ફ્રી હિન્દુ ટેમ્પલ્સ – સેક્યુલર દેશમાં સરકારી નિયંત્રણવાળા મંદિરોને સ્વતંત્ર કરવાનું આંદોલન શરૂ થઈ ગયું છે

    ૧૭-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

free hindu temple_1  
 
 
 
હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત બિભાગે તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે ૧૧,૯૯૯ મંદિરોની પાસે દૈનિજ પૂજા કરવાવામાં જે ખર્ચ થાય છે તેના પૈસા નથી. આ ઉપરાંત ૩૪,૦૯૩ મંદિરોની વર્ષની આવક માત્ર ૧૦,૦૦૦ રૂપિયા કરતા પણ ઓછી છે. જેના કારણે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે.
 
 
 
Free Hindu Temples From Govt Control | આપણો દેશ તથાકથિતરૂપે એક સેક્યુલર દેશ છે. પરતું આપણે દરેક વખતે જોયુ છે કે આ સેક્યુલારિઝમની કિંમત હંમેશાં હિન્દુ સમાજને ભારે પડી છે. ઉલ્લેખનીય છે કે માત્ર હિન્દુ સમાજ નહી પણ હિન્દુ દેવી દેવતાઓના અનેક મંદિરો પણ આ સેક્યુલારિઝમના કારણે કપરી સ્થિતિમાં છે. મુદ્દો એવો છે કે સમગ્ર દેશમાં ગુરૂદ્વારા, મસ્જિદ,ચર્ચ તેમના જ સમુદાય દ્વારા સંચાલિત હોય છે પણ મંદિરમાં એવુ નથી. મંદિરો કેમ સરકારના હસ્તક રાખવામાં આવ્યા છે? મંદિરો પર સરકારનો કબ્જો કેમ છે?
 
હવે આવા મંદિરોની રક્ષા કરવા તેમને સુરક્ષા આપવા ઇશા ફાઉન્ડેશન ( Isha Foundation ) ના સંસ્થાપક અને આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવે ( Sadhguru Jaggi Vasudev ) એક મુહિમ શરૂ કરી છે. જેના થકી આ મંદિરોને સરકારી નિયત્રંણમાંથી મુક્ત કરવાવામાં આવશે.
 
સદગુરૂ જગ્ગી વાસુદેવ ( Jaggi Vasudev ) નું માનવું છે કે જો આપણી પ્રાચીન ધાર્મિક ધરોહરને બચાવવી હશે તો આપણે સૌથી પહેલા તેને સરકારી નિયંત્રણમાંથી મુક્તી અપાવવી પડશે. સદગુરૂએ આ માટે એક મિસ્ડ કોલ કેમ્પેન પણ શરૂ કર્યું છે.
આ ઉપરાંત તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને વિપક્ષના નેતા એમ કે સ્ટાલિનને પત્ર લખી આ સંદર્ભે માંગ પણ કરી છે. તમિલનાડુમાં ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી સદગુરૂએ આ રાજકીય પક્ષોને કહ્યું છે કે આ મંદિરોને સ્વતંત્ર કરાવાની વાત, યોજનાઓ તેઓ પોતાના મેનિફેસ્ટોમાં પણ સમાવે.
 
જોકે હાલ તેમનું આ અભિયાન તમિલનાડુ (Tamilnadu) ના મંદિરોને સ્વતંત્ર કરવાનું છે પણ આના પરથી એક વાત સ્પષ્ટ છે કે આની અસર વ્યાપક હશે અને સમગ્ર દેશમાં તેની અસર જોવા મળશે.
 
ઇશા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ ( Isha Foundation ) એ સદગુરૂ ( Jaggi Vasudev ) દ્વારા જે પત્ર લખાયો હતો તેને તમિલનાડુના મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાને આપવામાં આવ્યો છે. આ પત્રમાં કરેલી અપીલને “ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી આઝાદ કરવવા માટે તમિલ લોકોની પુકાર” એવું નામ અપાયું છે.
 
સદગુરૂ ( Jaggi Vasudev ) એ પણ એક ટ્વીટના માધ્યામથી જાણકારી આપી છે કે હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત બિભાગે તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે ૧૧,૯૯૯ મંદિરોની પાસે દૈનિજ પૂજા કરવાવામાં જે ખર્ચ થાય છે તેના પૈસા નથી. આ ઉપરાંત ૩૪,૦૯૩ મંદિરોની વર્ષની આવક માત્ર ૧૦,૦૦૦ રૂપિયા કરતા પણ ઓછી છે. જેના કારણે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે.
 
 
 
આટલું જ નહી સરકારના નિયંત્રણવાળા ૪૪,૧૨૧ મંદિરોમાંથી ૩૭,૦૦૦ કરતા વધારે મંદિરો પાસે એક કરતા વધારે વ્યક્તિને સેવા માટે રાખવાના પણ પૈસા નથી. અહીં માત્ર એક જ વ્યક્તિ દ્વારા મંદિરની પૂજાથી લઈને મંદિરની દેખરેખ સુધીનું કામ થઈ રહ્યું છે.
 
સદગુરૂએ ( Jaggi Vasudev ) કરેલા આ આહવાન બાદ સમગ્ર દેશમાંથી આ મુદ્દાને સમર્થન મળી રહ્યું છે અને તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સદગુરૂએ આ વાતને આગળ વધારવા સુપરસ્ટાર રજનીકાંત (Rajanikant) ને પણ કહ્યું છે.
જોકે સદગુરૂ ( Jaggi Vasudev ) દ્વારા અપાયેલા આ આંકડા માત્ર તમિલનાડુ (Tamilnadu) પૂરતા જ છે. જો સમગ્ર ભારતના મંદિરોની વાત કરીએ તો આ આંકડાઓ ખૂબ મોટા આવશે.