Corona Vaccine News : ચીનની નવી દાદાગીરી, અમારા દેશમાં આવવું હોય તો અમારી વેક્સીન લેવી પડશે

    ૧૭-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Corona Vaccine News _1&nb
 
 
 
ઉલ્લેખનીય છે કે ચીનમાં ૨૩૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાંથી મોટા ભાગના મેડિકલના વિદ્યાર્થીઓ છે. અન્ય પ્રોફેસનલ ભારતીય લોકો પણ ચીનમાં છે. જે કોરોનાના કારણે અહીં જ રોકાઇ ગયા હતા.
 
 
ચીને એક ગજબની જાહેરાત કરી છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી રહી છે. ચીને ભારતા સહિત અન્ય ૧૯ દેશોમાંથી આવનારા લોકો માટે ચીની બનાવટની કોરોનાની રસી ( chinese covid19 vaccine ) લેવાનું ફરજિયાત કરી દીધું છે. દિલ્હીમાં ચીની દુતાવાસ છે અહીંથી એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વ્યવસ્થિત રીત બન્ને દેશો વચ્ચે સંપર્ક સાધવાના ઉદ્દેશથી ૧૫ માર્ચથી આ નિયમ લાગુ કરવામાં આવશે. તેમનું કહેવું છે કે યાત્રાને પ્રોત્સાહન આપવા આવું કરવામાં આવી રહ્યું છે. ચીનના સરકારી સમાચાર પત્ર “ગ્લોબલ ટાઇમ્સ” ( Global Times China ) ના અહેવાલ પ્રમાણે આવી નોટિશ ભારત સહિત ૨૦ દેશોમાં સ્થિત ચીની દુતાવાસમાં લગાડવામાં આવી છે.
 

ક્યાં મળશે ચીની વેક્સીન ( chinese covid19 vaccine ) એ સ્પષ્ટ નથી

 
ચીને આ જાહેર તો કર્યુ છે પણ ચીની બનાવટની રસી ( chinese covid19 vaccine ) જે તે દેશમાં ક્યાથી મળશે તે નક્કી નથી કર્યુ. ભારતમાં ચીની બનાવટની આ રસી લેવી હોય યો ક્યાંથી મળશે તે કોઇને ખબર નથી કેમ કે ભારતમાં આ રસી ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે ચીનમાં ૨૩૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાંથી મોટા ભાગના મેડિકલના વિદ્યાર્થીઓ છે. અન્ય પ્રોફેસનલ ભારતીય લોકો પણ ચીનમાં છે. જે કોરોનાના કારણે અહીં જ રોકાઇ ગયા હતા. ચીની આ દાદાગીરી માની લઈએ તો આ લોકોની ચીની બનાવટની રસી ( chinese covid19 vaccine ) લેવી પડશે.
 
જોકે ચીનના આ ફરમાનનો સોશિયલ મીડિયા ( Social Media ) માં વિરોધ થઈ રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે અમને તમારી રસી પર ભરોસો નથી, જોઇએ આ ફરમાન સાથે તમે કેટલા દિવસ ટકી શકો છો. એક યુજર્સ લખે છે કે તમારી નોટિસમાં ૨૦ દેશોની યાદી છે આ દેશોમાંથી કેટલા દેશોએ તમારી રસી મંગાવી છે? મને લાગે છે કે કોઇ દેશે નહીં મંગાવી હોય.