યતિ નરસિંહાનંદ સવસ્વતી જેણે રશિયામાં અભ્યાસ અને મોસ્કોમાં નોકરી કરી છે

    ૧૬-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

dasna temple_1  
 
 
એક ચોક્કસ પ્રકારના બૌદ્ધિકો આમનાથી હેરાન છે. વામપંથી મીડિયા તેમને હિન્દુઓની સૌથી કર્કશ અવાજ કહે છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદના ડાસનામાં એક કિશોરવયના આસિફ નામના છોકરાને માર મારવામાં આવ્યો, આ પછી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છોકરો મંદિરમાં પાણી પીવા ગયો હતો. જોકે એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને બીજી રીતે રજૂ કરી એક જોરદાર પ્રહાર કર્યો છે. ડાસનામાં કોઇ જાતિ-ધર્મનો વિવાદ કે ઝઘડો થાય તો અહીંના યતિ નરસિંહાનંદ સવસ્વતી વચ્ચે આવે છે અને તેઓ જે નિર્યણ લે તેને અંતિમ ગણવામાં આવે છે.
 
૫૩ વર્ષના યતિ નરસિંહાનંદ સરસ્વતી આમ તો ડાસના દેવી મંદિરના મહંત છે પરંતુ આ વિસ્તારના હિન્દુઓના તેઓ અઘોષિત સરપંચ છે. આ મંદિરમાં પહોંચો એટલે તમને બંદૂકધારી રક્ષકો જોવા મળશે. આવું એટલા માટે કે મંદિરના અગાઉના સંતો પર હુમલાઓ થયા છે અને યતિ નરસિંહાનંદ સરસ્વતીને પણ અનેકવાર હત્યાની ઘમકીઓ મળી છે. જ્યારે લખનૌમાં કમલેશ તિવારીની કટ્ટરપંથિઓ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પીડિત પરિવાર સાથે યતિ નરસિંહાનંદ સરસ્વતી ઉભા રહ્યા હતા.
 
યતિ નરસિંહાનંદ સરસ્વતી રશિયામાં ભણેલા છે. આ ઉપરાંત મોસ્કો અને લંડન જેવા દુનિયાના સૌથી મોટા શહેરોમાં કામ કરવાનો તેમને અનુભવ છે. તેમણે “મોસ્કો ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ મશીન બિલ્ડિંગ” વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી છે. આ પછી તેમણે એન્જિનિયર તરીકે અને માર્કેટિંગ ફિલ્ડમાં પણ કામ કર્યુ છે. વિદેશમાં લગભગ એક દાયકો પસાર કરી વર્ષ ૧૯૯૭માં તેઓ ભારત પરત આવ્યા. એવું કહેવાય છે કે તેઓ એક સમયે સમાજવાદી પાર્ટીના નેતા હતા. તેમના પર હેટ સ્પીચથી લઇને આર્મ એક્ટ સુધીના અનેક પોલિસ કેસ પણ નોંધાયા છે. તેમણે આતંકી સંગઠન ISIS વિરુદ્ધ સેના બનાવવાનું એલાન પણ કર્યું હતું.
 
ગાજિયાબાદના લોકો કહેતા હોય છેકે પોલીસ-પ્રશાસન અનેક વર્ષોથી યતિ નરસિંહાનંદ સરસ્વતી પર નજર રાખે છે કેમ કે સત્તાની નજરમાં એ એક એવા વ્યક્તિ છે જે ગમે ત્યારે સમસ્યા ઉભી કરી શકે તેમ છે. ડાસના મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં આ રીતે હિન્દુ સંત ટકી શકે છે એ એક મોટી વાત છે.
 
તેઓ ત્યાગી સમુદાયમાંથી આવે છે. તેઓ હિન્દુઓના બે સમુદાય વચ્ચે વિવાદ થયો હોય તો તરત તેનું સમાધાન કરાવે છે. તેઓ તેમને સમજાવે છે કે એકજુથ રહો. આવું નહી કરો તો વિરોધીઓ મજબૂત થશે અને આપણા વિવાદનો ફાયદો એ લોકો મેળવશે.
 
તેમનું તેમની જ યુ-ટ્યુબ ચેનલ પર આ ઇન્ટરવ્યુ સાંભળો, તેમના સ્વભાવ વિશે તમને બધી ખબર પડી જશે…