપક, પાચક, સારક, ચક્ષુષ્યુ, કંઠ્ય અને પૌષ્ટિક છે. તે કૃમિનાશક છે. ભેદક ગુણોને કારણે તે કૃમિનો નાશ કરે છે અને તેમને મળ વાટે બહાર કાઢે છે. આદું આંતરડાં માટે ઉત્તમ ટોનિક છે. અન્ય ઝેરી દવાઓની તુલનામાં આદું (Aadu) નો રસ સલામત અને આડઅસરોથી રહિત છે.
 

Aadu No Upayog

 
ઉપયોગ : જમવાના સમય કરતાં અડધો કલાક પહેલાં ત્રણ-ચાર ચમચી આદું (Aadu) નો રસ, જરા સિંધામીઠું અને થોડાં લીંબુનાં ટીપાં નાખીને પીવાથી ભૂખ ઊઘડે છે. આ રસથી પેટમાં પાચકરસોનો યોગ્ય સ્રાવ થાય છે. આથી પાચન સારું થાય છે અને ગેસ થતો નથી.
 

Aadu Na Fayda

 
લાભ : દરરોજ જમ્યા પહેલાં આદું (Aadu) નો રસ કે આદુંનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે; તે કફને દૂર કરે છે, શરદી-સળેખમને મૂળમાંથી ઉખેડી નાખે છે, હૃદયના વિકારોને હણે છે તેમજ તમામ પ્રકારના ઉદરરોગોને શાંત કરે છે. આદુંનો રસ સોજા, પેશાબની તકલીફો, કમળો, હરસ, દમ, ખાંસી, જલંદર વગેરે રોગોમાં પણ લાભકર્તા છે.
ઘણા આયુર્વેદ નિષ્ણાતોનો એવો મત છે કે આદું (Aadu) ના નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી.
 
આયુર્વેદાચાર્ય શ્રી બાપાલાલ વૈદ્યે પેન્ક્રિયાસના કેન્સરથી પીડાતા એક દરદીને આદુંનો રસ, દૂધ તથા ફળાહાર પર રાખી રોગમુક્ત કર્યાનો દાખલો બહુ જૂનો નથી.
 
આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી દુખાવામાં ચોક્કસ રાહત મળે છે. દુખતા દાંત પર આદુંનો ટુકડો ઘસવાથી વેદના શમે છે. શરદી અને સાઇન્યૂ-સાઇટીસમાં પણ આદું લાભકર્તા છે.
 
(રસાહાર દ્વારા તંદુરસ્તી અને રોગમુક્તિ પુસ્તકમાંથી સાભાર)
 
 
‘બાર મહિના જમતાં પહેલાં આદુંનો રસ પીવાથી જીભ તથા ગળાનું કેન્સર ઉદ્ભવતું નથી.’ - રાજવૈદ્ય રસિકલાલ પરીખ
 
( નોંધ – આદુંના કેટલાંક ગેરફાયદા પણ છે માટે તેને નિયમિત ખાતા પહેલા જાણકાર વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. આ લેખ માત્ર તમારી માહિતી માટે છે )